– ભુજની સરકારી શાળાનું ગૌરવ
– તેજસ્વી વિદ્યાર્થિની INSPIRE સ્કીમ અંતર્ગત પસંદગી
– સાયન્સમાં સ્વપ્રયત્ને 84.61 ટકા અને ગુજકેટમાં પણ 120 માંથી 105 ગુણ પ્રાપ્ત કર્યા
રાજ્ય સરકાર છેવાડાના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહી પ્રોત્સાહન પુરુ પાડી રહી છે તેમજ શાળાઅોની સુવિધાઅોનો લાભ છાત્રોને મળી શકે તે માટે પ્રયત્નસીલ છે. ભુજની સરકારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 12 સાયન્સની છાત્રા ટયુશન લીધા વિના સ્વપ્રયત્ને 84.61 ટકા મેળવી શાળાનું તેમજ પરીવારનું નામ રોશન કર્યું હતું. રાજ્ય સરકારની INSPIRE સ્કીમ અંતર્ગત પસંદગી કરી પાંચ વર્ષ સુધી દર વર્ષે 80 હજાર સહાય અાપવાની જાહેરાત કરાઇ છે.
ભુજની ઈન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરીને મિત્તલબેને ધો. 12 સાયન્સમાં સ્વપ્રયત્ને 84.61 ટકા (98.33 પર્સન્ટાઇલ) મેળવ્યા છે, તો ગુજકેટમાં પણ 120 ગુણમાંથી 105.5 ગુણ પ્રાપ્ત કર્યા છે. મિત્તલે સાયન્સના પરિણામમાં એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ટકાવારીના આધારે રાજ્ય સરકારની INSPIRE સ્કીમ અંતર્ગત પસંદગી કરવામાં અાવી છે, જેથી હવે ઉચ્ચશિક્ષણ માટે આ યોજના અન્વયે પ્રતિ વર્ષ રૂ. 80,000ની સહાય સરકાર દ્વારા અપાશે.
સરકાર દ્વારા યોજના અંતર્ગત ખાસ કરીને ધો.12 સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓને બેચલર ઓફ સાયન્સના અભ્યાસક્રમ જેવા કે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બોટની, ઝુલોજીમાં એડમિશન લેવા માટે ફીના ભાગરૂપે પ્રતિવર્ષ રૂ. 80 હજારની સહાય અાપવામાં અાવ ેછે. જો વિદ્યાર્થી સળંગ પાંચ વર્ષના માસ્ટર ઓફ સાયન્સના ઉપરોક્ત વિષયના કોર્સની પસંદગી કરે તો પાંચ વર્ષ સુધી રૂ. 80 હજાર ચૂકવાય છે.
જિલ્લા શિક્ષણધિકારી ડૉ. બી.એન.પ્રજાપતિએ કહ્યું હતું કે, કચ્છની સરકારી તેમજ ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં એડમિશન લઈને આ વર્ષથી શરૂ થનારા JEE/NEETના કોચિંગ કલાસનો લાભ લઈને વિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી બનાવે.
Leave a Reply