– અદાણી ગૃપમાં ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપનીનું રોકાણ યુએઇ અને ભારત વચ્ચેના કુલ વેપારના ૪.૮૭% નું પ્રતિનિધિત્વ કરે છે.
– અદાણી સાથે આઇએચસીની ભાગીદારી ૨૦૩૦ સુધીમાં ભારતની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના ૯% પેદા કરશે
– અદાણી ગ્રીન એનર્જી લિ. ૨૦૨૫ સુધીમાં ૨૫ ગીગાવોટ અને ૨૦૩૦ સુધીમાં ૪૫ ગીગાવોટ રીન્યુએબલ ઉર્જાની ઉત્પાદન ક્ષમતા વિકસાવી તેનું સંચાલન કરશે.
અબુ ધાબી સ્થિત વૈશ્વિક વ્યૂહાત્મક રોકાણ કંપની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની PJSC (IHC) એ અદાણી પોર્ટફોલિઓની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL), અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) કંપનીઓમાં રુ.૧૫,૪૦૦ કરોડ (યુએસ ડોલર બે બિલિયન)ના રોકાણનું ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવાની આજે જાહેરાત કરી હતી.
પ્રેફરન્શિયલ ફાળવણી રુટ મારફત ભારતમાં બોમ્બે સ્ટોક એક્ષચેંજ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્ષ્ચેંજ (એનએસઇ) ઉપર લિસ્ટેડ અદાણી ગ્રીન એનર્જી લિ.,અદાણી ટ્રાન્સમિશન લિ. અને અદાણી એન્ટરપ્રાઈઝ લિ.ને ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપની મૂડી પૂરી પાડશે.
આઇએચસીના મુખ્ય કારોબારી અધિકારી અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી સૈયદ બસર શુએબે કહયું હતું કે ’’અમારા વ્યવસાયનું આ વ્યૂહાત્મક વિસ્તરણ અમારા રોકાણ પોર્ટફોલિયોના વિસ્તૃતિકરણ અને વૈવિધ્યીકરણ માટે કંપનીના સંકલ્પ સાથે સંલગ્ન છે. ’’આ ટ્રાન્ઝેક્શન સ્વચ્છ ઉર્જા સંબંધી લાંબા ગાળાની યોજનાઓ માટેની ભારતની સર્વગ્રાહી મહત્વાકાંક્ષાને સીધી અને સકારાત્મક અસર કરશે તેમાં કોઈ શંકા નથી આ સોદો યુએઇ અને ભારત વચ્ચેના કુલ વેપારના ૪.૮૭%નું પ્રતિનિધિત્વ કરે છે, જે ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષ દરમિયાન યુએસડી ૪૧ બિલિયનના આંકડે પહોંચ્યું છે. ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપની અને અદાણી ગ્રૂપ વચ્ચેની ભાગીદારી તેલ ક્ષેત્ર ઉપરાંત યુએઇ અને ભારત વચ્ચેના આર્થિક સંબંધોને વિશાળ પ્રમાણમાં પ્રતિબિંબિત કરે છે.”
ભારતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૩૯૦ ગીગાવોટથી વધુ છે અને રીન્યુએબલ્સ ૧૦૦ ગીગાવોટને વટાવી ગઇ છે. ગયા વર્ષે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની જલવાયુ પરીવર્તન પરિષદમાં ભારત સરકારે ૨૦૩૦ સુધીમાં ભારતની બિન-અશ્મિભૂત (નોન ફોસિલ) ઈંધણ ક્ષમતા ૫૦૦ ગીગાવોટ થઈ જશે એવી જાહેરાત કરી હતી ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપનીનું આ રોકાણ ૨૦૩૦ સુધીમાં દેશને ૪૫ ગીગાવોટ (ભારતની બિન-અશ્મિભૂત ઉર્જાના ૯%) સપ્લાય કરવાની અદાણી જૂથની વિકાસ યોજનાને સમર્થન અને વેગ આપશે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ના એક્ઝિકયુટીવ ડાયરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે ’’ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપની સાથે આ સિમાચિન્હરુપ ટ્રાન્ઝેક્શન આખરી કરવાનો અમોને આનંદ છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ટકાઉ ઉર્જા, આરોગ્ય સંભાળ, અન્ન, આંતર માળખું અને અને ઉર્જા સંક્રમણના ક્ષેત્રમાં વ્યુહાત્મક રોકાણકાર તરીકેની આઇએચસીની પાયાની ભૂમિકાની અમે કદર કરીએ છીએ. આ વ્યવહાર ભારત-યુએઇ સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને આપણા લોકો વચ્ચેના વેપાર અને વિશ્વાસના લાંબા ઇતિહાસને ઉજાગર કરે છે. અમે આ આંતર-પેઢી સંબંધની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે અમે ભારત, મધ્ય પૂર્વ અને આફ્રિકા માટે ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપનીના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને શેર કરીએ છીએ.’’
