– શત્રુતા ન રાખતાં મંત્રણા અને કૂટ-નીતિ દ્વારા જ યુદ્ધ બંધ થઇ શકે, મંત્રણા, રાજદ્વારી પ્રયાસો ફરી શરૂ કરવા પર મૂકેલો ભાર
ટોક્યોમાં યોજાઈ રહેલી ક્વૉડ સમિટમાં રશિયાનો નામોલ્લેખ કર્યા સિવાય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન-યુદ્ધ સંબંધે ઘણી ઘણી વાત કરી હતી. તેઓએ કહ્યું : સૌથી પહેલાં શત્રુતા દૂર કરી મંત્રણા અને રાજદ્વારી ગતિવિધિઓ દ્વારા જ આ યુદ્ધનો અંત આવી શકે.
મોદીએ તેમનાં વક્તવ્યમાં રશિયાનો નામોલ્લેખ તો કર્યો જ ન હતો, છતાં યુક્રેન વિષે તેઓએ ઘણું ઘણું કહ્યું હતું.
મંગળવારે યોજાયેલી આ બીજી વ્યક્તિગત ક્વોડ શિખર પરિષદ દરમિયાન વડાપ્રધાને અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે મંત્રણાઓ યોજી હતી. જેમાં તે ત્રણે દેશોના નેતાઓએ રશિયાની સૈન્ય કાર્યવાહીની ઉગ્ર ટીકા કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષનો ઉકેલ મંત્રણા અને રાજદ્વારી નીતિ દ્વારા જ આવી શકે. આ યુદ્ધથી બંને દેશોને ભારે નુકશાન પણ થયું છે, યુરોપમાં માનવીય સંકટ પણ ઊભું થઇ ગયું છે.
આ શિખર પરિષદ દરમિયાન દરેક વૈશ્વિક નેતાઓએ સ્વતંત્ર અને મુક્ત ઇન્ડો પેસિફિક વિસ્તાર માટે અનુરોધ કર્યો હતો તથા ક્ષેત્રીય અખંડિતતા જાળવવા અને વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ નેતાઓએ ઇન્ડો પેસિફિક વિસ્તારમાં વિકાસ સાધવા ઉપર તથા યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ સંબંધે પોતપોતાનાં દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા.
Leave a Reply