ઓનલાઇન ગેમ, કેસિનો અને હોર્સ રેસને જીએસટીના હાલના ૧૮ ટકાના સ્લેબમાંથી ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફરના પ્રસ્તાવને મંત્રીમંડળના સમૂહએ અંતિમ મંજૂરી આપી છે. આથી હવે ઓનલાઈન ગેમ, કેસિનો અને રેસ હોર્સ પર ઉંચો જીએસટી વસૂલવામાં આવશે.
મીડિયા અહેવાલ અનુસાર આ પ્રસ્તાવ પર તમામ રાજ્યોના નાણાં મંત્રીઓની સમિતિએ અગાઉ સહમતિ દર્શાવી હતી અને હવે મંત્રીઓના સમૂહે પણ તેને સ્વીકારી લીધું છે. હાલ કેસિનો, હોર્સ રેસ અને ઓનલાઇન ગેમિંગ પર ૧૮ ટકા જીએસટી વસૂલાય છે.
ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીએ જીએસટી 18 ટકાથી નીચે રાખવાની માંગ કરી રહી છે, કારણ કે એવો દાવો કરાયો હતો કે ઉંચા કરબોજથી 2.2 અબજ ડોલરના ઉદ્યોગને “ખરાબ રીતે ફટકો” પડશે. ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં હાલ 400 ખેલાડીઓ છે અને લગભગ 45,000 લોકોને રોજગારી આપે છે.
ઉદ્યોગમાં 400 ખેલાડીઓ છે અને લગભગ 45,000 લોકોને રોજગારી આપે છે. GST સત્તાવાળાઓ સમક્ષ તેમની રજૂઆત કરવા માટે ઑનલાઇન કૌશલ્ય-આધારિત ગેમિંગ પ્લેટફોર્મનું એક સંગઠન બનાવવામાં આવ્યું છે.
જો કે આ જીએસટી ગ્રોસ પર વસૂલાશે કે નેટ વેલ્યૂએશન પર તે મુદ્દે જીએસટી કાઉન્સિલની અંતિમ મંજૂરી બાદ જ ખુલાસો મળી શકે છે. મંત્રીમંડળના સૂચનોને આધારે જીએસટી કાઉન્સિલનિ બેઠકમાં સર્વિસિસના વેલ્યૂએશન મેથડ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે શરૂઆતી સટ્ટાકીય રકમ અને ગેમિંગ રકમ પર જ ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેસિનો, ઓનલાઇન રેમિંગ પોર્ટલ્સ અને રેસ કોર્સની સર્વિસની યોગ્ય વેલ્યૂએશન માટે પાછલા વર્ષે મે-2021માં સરકારે રાજ્યના મંત્રોની એક સમિતિની રચના કરી હતી. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની અધ્યક્ષતામાં આ મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી.
Leave a Reply