– તા.26 મેના રોજ ‘પાયલોટ દિવસ’ ઉજવવામાં આવ્યો
– 15 વર્ષમાં 1.35 કરોડથી વધુ ઇમરજન્સી કેસ હેન્ડલ કર્યા, 12.13 લાખ લોકોની જીંદગી બચાવાઇ
પાયલોટ દિવસ ‘ તરીકે ઉજવવામાં આવે છે આજે ગુરૂવારે ઇમરજન્સી સેવા ૧૦૮ સહિતની વિવિધ સેવામાં ફરજ બજાવતા કુલ ૧૧૩ પાયલોટનું સન્માન કરવામાં આવ્યું હતું. કટોકટીની પળે સમજદારી, હિંમત અને માનવતાવાદી વલણ સાથે સમય સાથે લડીને લોકોની મહામુલી જીંદગી બચાવનારા આ હિરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
૧૦૮ ઇમરજન્સી સેવા જી.વી.કે. ઇમરજન્સી સેવાના પાયલોટનું આજે તેમની વર્ષભરની કામગીરીને ધ્યાને લઇને બહુમાન કરવામાં આવ્યું હતું. આ અંગે ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિના જણાવ્યા મુજબ પાયલોટ એ જીવન અને મૃત્યું વચ્ચેનો સેતુ છે. તેઓ લોકોની અમુલ્ય જીંદગી બચાવે છે.
૧૦૮, ખિલખિલાટ, ૧૯૬૨ નું ૧૦ ગામ દીઠ ફરતું એક પશુ દવાખાનું, ધનવન્તરી આરોગ્ય રથ, આરોગ્ય સંજીવની સેવમાં કાર્યરત ૧૧૩ જેટલા પાઇલોટ, કેપ્ટન, ડ્રાઇવરોનું સન્માન આ દિવસે કરાયું હતું.
રાજ્યભરમાં હાલમાં ૮૦૦ જેટલી ૧૦૮ની એમ્બ્યુલન્સવાનો છે .વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધીમાં કટોકટીના પરિસ્થિતિમાં ૧.૩૫ કરોડથી વધુની ઇમરજન્સીના કિસ્સામાં સેવાઓ પુરી પડાઇ છે. ૧૨.૧૪ લાખ કરતા વધુ લોકોની જીંદગી બચાવાઇ છે. કોરોનાકાળમાં ૨,૨૩,૨૧૮ લોકો કે જેઓને કોરોનાના લક્ષણો હતા તેઓને સલામત રીતે હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા છે.
ગુજરાતમાં ચાર ઝોન પ્રમાણે પાલનપુર, વલસાડ, જુનાગઢ અને વડોદરા ખાતે કાર્યક્રમો યોજીને પાયલોટ સહિતના તમામ કર્મચારીઓનું સન્માન કરાયું હતું. તેમની કામગીરીને બિરદાવાઇ હતી. વર્ષ ૨૦૦૭માં ૨૬ મેના રોજ ઇમરજન્સી સેવા ૧૦૮ કાર્યરત કરાઇ હતી આથી આ દિવસને ગુજરાતમાં પાયલોટ દિવસ તરીકે ઉજવાય છે.
Leave a Reply