– સુરત અને રાજકોટના અગ્નિ કાંડની ઘટનાઓ ભુલાઈ
-હોસ્પિટલો, ટયુશન કલાસ સહિતની મિલકતમાં પ્રમાણપત્ર લીધા બાદ વધુ જગ્યામાં વ્યવસાય શરૃ કરી દીધાની ફરિયાદો
ભુજ શહેરમાં ફાયર સેફટીના નિયમોનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. અનેક ધંધાદારી સૃથળોએ જુની ફાયર એનઓસી હેઠળ જ વાધુ કામ ધંધા ફેલાવીને સૃથળો ધમાધમતા હોવાનું બહાર આવી રહ્યુ છે. આવા કેસમાં જે તે સૃથળ અને ધંધાની ફાયર એનઓસી રદ કરવા માટેની કાર્યવાહી થવી જોઈએ તેવી શહેરીજનોમાં ચર્ચા છે. સુરત અને રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો જેના પગલે રાજય સરકાર ગંભીર બની હતી. તે બાદ તમામ હોસ્પિટલ અને આવી જગ્યાઓમાં ફાયર સેફટીના સાધનો મૂકાવવા, ફરજીયાત એનઓસી સહિતની કાર્યવાહી હાઇકોર્ટના આદેશ મુજબ કરવામાં આવી હતી.
શાળા-કોલેજો, ટયુશન કલાસીસ માટે પણ નિયમોની કડક અમલવારી કરવામાં આવી હતી. દર વર્ષે આવા ધંધાર્થીઓએ ફાયર એનઓસી રીન્યુ કરાવવાના હોય છે. જે આપતા પૂર્વે ફાયર વિભાગ સૃથળ તપાસ પણ કરે છે. પરંતુ, ભુજ શહેરમાં જાહેર સૃથળોએ, હોસ્પીટલ કે પછી ઈમારતમાં આગ લાગે તો મુશ્કેલી સર્જાય તેમ છે. કેમ કે જવાબદારો દ્વારા એક પણ નિયમોનો પાલન કરવામાં આવી રહ્યો નાથી. શહેરીજનોમાં એવી પણ ચર્ચા છે કે, સામાન્ય રીતે દવાખાના, કલાસીસની જગ્યા સાથેનો પ્લાન રજૂ કરીને એનઓસી લેવામાં આવે છે. પરંતુ તે બાદ આજુબાજુની જગ્યા જોડી દઇને વાસ્તવમાં જગ્યા મોટી કરી દેવામાં આવે છે જેનો અરજીમાં ઉલ્લેખ કરાતો નાથી. એનઓસી માટે રીન્યુની પ્રક્રિયા કરનાર કોઇ સંસૃથાની સૃથળ તપાસ કરાય તે પણ જરૃરી છે. ભુજમાં હોસ્પિટલ, ટયુશન કલાસ સહિતની જગ્યાના સંચાલકોએ વાધારાની જગ્યા ભેળવી દીધી હોય તો રીન્યુ ફાયર એનઓસી રદ કરવામાં આવશે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.
Leave a Reply