– કુલ ૩૧૨ મિલીઅન મેટ્રીક ટન કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું જે ૨૬% y-o-yની વૃધ્ધી દર્શાવે છે
– ત્રણ વર્ષમાં ૨૦૦ થી ૩૦૦ મિલીઅન મેટ્રિક ટને પહોંચવાની હાંસલ કરેલ વિક્રમી સફર છે
– “Mundra became the first commercial port in India to handle cargo of 150 MMT“
ભારતની પરિવહન યુટીલીટીની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ), એ ૩૧મી માર્ચ-૨૦૨૨ના અંતિમ ત્રિમાસિક સમય ગાળા અને નાણાકીય વર્ષના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.
અદાણી પોર્ટસ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ-૨૦૨૨ કંપની માટે ઝળહળતી સિધ્ધીઓની હારમાળા સર્જવા સાથે મેરીટાઇમ ઉદ્યોગમાં નવા સિમચિશ્નો હાંસલ કરનારું બની રહ્યું છે. મુંદ્રા પોર્ટે એકલાએ ૧૫૦ મીલીઅન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન કરવા સાથે કંપનીએ ૩૧૨ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોનું વિક્રમજનક વોલ્યુમ હેન્ડલ કર્યું છે. આ સિધ્ધી મેળવનાર દેશનું પ્રથમ વાણિજ્ય પોર્ટ બન્યું છે.
વર્ષ દરમિયાન વિક્રમી સંખ્યામાં હસ્તાંતરણો કર્યા છે જે પૈકીના કેટલાક પ્રોજેક્ટ એપીએસઇઝેડએ જીત્યા છે. ૨૦૩૦ સુધીમાં વિશ્વનું સૌથી મોટું બંદર બનાવવાની અમારી મહત્વાકાંક્ષાની દીશામાં અમારી પ્રગતિ જુસ્સાભેર આગળ વધી રહી છે. હાંસલ કરેલ પ્રગતિમાં સમાવિષ્ટ બાબતો અનુસાર
- કેપીસીએલમાં બાકીનો ૨૫ ટકા હિસ્સો ખરીદ્યો,
- ૭૦ કિમી રેલ્વે લાઇન એસેટ માટે બિઝનેસ મોડલ જેવી વાર્ષિકી ધરાવતી,સરગુજા રેલ કંપનીનું સંપાદન,
- ગંગાવરમ પોર્ટમાં ૪૧.૯% હિસ્સાની ખરીદી અને NCLTની મંજૂરી બાદ બાકીના ૫૮.૧% હિસ્સાના સંપાદન માટે પ્રમોટરો સાથે કરાર પર હસ્તાક્ષર
- ભારતની અગ્રણી થર્ડ પાર્ટી મરીન સર્વિસ પ્રોવાઈડર, ઓશન સ્પાર્કલ લિમિટેડ (OSL)નું સંપાદન
- વાર્ષિક ૫ મિલીઅન મેટ્રીક ટન ક્ષમતાના બલ્ક ટર્મિનલ માટે હલ્દિયા પોર્ટ ટ્રસ્ટ તરફથી LOA પ્રાપ્ત કર્યો.
- તાજપુર ખાતે પશ્ચિમ બંગાળ સરકારના ગ્રીનફિલ્ડ ડીપ-સી પોર્ટ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવી
નાણાકીય વર્ષ ૨૨માં હસ્તાંતરણ માટે APSEZ માટે આશરે રૂ. ૧૧,૪૦૦ કરોડનું રોકાણ નિર્ધારીત હતું અને લગભગ રૂ. ૩,૭૫૦ કરોડના ઓર્ગેનિક કેપેક્સની સાથે સફળતાપૂર્વક સંપ્પન કરવામાં આવ્યું હતું, જ્યારે EBITDA રેશિયોમાં ચોખ્ખું દેવું ૩.૪x પર યથાવત રહે તેની ખાતરી કરવામાં આવી હતી.
