દિલ્હી ખાતે દેશના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલનો આરંભ

– PM મોદીએ કહ્યું- 2030 સુધીમાં ડ્રોન હબ બનશે ભારત

– વર્ષ 2028-2029 સુધીમાં ભારતીય આકાશમાં ડ્રોન ટેક્સી ઉડતી દેખાશે તેવું અનુમાન

દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આજથી 2 દિવસના ભારત ડ્રોન મહોત્સવ 2022 (Bharat Drone Mahotsav 2022)ની શરૂઆત થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને પોતાના સંબોધન દરમિયાન તેમણે ખેડૂત ડ્રોન ઓપરેટર્સ અને ફાર્મિંગ, ફર્ટિલાઈઝર સ્પ્રે, મિલિટ્રી, સિક્યોરિટી, બોર્ડર, મોનિટરિંગ સહિતના વિભિન્ન કાર્યોના પ્રયોગમાં સામેલ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે પણ સંવાદ સાધ્યો હતો.

વડાપ્રધાને પોતે ડ્રોન પ્રદર્શનીથી પ્રભાવિત થયાનું જણાવ્યું હતું અને વર્ષ 2030 સુધીમાં ભારત ડ્રોન હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  

કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ, સશસ્ત્ર દળ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના પ્રતિનિધિઓ, સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સહિત 1,600થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન 70થી વધારે લોકોએ પોતાની ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિવિધ કાર્યોમાં ડ્રોનના પ્રયોગો અંગેનું પ્રદર્શન થશે. આ મહોત્સવ દરમિયાન ડ્રોન પાયલટ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. 

PM મોદીનું સંબોધન

ડ્રોન ટેક્નોલોજી અંગે ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદ્ભૂત છે. આ જે ઉર્જા જોવા મળી રહી છે તે ભારતમાં ડ્રોન સર્વિસ અને ડ્રોન આધારીત ઈન્ડસ્ટ્રી માટે લાંબી છલાંગનું પ્રતિબિંબ છે. તે ભારતમાં એમ્પ્લોયમેન્ટ જનરેશનના ઉભરતા સેક્ટરની સંભાવના દર્શાવે છે. 

આ સાથે જ વડાપ્રધાને અગાઉની સરકારોએ ટેક્નોલોજી માટે ઉદાસીનતા દાખવી તેના કારણે ગરીબો, વંચિતો અને મધ્યમ વર્ગને સૌથી વધારે નુકસાન થયાનો દાવો કર્યો હતો. 

ડ્રોન ટેક્સીનું પ્રોટોટાઈપ 

વડાપ્રધાન મોદી ડ્રોન ટેક્સીનું પ્રોટોટાઈપ પ્રદર્શિત કરશે તે મેડ ઈન ઈન્ડિયા ડ્રોન ટેક્સી પ્રોટોટાઈપ મહોત્સવનું ખાસ આકર્ષણ હશે. IIT મદ્રાસ દ્વારા શરૂ કરવામાં આવેલી કંપની ઈ-પ્લેન દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 2025 સુધીમાં તેને સર્ટિફિકેટ મળી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના અનુસંધાને પહેલા સેના સાથે ટ્રાયલ કરવામાં આવશે. એવું અનુમાન છે કે, વર્ષ 2028-2029 સુધીમાં ભારતીય આકાશમાં ડ્રોન ટેક્સી ઉડતી દેખાશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: