– ગર્ભવતી બહેનોએ પોષણક્ષમ અને લોહીવર્ધક ખોરાક લેવો જરૂરી
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય તથા વહીવટીતંત્ર દ્વારા પ્રત્યેક માસના શુક્રવારે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાતા આરોગ્ય, સારવાર અને નિદાન કેમ્પમાં એક જ દિવસે કુલ ૨૪૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, જેમાં સૌથી વધુ સ્ત્રીરોગ અને ગર્ભવતી ૯૮ જેટલી બહેનોએ સારવાર લીધી હતી.
જી.કે. જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબ ડો. નીલમ પટેલે બહેનો અને ગર્ભવતી મહિલાઓને સારવાર આપી હતી. અને કેટલીક બહેનોના લોહીમાં અલ્પ હિમોગ્લોબિન(એનીમિયા)ના લક્ષણો જણાતા લોહીવર્ધક પોષણક્ષમ ખોરાક તેમજ રક્તકણવર્ધક દવા લેવા અંગે પણ ખાસ તાકીદ કરી હતી.
આ ઉપરાંત કેમ્પમાં ઉપસ્થિત રહેલા જી.કે.ના રેડિયોલોજિસ્ટ ડો. રાજ પટેલે ૫૦ માતાઓની સોનોગ્રાફી કરી ગર્ભમાં પોષાતા બાળકના વિકાસ, પોષણ, વજન અને આનુષંગિક પરિસ્થિતી જાણી હતી અને જરૂરિયાતમંદ માતાઓને તેમના બાળક અને માતાઓની પરિસ્થિતી મુજબ માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં બાળ વિભાગના ડો. આયુષી, મેડિસિન વિભાગના ડો. મહિમાએ દર્દીઓની ચકાસણી કરી હતી.
Leave a Reply