– ભુતકાળમાં બે વખત આ વિસ્તારની રેલવે લાઈન માટે સર્વે થઈ ગયો છે
– જો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી સીરાચાથી માંડવીને જોડી દેવાય તો આશરે ૨૦-૨૨ પેસેન્જર ગુડસ રેલવે દોડી શકે તેમ છે
ભારતના વિશાળ જિલ્લા કચ્છમાં આમ તો ટ્રાન્સપોર્ટની અનેક સગવડો હયાત છે. પરંતુ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ કોઈ પણ વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપવા અને ધબકતું રાખવા રેલવે કનેક્ટીવિટી મુખ્ય માધ્યમ છે. તેને અનુલક્ષીને એક તરફ ભુજથી નલીયા રેલવેના કામની સમાંતર ગાંધીધામ-મુંદરા-માંડવી રેલવે લાઈનને પ્રાધાન્ય આપવા માંડવી ચેમ્બરની રજુઆતના આધારે ગાંધીધામ ચેમ્બરે રાજ્ય પ્રશાસન સમક્ષ રજુઆત કરી હતી.
ભુતકાળમાં બે વખત આ વિસ્તારની રેલવે લાઈન માટે સર્વે થઈ ગયો છે . આશરે 60 હજાર ઉપરની વસતી ધરાવતા શહેર અને અઢી લાખની વસતીવાળા તાલુકાને સમુદ્રી સુંદરતા મળી છે. ત્યારે દર સપ્તાહે 15 હજારથી વધુ સહેલાણીઓ આ બીચ અને આસપાસના વિજય વિલાસ પેલેસ, શ્યામજી કૃષ્ણ વર્મા નગર, ધ્રબુડી તીર્થ, ગોધરા- અંબેધામ તેમજ અન્ય ધાર્મિક સ્થાનો અને વિપશ્યના કેન્દ્રો, પ્રાકૃતિક આરોગ્યધામની મુલાકાતે આવે જાય છે. ઉપરાંત માંડવી અને નલીયા-અબડાસા વિસ્તારના હજારો લોકો મુંબઈ તેમજ દેશ-વિદેશ સાથે જોડાયેલા છે. જે નિયમિત રીતે માદરે વતનની મુલાકાતે આવતા જ હોય છે. ત્યારે રેલવે કનેકટીવિટી અતિ આવશ્યક બની જાય છે. તદઉપરાંત આસપાસના વિસ્તારમાં બેન્ટોનાઈટ, ખનિજ પેદાશ કે જેની નિકાસ પંજાબથી કન્યાકુમારી સુધી થાય છે. ખેત- પેદાશોની નિકાસ તથા પ્રવાસીઓની આવન- જાવનને લીધે હાલે ખાનગી ટ્રાવેલ્સ કે ટ્રાન્સપોર્ટ જ વિકલ્પ રહ્યો છે. વધુમાં, ગાંધીધામ – મુંદરા ખાનગી રેલવે ટ્રેક અસ્તિત્વમાં જ છે. જેના પરથી દર અડધા કલાકે મુંદરા બંદર પર આવતા જતાં સામાનની હેરફેર થાય છે. જો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ કરી સરકારના સંયુક્ત સાહસથી નજદીકના સીરાચાથી માંડવીને જોડી દેવામાં આવે તો આશરે 20-22 કિ.મીના અંતરમાં પેસેન્જર ગુડસ રેલવે દોડી શકે તેમ છે. ત્યારે તત્કાલ આ દિશામાં પગલા ભરાય તેવી માંગણી મુકાઈ છે.
Leave a Reply