અમે અમારા લોજિસ્ટિક્સ બિઝનેસ દ્વારા વિવિધ સીમાચિહ્નો હાંસલ કરીને ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અમારી સફર શરુ કરી છે. જેમાં આશરે ૧૦૦ ટ્રેનોમાં રોકાણ, આઠ ઓપરેશનલ MMLP અને અનાજના આશરે કુલ ૧.૨ મિલીઅન મેટ્રીક ટનની ક્ષમતાના સાયલોનો સમાવેશ થાય છે, નાણકીય વર્ષ-૨૦૨૩ સુધીમાં આ તમામ બાંધકામ/ઓપરેશન હેઠળ ૫૦ લાખ ચોરસ ફુટના ગોદામની ક્ષમતા સાથે અમે ૬૦ મિલીઅન ચોરસ ફુટની અમારી અપેક્ષિત ક્ષમતા હાંસલ કરવાના માર્ગ ઉપર છીએ.
વર્ષ દરમિયાન, APSEZ એ ટકાઉ વ્યવસાય વૃદ્ધિ સુનિશ્ચિત કરતી બે અત્યંત વ્યૂહાત્મક ભાગીદારી પૂર્ણ કરી. પ્રથમ જ્હોન કીલ્સ હોલ્ડિંગ્સ સાથે સંયુક્ત સાહસ અને શ્રીલંકા બંદર સત્તામંડળ સાથે કોલંબોના વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ -II;નું બાંધકામ અને બીજું ફ્લીપકાર્ટ સાથે ભાગીદારીમાં મુંબઇ ખાતે સ્થપાય રહેલા લોજિસ્ટિક સેન્ટરમાં ૫૩૪૦૦ ચોરસ ફુટના ફુલફિલમેન્ટ સેન્ટર છે.
નાણાકીય વર્ષ-૨૦૨૩માં APSEZ ની વૃદ્ધિની સંભાવનાઓ પર અમોને વિશ્વાસ છે, ભારતના અપેક્ષિત GDPની વૃદ્ધિ અને સ્ટીલ ઉત્પાદનને મર્યાદિત કરવાના ચીનના નિર્ણયથી અને રશિયામાંથી નિકાસમાં મોજુદગી નહી હોવાના કારણે ભારતના આયર્ન અને સ્ટીલ ઉદ્યોગને વેગ મળ્યો છે. APSEZ આ સંજોગો ઉપર સવારી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
“અમે ૨૦૨૫ સુધીમાં અમારા બંદરોને કાર્બન ન્યુટ્રલ બનાવવાની અમારી મહત્વાકાંક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને તે પછી નેટ શૂન્ય તરફ પ્રગતિ કરીશું, જેની યોજના અમે આ વર્ષના અંતમાં જાહેર કરીશું” એમ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.
ચાવીરુપ બિઝનેશનું વિહંગાવલોકન– નાણા વર્ષ-૨૦૨૨ (YoY)
કામગીરીની વિગતો
બંદર વ્યવસાય
- APSEZ એ બજારમાં ઉજળી કામગીરીનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. નાણાકીય વર્ષ-૨૧ માં ૨૪૭ મિલીઅન મેટ્રીક ટન સામે ૨૦૨૨ના વર્ષ દરમિયાન, તેણે ૩૧૨ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું (ગંગાવરમ પોર્ટના ૩૦.૦૩ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોના વોલ્યુમના સંચાલન સહીત) આમ સમગ્ર ભારતીય કાર્ગો વોલ્યુમમાં ૫% વૃદ્ધિની સરખામણીમાં 26% વૃદ્ધિ અંકીત કરી છે.
- ૪૨ ટકાની ડ્રાય કાર્ગોમાં વૃધ્ધિના કારણે આ જથ્થામાં વૃદ્ધિ કરવામાં થઇ હતી તે પછીના ક્રમે કન્ટેનર (૧૪%) અને પ્રવાહી કાર્ગોમાં (૧૯%) રહેલ છે..
- કન્ટેનર સેગમેન્ટમાં, APSEZ એ તેની વૃદ્ધિની સફર ચાલુ રાખી અને ૮.૨ મિલીઅન TEU હેન્ડલ કર્યા, જે ૧૪% સામે સમગ્ર ભારતમાં કન્ટેનર વોલ્યુમ પર હાંસલ કરેલ ૧૧%ની વૃદ્ધિ દર્શાવે છે.
- APSEZનું લક્ષ્ય પૂર્વ કિનારા સામે પશ્ચિમ કિનારાની સમાનતા હાંસલ કરવા પર કેન્દ્રિત છે. પૂર્વીય બંદરો પર કાર્ગો વોલ્યુમમાં ૮૪% અને પશ્ચિમના બંદરોમાં ૬%નો વધારો થયો છે, જેનાથી પશ્ચિમ કિનારા અને પૂર્વ કિનારા વચ્ચે કાર્ગો રેશિયો ૬૨:૩૮ (જે અગાઉ ૭૪:૨૬ હતો) થયો છે.
