અદાણીએ દુબઈ T20 ક્રિકેટ લીગના ફ્રેન્ચાઇઝી રાઈટ્સ ખરીદ્યાં

દેશના સૌથી ઝડપી ધનવાન બની રહેલ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેજા હેઠળની કંપનીએ દુબઈમાં યોજાનારી T20 ક્રિકેટ લીગના ફ્રેન્ચાઈઝી રાઈટ્સ કબ્જે કર્યાં છે.

અદાણી ગ્રુપની એક કંપની અદાણી સ્પોર્ટ્સલાઈને UAEની ફ્લેગશિપ T20 લીગમાં ફ્રેન્ચાઈઝીની માલિકી અને સંચાલનના અધિકારો ખરીદ્યા છે. વિશ્વની સૌથી પ્રખ્યાત ભારતની IPLમાં 2022ની સીઝનમાં ઉમેરાયેલ નવી બે ટીમને ખરીદવા માટે પણ અદાણીએ રસ દાખવ્યો હતો. અમદાવાદની ટીમ માટે પ્રબળ દાવેદાર ગણાતી અદાણીને પછાડીને CVC કેપિટલે ગુજરાત ટાઈટન્સના ફ્રેન્ચાઈઝી રાઈટ્સ ખરીદ્યા હતા.

જોકે હવે અદાણીએ યુએઈની ટી20 લીગમાં ફ્રેન્ચાઈઝી ટીમ ખરીદીને ક્રિકેટ ફ્રેન્ચાઈઝીમાં સીમાચિહ્નરૂપ પ્રવેશ કર્યો છે. UAE T20 લીગ એ એક વાર્ષિક ઇવેન્ટ છે, જેમાં છ ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે 34-મેચ રમાશે. આ છ ટીમમાંથી એક માટે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા અદાણીને લાઇસન્સ પ્રાપ્ત થયું છે.

કોણ-કોણ લેશે ભાગ ?

આ લીગમાં ક્રિકેટ રમતા તમામ દેશોના ટોચના ખેલાડીઓ વિવિધ ટીમોમાં ભાગ લઈ શકશે. આ લીગ આગામી યુવા ક્રિકેટરોને પ્લેટફોર્મ અને એક્સપોઝર પણ પ્રદાન કરશે. અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા વિદેશમાં આ પહેલું મોટું પગલું હશે જેના દ્વારા ભારતના ક્રિકેટ રસિકોને વિશ્વફલકના ક્રિકેટ જગત સાથે જોડાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: