– પ્રેફરન્શિઅલ ફાળવણી મારફત અબુધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપની (IHC) Rs.7,700 કરોડ (USD 1 bn) નું રોકાણ કરશે
– નવી મુંબઇ એરપોર્ટ માટે રૂ.12,770 કરોડનું ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું
અદાણી ઉદ્યોગ સમૂહના હિસ્સારૂપ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે આજે 31 માર્ચ-2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની જાહેરાત કરી છે.
નાણાકીય હાઇલાઇટ્સ નાણા વર્ષ- 22 (એકીકૃત) (YoY Basis):
- IRM સેગમેન્ટમાં નોંધપાત્ર ભાવ વધારાના કારણે કુલ આવક 75 ટકા વધીને રૂ.70,433 કરોડ થઈ છે.
- નાણાંકિય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં મુંબઈ એરપોર્ટની કામગીરી જોડાતાં એબીટા 45 ટકા વધીને રૂ.4,726 કરોડ થયો છે અને IRM બિઝનેસમાં ઉંચો માર્જીન હાંસલ થયો છે.
- IRM સેગમેન્ટમાં ઉંચા એબીટાના કારણે એકંદર કરવેરા પછીનો નફો રૂ.777 કરોડ થતાં સ્થાપિત થયેલા બિઝનેસીસનો કરવેરા પછીનો નફો 74 ટકા વધીને રૂ.2,038 કરોડ થયો છે.
નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાની નાણાંકિય વિશેષતાઓ (YoY ધોરણે)
- IRM સેગમેન્ટમાં વળતર સુધરવાના કારણે કુલ આવક 84 ટકા વધીને રૂ.25,142 કરોડ થઈ છે.
- MIALની કામગીરી જોડાવાના કારણે એરપોર્ટ બિઝનેસીસમાંથી ઉંચુ યોગદાન પ્રાપ્ત થતાં એબીટા 44 ટકા વધીને રૂ.1538 કરોડ થયો છે.
- સ્થાપિત અને વિકસતા બિઝનેસીસમાં કામગીરી સુધરતાં કરવેરા પછીનો નફો રૂ.234 કરોડ સામે 30 ટકા વધીને રૂ.304 કરોડ થયો છે.
અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી જણાવે છે કે “ભારતના અત્યંત સફળ ઈન્ક્યુબેટર તરીકે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે અદાણી કંપનીઓના પોર્ટફોલિયો સાથે જોડાયેલા નવા રોમાંચક બિઝનેસીસ વિકસાવવાનું ચાલુ રાખ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના હયાત બિઝનેસીસની કામગીરી મજબૂત બની છે અને આગળ જતાં અમને નેટવર્ક્ડ એરપોર્ટ ઈકો-સિસ્ટમ, રોડ અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ગ્રીન ડેટા સેન્ટર જેવા નવા બિઝનેસીસમાં રોમાંચક મજલ દેખાઈ રહી છે. આ ઉપરાંત ન્યૂ એનર્જી બિઝનેસીસ અને ડીજીટલ કન્ઝ્યુમર પ્લેટફોર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીને યોજનાઓનો અમલ કરવાની અમારી ક્ષમતાને કારણે શેરહોલ્ડરોના મૂલ્યમાં વધારો થયો છે. મલ્ટી-ઈન્ડસ્ટ્રી યુનિકોર્નના સૌથી વધુ સૌથી વધુ ઝડપથી ઈન્ક્યુબેટર્સ બનવાની ભારતની ક્ષમતામાં અમારો વિશ્વાસ જળવાઈ રહ્યો છે.”
બિઝનેસ અપડેટસ (નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળો)
નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં વિકસતા બિઝનેસીસનો અપડેટસ
એરપોર્ટસ
ગ્રીનફીલ્ડ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ માટેના સમગ્ર દેવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ.12,770 કરોડની સંપૂર્ણ નાણાંકિય ગોઠવણ થઈ છે, જે મુંબઈને વધુ એક સિમાચિહ્નરૂપ યુટિલિટી પૂરી પાડવામાં એક કદમ આગળ જશે.
નવી મુંબઈ એરપોર્ટ ખાતે ત્રિમાસિક ગાળા દરમ્યાન બાંધકામ શરૂ થઈ ગયું છે.
અહેવાલના ત્રિમાસિક ગાળા દરમ્યાન અદાણી એરપોર્ટસે નીચે મુજબનું સંચાલન કર્યું છેઃ
12.4 મિલિયન પેસેન્જર
96,000 એર ટ્રાફિક મૂવમેન્ટ
1.6 લાખ મિલિયન ટન કાર્ગો
2. માર્ગો
મહારાષ્ટ્રમાં 67 કી.મી.ના કગલ-સતારા રોડ પ્રોજેક્ટસનો રૂ.2,008 કરોડનો LOA પ્રાપ્ત થયો.
ઉત્તર પ્રદેશમાં 464 કી.મી.ના ગંગા એક્સપ્રેસ પ્રોજેક્ટસ માટે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે કન્સેશન એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ સાથે બાંધકામ/ રોડ સંચાલનનો કુલ રોડ પોર્ટફોલિયો વધીને 14 પ્રોજેક્ટસનો થયો, જેમાં 5,000થી વધુ લેન કી.મી.ના એકંદર રોડનો સમાવેશ થાય છે.
3. ડેટા સેન્ટર સેગમેન્ટ- એજકોનેક્સ સાથેના સંયુક્ત સાહસ અદાણી કોનેક્સ
ચેન્નાઈ ડેટા સેન્ટરના બાંધકામની 85 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
નોઈડા ડેટા સેન્ટરના બાંધકામની કામગીરી નાણાંકિય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શરૂ થશે.
અહેવાલના ચોથા ત્રિમાસિક ગાળાની સ્થાપિત બિઝનેસીસ અંગેની તાજી માહિતી
- સોલાર મેન્યુફેક્ચરીંગ
- 1.5 GW ની હયાત ક્ષમતા વિસ્તારીને 3.5 GW કરવાની કામગીરી નાણાંકિય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં પૂરી થશે.
- 0.4 GW ની મજબૂત ઓર્ડરબુકને કારણે કંપની સાતત્યપૂર્ણ વિકાસ સાથે આ સેગમેન્ટમાં વૃધ્ધિ અંગે ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.
- માઈનીંગ સર્વિસીસ
- ગરે પેલ્મા- III, તાલાબીરા અને કુમીતર ખાણોમાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં પ્રોડક્શનના કદમાં અહેવાલના ચોથા ત્રિમાસિક ગાળામાં 28 ટકાનો વધારો થયો છે.
- ઓડીશામાં બિજહાન અને મધ્ય પ્રદેશમાં ગોન્દબહેરા ઉજહેની ઈસ્ટની કોમર્શિયલ કોલસાની ખાણો માટે બે પેટા કંપનીઓ સફળ બીડર પૂરવાર થઈ છે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અંગેઃ
ભારતના સૌથી મોટા બિઝનેસ ઓર્ગેનાઈઝેશન્સમાં સમાવેશ પામતા અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (AEL) વિતેલા વર્ષોમાં ઉભરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસીસમાં ધ્યાન કેન્દ્રિત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે અને આ કંપનીઓનું અલાયદી લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કરી રહી છે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મર જેવા સફળ યુનિકોર્નનું નિર્માણ કરીને કંપનીએ અમારા મજબૂત બિઝનેસીસના પોર્ટફોલિયો મારફતે દેશને આત્મનિર્ભર બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
વ્યૂહાત્મક બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટસના નેક્સ્ટ જનરેશન મૂડીરોકાણો એરપોર્ટ મેનેજમેન્ટ, રોડઝ, ડેટા સેન્ટર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેન્દ્રિત થયા છે, જે વેલ્યુ અનલોકીંગની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. આ બિઝનેસીસને કારણે અમારા શેરહોલ્ડરોને મજબૂત વળતર પ્રાપ્ત થઈ રહ્યું છે. 1994માં ગ્રુપના પ્રથમ આઈપીઓ અદાણી એન્ટરપ્રાઈઝીઝમાં કરાયેલું રૂ.150નું મૂડીરોકાણ વૃધ્ધિ પામીને રૂ.900,000થી વધુ થયું છે.
Leave a Reply