- મુંદ્રા પોર્ટ સિવાયના બંદરોના પોર્ટફોલિયોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને કાર્ગો બાસ્કેટમાં ૫૦% યોગદાન આપ્યું છે જે પોઇન્ટ ૧૦%ની વૃદ્ધિ છે.
- મુન્દ્રા ૬.૫ મિલીઅન TEU સાથે સૌથી મોટા કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ તરીકે ઉપસ્યું છે જે JNPT કરતા ૦.૮૩ મિલીઅન TEUs વધારે છે.
લોજીસ્ટિકસ વેપાર
- ભારતની સૌથી મોટી અને સૌથી વધુ વૈવિધ્યસભર ખાનગી રેલ માર્ગનું સંચાલન કરતી અદાણી લોજિસ્ટિક્સ લિ. (ALL)એ તેના રેલ વોલ્યુમમાં ૨૯% વૃદ્ધિ સાથે ૪૦૩,૭૩૭ TEUs અને ટર્મિનલ વોલ્યુમમાં ૧૯% વૃદ્ધિ સાથે ૩૦૧,૪૮૩ TEUs નોંધાવી છે.
- અદાણી લોજિસ્ટિક્સે તેનો રોલિંગ સ્ટોક વિસ્તાર્યો છે અને જીપીડબલ્યુઆઇએસ યોજના હેઠળ ૧૪ નવા બલ્ક રેક ઉમેર્યા છે, જેથી રેક્સની કુલ સંખ્યા ૭૫ થઈ છે
- વેરહાઉસિંગ સેગમેન્ટમાં કંપનીએ આ સમયગાળા દરમિયાન ૦.૪૩ મિલીઅન ચોરસફુટનો ઉમેર્યો કર્યો છે જે ૧૦૮%ની વૃદ્ધિ દર્શાાવે છે.
નાણાકીય વિહંગાવલોકન
આવક
- એકીકૃત આવક (ગંગાવરમ સિવાય) ૨૭ ટકા વધીને રૂ.૧૫૯૩૪ કરોડ વધી છે. જે પોર્ટ, લોજિસ્ટિક્સ અને સેઝના મુખ્ય ત્રણેય સેગમેન્ટની આવકમાં નોંધાયેલ સર્વાંગી વૃદ્ધિને આભારી છે.
- કાર્ગોના વોલ્યુમમાં વધારો, સરગુજા રેલ કોરીડોર પ્રા.લિ.નો સમાવેશ અને નિશ્ચિત ઉચ્ચ વસૂલાતથી બંદરની આવક ૨૧% વધીને રુ.૧૨,૯૬૪ કરોડ થઇ છે.
- લોજિસ્ટિક્સ બિઝનેસમાંથી આવક રૂ.૧૨૦૮ કરોડ થઇ છે., જે કન્ટેનર અને ટર્મિનલ ટ્રાફિકમાં સુધારાના કારણે કન્ટેનર અને બલ્ક કાર્ગો બંને માટે રોલિંગ સ્ટોકમાં સુધારાને કારણે ૨૬% ની વૃદ્ધિ છે
EBITDA
- કોન્સોલિડેટેડ એબીટા (ગંગાવરમ સિવાય) ૨૨ ટકા વધારા સાથે રૂ.૯,૮૧૧ કરોડથી થઇ છે. આવકમાં ૨૭ ટકાની વૃધ્ધિ થઇ છે.
- પોર્ટની આવકમાં વૃદ્ધિને પગલે પોર્ટ EBITDA ૨૧% વધીને રુ.૯,૧૨૦ કરોડ થયો છે.
- લોજીસ્ટીક બિઝનેસમાં ખોટ કરતા રૂટ નાબૂદ કરીને તથા બલ્ક કાર્ગોમાં ઉમેરો કરીને સંચાલનની કાર્યક્ષમતાના પરિણામે એકંદર એબીટામાં નોંધપાત્ર વધારો હાંસલ કરીને માર્જીન વધારવામાં આવ્યો છે, જ્યારે લોજીસ્ટીક્સ બિઝનેસનો એબીટા ૪૧ ટકા વૃધ્ધિ સાથે રૂ.૩૨૦ કરોડ અને તેનો એબીટા માર્જીન ૨૮૩ bps પોઈન્ટ વધી ૨૬ ટકા થયો છે
બેલેન્સ શીટ અને રોકડ પ્રવાહ
- નાણાકીય વર્ષ-૨૦૨૨માં EBIDTAનું ચોખ્ખું દેવું ૩-૩.૫xની માર્ગદર્શિત રેન્જમાં ૩.૪x હતું. ગંગાવરમ પોર્ટ EBITDA ઉમેર્યા પછી ગુણોત્તર ૩.૦x થશે..
- કાર્યકારી મૂડીમાં ફેરફાર કેપેક્સ અને ચોખ્ખી વ્યાજની કિંમત નાણાકીય વર્ષ ૨૧ માં રૂ. ૫,૮૦૦ કરોડની સરખામણીમાં રૂ.૫,૨૬૧ કરોડ છે.આ નાણાકીય વર્ષ 22 માં રૂ.૧,૭૯૬ કરોડના કેપેક્સમાં વધારો થવાને કારણે છે.
- નાણાકીય વર્ષ-૨૨માં ગંગાવરમ પોર્ટનો ફ્રી કેસ ફ્લો રૂ.૧૨૯૩ કરોડ છે, જેમાં રૂ. ૬૩૭ કરોડની શરૂઆતની રોકડ રકમનો સમાવેશ થાય છે
- બોર્ડે શેર દીઠ રૂ. ૫ ના ડિવિડન્ડની ભલામણ કરી છે, જે મુજબ આશરે રૂ. ૧૦૫૬ કરોડની ચૂકવણી થશે અને તે નોંધાયેલ PAT ના ૨૨% છે.
ગંગાવરમ પોર્ટ લિ.ના હસ્તાંતરણના કારણે આવક અને EBIDTA ના એકત્રીકરણ પર નોંધ
- ગંગાવરમ પોર્ટ નાણાકીય વર્ષ ૨૨ માં રૂ.૧,૨૦૬ કરોડની આવક અને રૂ.૭૯૬ કરોડની EBIDTA નોંધાયેલ છે.
આ રકમમાં હાલના APSEZ પરિણામોમાં એકીકૃત નથી.
ઈએસજી વિશેષતાઓઃ
- નાણા વર્ષ-૨૨ના ESG લક્ષ્યો સામે સિદ્ધિ- વીજળીના નવીનીકરણીય હિસ્સા, ઉત્સર્જનની તીવ્રતા અને પાણીની તીવ્રતા પર, APSEZ એ તેના નાણા વર્ષ-૨૨ના લક્ષ્યાંકો કરતાં વધુ પ્રદર્શન કર્યું છે.
- બળતણ સ્વીચ પરની પ્રગતિ- ઉર્જા મિશ્રણને બદલવા માટે હાથ ધરવામાં આવેલી ક્રિયાઓમાં RTGsનું વિદ્યુતીકરણ, ક્વે ક્રેઇન્સ વિદ્યુતીકરણ સહીત ઇલેક્ટ્રિક ITV ની ખરીદી અને કેટલાક અન્ય સાધનોનો સમાવેશ થાય છે.
- રિન્યુએબલ એનર્જી સોર્સિંગ પર પ્રગતિ- જ્યારે APSEZ એ પસંદગીના બંદરો પર રિન્યુએબલ જનરેશન ક્ષમતા ઉમેરી છે, ત્યારે કંપની વધારાની ૩૫૦ મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા માટે મોટા જોડાણની પણ વાટાઘાટો કરી રહી છે.
- કાર્બન ઓફસેટીંગ: APSEZ દ્વારા અગાઉ જાહેર કરાયેલી મેનગ્રુવ પ્લાન્ટેશનની મહેચ્છાની જાહેરાત સામે ૨000 હેક્ટરના ઉમેરાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જે પૈકી ૨૫૦ હેક્ટરમાં મેનગ્રુવ પ્લાન્ટેશન પૂર્ણ થયું છે.
- હિસ્સેદારોના સંબંધ – શ્રેષ્ઠ પધ્ધતિઓ અને વૈશ્વિક ધોરણોને અપનાવવા તરફની અમારી કામગીરી સુનિશ્ચિત કરવા માટે ESG સંબંધિત બાબતો પર ગ્રાહકો, કર્મચારીઓ, સપ્લાયર્સ અને સમુદાય સાથે વિવિધ સ્તરે જોડાણ કરવામાં આવે છે.
