– નવસારી નજીક ખારેલની ટેકનિકલ તાલીમ સંસ્થામાં સ્કૂલ ડ્રોપઆઉટ માટે ખાસ તાલીમ વ્યવસ્થા ઊભી કરાશે
કેન્દ્ર સરકારના સ્કીલ ડેવલપમેન્ટ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે દક્ષિણ ગુજરાતના નવસારી નજીક ખારેલના અનિલ નાઈક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લઈને આ સંસ્થામાં સ્કૂલ છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને ટેકનિકલ તાલીમ આપીને સજ્જ કરવાના એક કેન્દ્ર તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. ગુજરાતના સ્કૂલ ડ્રોપ આઉટને તાલીમ આપવા માટેનું આ એક પહેલું મોટું સેન્ટર બનશે. આ સેન્ટરને એનએસડીસી એક્રિડેટેડ સેન્ટરનું સ્ટેટસ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના વૈશ્વિક સ્તરે કાર્યકુશળ માનવ બળ પૂરું પાડવાના વિઝનને સાકાર કરવા માટેના પ્રયાસને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આ મહત્વનું કદમ ઊઠાવવામાં આવ્યું છે. આ તાલીમ શાળામાંથી અત્યાર સુધીમાં ૪૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઈને તૈયાર થયા છે. તેમાં ૧૧૦૦ બાળકીઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી ૭૦ ટકા લોકોને આજે સારી કમાણી થઈ રહી છે.
આ પ્રસંગે બોલતા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સમગ્ર નવસારી જિલ્લામાં ફાર્મિંગ અને નોન ફાર્મિંગ સેક્ટરમાં રોજગારી મળે તેવી તાલીમ સ્કૂલ ડ્રોપઆઉટને આપશે. આ સ્કીલ ડેવલપમેન્ટને કારણે સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. ટેકનોલોજી આધારિત વિકાસના કાર્યક્રમોન ેતેનાથી વેગ મળશે. જે સેક્ટરમાં ડિમાન્ડ વધુ હશે તે સેક્ટર માટે માનવબળ તૈયાર કરવા પર આ તાલીમ શાળા ધ્યાન કેન્દ્રિત કરશે.
કર્યુકુશળ માનવ બળ નિર્માણ કરવા માટેના નવા અભિગમને અપનાવવા અંગેની માહિતી આપતા મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રેપ્રેન્યોરશીપના રાજ્ય કક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યુંહતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫મી જુલાઈ ૨૦૨૧ના દિને ભારતમાં સ્કીલ એટલે કાર્યકુશળ માનવ બળ નિર્માણ કરવા માટે નવો અભિગમ અપનાવવાની જાહેરાત કરી હતી. આ માટે નવા કાર્યક્રમો તૈયાર કરવા પણ તેમણે જણાવ્યું હતું.
નેશનલ એજ્યુકેશન પોલીસી અને સ્કીલ ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ મણિનગર એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં બોલતા જણાવ્યું હતું કે સારી કક્ષાની ટેકનિકલ તાલીમ આપીને સામિજિક પરિસ્થિતિમાં મોટો બદલાવ લાવી શકાય છે. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં જ સારી કાર્યકુશળતા ધરાવતા માનવો તૈયાર કરીને શહેર તરફ થઈ રહેલા સ્થળાંતરને ઓછું કરી શકાય છે. તેનાથી આદિવાસી યુવાનો માટે નવી તક નિર્માણ થશે.
Leave a Reply