- કંપની હવે તેનો નેટ જીરો પ્લાન ઘડી રહી છે, જે આ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અમલમાં મૂકાશે. આ ફેરફાર સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ની કટિબધ્ધતા અનુસાર કરવામાં આવી રહ્યો છે.
- જલવાયુ જોખમ નબળાઈ આકારણી: કરવામાં આવેલ મૂલ્યાંકનના આધારે વધુ સંવેદનશીલ બંદરો તારવવામાં આવ્યા છે, અને આ બંદરોમાં અમલીકરણ માટે અનુકૂળ યોજનાઓ વિકસાવવામાં આવી છે
- અન્ય બિઝનેસ અપડેટસઃ
- સરગુજા રેલ (SRCPL) હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ થઈઃ
- APSEZ ૬૨૦ કિમીનો રેલ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં આ વર્ષે હસ્તગત કરાયેલી ૭૦ કિમી રેલ લાઇનનો સમાવેશ થાય છે. અદાણી ગ્રૂપની અન્ય કંપની પાસેથી સરગુજા રેલના આ સંપાદનને સંયુક્ત યોજના દ્વારા સૌપ્રથમ લઘુમતી શેરધારકોના ૯૨% અને ત્યારબાદ વર્ષ દરમિયાન NCLT દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
- NCLT ની મંજૂરી પછી, SRCPL હવે APSEZ બુકો પાછલી અસર (૧ એપ્રિલ ૨૦૨૧) સાથે એકીકૃત છે. તમામ રેલ અસ્કયામતો હવે એક જ એન્ટિટી ‘અદાણી ટ્રેક મેનેજમેન્ટ સર્વિસિસ’ હેઠળ એકીકૃત કરવામાં આવી છે.
- ગંગાવરમ પોર્ટ (GPL) અંગે અપડેટ
- APSEZ એ ગંગાવરમ પોોર્ટ લિ. નો અત્યાર સુધીમાં ૧૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ વોરબગ પિંકસ પાસેથી ૩૧.૫% GPL અને આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી ૧૦.૪%નો હિસ્સો તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ હસ્તગત કરેલ છે.
- GPLમાં ૪૧.૯% હિસ્સા સાથે, APSEZ હાલમાં તેની સહયોગી કંપની તરીકે એકીકૃત બની છે. APSEZ એ DVS રાજુ અને પરિવાર પાસેનો બાકીનો ૫૮.૧% હિસ્સો હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને વ્યવહાર પૂર્ણ કરવા માટે NCLTની મંજૂરી માંગી છે.
- વર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન NCLT તરફથી મંજૂરી પછી, GPL ૧ એપ્રિલ ૨૦૨૧ થી પૂર્વવર્તી રીતે એકીકૃત કરવામાં આવશે.
ઓશન સ્પાર્કલ (OSL) હસ્તાંતરણ અંગે છેલ્લી માહિતી
- APSEZ એ તેની પેટાકંપની, ધ અદાણી હાર્બર સર્વિસીસ લિમિટેડ (TAHSL) દ્વારા ઓશન સ્પાર્કલ લિમિટેડ (OSL) માં ૧૦૦% હિસ્સો હસ્તગત કર્યો છે
- OSL એ ભારતની અગ્રણી થર્ડ પાર્ટી દરિયાઈ સેવા આપે છે, જેમાં ૭૫ ટગ સહિત ૯૪ દરિયાઈ જહાજો છે.
- રુ. ૧,૭૦૦ કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર OSL નું સંપાદન FY22 ના અંદાજિત EBITDA ના આધારે ૫.૭x ના EV/EBITDA ગુણાંકમાં રુપાંતર કરે છે.
- પહેલેથી જ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવાથી, OSL ની નાણાકીય બાબતો હવે APSEZ સાથે એકીકૃત થશે
- નાણાકીય વર્ષ-૨૩માં OSL રૂ૬૩૩ કરોડની આવક અને રુ.૩૫૫ કરોડનું EBITDA પેદા કરે તેવી અપેક્ષા છે.
નાણા વર્ષ-૨૩ માટે વૃદ્ધિ પ્રેરક
- વિજળીની માંગમાં વધારા સાથે અને કેટલાક રાજ્યો દ્વારા પસાર થતાં રહેલા ઊંચા ઇંધણ ખર્ચની મંજૂરી સાથે કોલસાના જથ્થામાં વસુલાત ચાલી રહી છે.
- ચીનમાં સ્ટીલ ઉત્પાદનની મર્યાદા અને રશિયામાંથી સ્ટીલની નિકાસની ગેરહાજરી વચ્ચે ભારત સ્ટીલ અને કોકિંગ કોલના એક્ઝિમમાં વધારો જોશે.
- ગંગાવરમ કન્ટેનર ટર્મિનલ વાર્ષિક ૧૫૦,૦૦૦ TEUs ના પ્રારંભિક વોલ્યુમ અંદાજ સાથે નાણા વર્ષના બીજા ક્વાર્ટરમાં કામગીરી શરૂ કરશે
- ધામરા એલએનજી પ્રોજેક્ટની કામગીરી નવેમ્બર ૨૦૨૨ સુધીમાં શરૂ થવાની ધારણા મુજબ તેમાં વાર્ષિક ૪.૫ મિલીઅન મેટ્રીક ટન માટે ઉપયોગ અથવા ચૂકવણીનો કરાર છે.
- ૧૯ નવી રેક્સના લોજિસ્ટિક્સ બિઝનેસ ઓર્ડરમાં વેરહાઉસિંગ સ્પેસના ૪ મિલિયન ચોરસ ફૂટનું ચાલુ બાંધકામ, બે નવા MMLP અને ૧ MMT નવા એગ્રી સાયલોની આવક અને EBIDTA બળ પ્રદાન કરશે.
- SEZ વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ્સના વિકાસ માટે ચાલી રહેલી વિવિધ ચર્ચાઓ સાથે SEZની આવકમાં ઉછાળો જોવા મળે તેવી શક્યતાઓ છે.
નાણાકીય વર્ષ-૨૩ માટે માર્ગદર્શન
- APSEZ ૩૫૦-૩૬૦ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કરે તેવી શક્યતા છે
- સમયગાળામાં આવક રુ.૧૯,૨૦૦ કરોડ અને રુ.૧૯,૮૦૦ કરોડ થવાની અપેક્ષા છે.
- સમયગાળા માટે EBIDTA રુ.૧૨,૨૦૦ કરોડથી to રુ..૧૨,૬૦૦ કરોડ
- પોર્ટ બિઝનેસથી ૧૬,૭૦૦ કરોડ અને ૧૭,૦૦૦ કરોડની આવક થશે
- પોર્ટ EBITDA રૂ.૧૧,૬૦૦ થી રૂ.૧૨,૦૦૦ની રેન્જમાં હશે
- લોજિસ્ટિક્સ બિઝનેસ ૨૬-૨૭% ની રેન્જમાં EBIDTA માર્જિન સાથે ૧,૫૦૦ કરોડ અને ૧,૬૦૦ કરોડની આવક પેદા કરશે
- ,૬૦૦ કરોડ રહેશે
- ,૪૦૦ થી રૂ. ૧,૭૦૦ કરોડની રેન્જમાં રહેવાની અપેક્ષા છે.
- ને ચોખ્ખું દેવું ૩x થી ૩.૫x ની રેન્જમાં રહેવાની અપેક્ષા છે
એવોર્ડઝઃ
- મુન્દ્રા બંદરે માર્ચ ૨૦૨૨ ના રોજ ગુજરાત સ્ટાર એવોર્ડની 9મી આવૃત્તિમાં “વર્ષનું શ્રેષ્ઠ પોર્ટ – કન્ટેનરાઇઝ્ડ” એવોર્ડ જીત્યો છે.
- ડિસેમ્બર, 2021માં યોજાયેલા ઈન્ટરનેશનલ સમુદ્ર મંથન એવોર્ડઝની 8મી એડિશનમાં મુંદ્રા પોર્ટને “નૉન-મેજર પોર્ટ ઓફ ધ યર” એવોર્ડ હાંસલ થયો છે.
- APSEZ મુંદ્રાને સસ્ટેનેબિલીટી ફાઉન્ડેશનનો “એન્વાયરોમેન્ટલ પ્રિઝર્વેશન” કેટેગરી હેઠળ પ્લેટીનમ એવોર્ડ એનાયત કરાયો છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ
વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.
Leave a Reply