અદાણી ટ્રાન્સમિશન લિ.ની વિતરણ પાંખ અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ નાણાકીય વર્ષ ૨૧માં રિન્યુએબલ એનર્જીના પ્રવેશને ૩% થી વધારી નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં ૬૦% સુધી લઇ જવા માટે કાયદેસર કરાર કર્યા છે.આ પરિવર્તન પ્રવાસમાં આઇએચસીનું રોકાણ અદાણી ટ્રાન્સમિશન લિ.ને પ્રચંડ તાકાત આપશે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.મારફત આગામી ૯ વર્ષોમાં ઔદ્યોગિક ઉર્જા અને ગતિશીલતાના ડીકાર્બોનાઇઝેશન પર લક્ષ્ય સામે રાખીને નવા ગ્રીન હાઇડ્રોજન વર્ટિકલની રચના કરવા માટે યુએસડી ૫૦ બિલિયનનું રોકાણ કરવાની દીશામાં તૈયારીઓ હાથ ધરી છે..
ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપની વિષે
‘અબુ ધાબીના વિઝન ૨૦૩૦’ને સંલગ્ન રહીને યુનાઇટેડ આરબ એમિરાતમાં બિન-તેલ વ્યવસાય ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ અને વૃદ્ધિ કરવાની પહેલના ભાગ રૂપે ૧૯૯૮માં ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રદેશના સૌથી મોટા સમૂહ પૈકીની એક ADX લિસ્ટેડ કંપની ટકાઉપણું, નવીનતા અને આર્થિક વૈવિધ્યકરણ પહેલને અમલમાં મૂકવાનો પ્રયાસ કરે છે. ઇન્ટર નેશનલ હોલ્ડીંગકંપની FTSE ADX 15 ઇન્ડેક્સ (FADX 15) માં સમાવિષ્ટ છે, જે ADX પર ટોચની ૧૫ સૌથી મોટી અને સૌથી વધુ તરલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. 2021 માં હોલ્ડીંગ કંપનીની કુલ અસ્કયામતો AED 87 બિલિયન જ્યારે કુલ આવક 303% વધીને AED 28,562 બિલિયન સુધી પહોંચી હતી.
હોલ્ડીંગ કંપનીનો સંપાદન, વ્યૂહાત્મક રોકાણો અને બિઝનેસ સંયોજનો દ્વારા તેના પોર્ટફોલિયોને વધારવાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે. ૩૦ થી વધુ એકમો અને ૨૨,૩૪૫ કર્મચારીઓને સમાવતી કંપની રિયલ એસ્ટેટ, કૃષિ, હેલ્થકેર, ફૂડ એન્ડ બેવરેજ, યુટિલિટીઝ, ઇન્ડસ્ટ્રીઝ, આઇ.ટી. અને કોમ્યુનિકેશન્સ, રિટેલ અને મનોરંજન સહિતના ક્ષેત્રોની વધતી જતી સંખ્યામાં તેના હોલ્ડિંગને વિસ્તારવા અને વૈવિધ્યીકરણ કરવાનો પ્રયાસ કરે છે.
શેરહોલ્ડરનું મૂલ્ય વધારવા અને વૃદ્ધિ હાંસલ કરવાની મુખ્ય વ્યૂહરચના સાથે, હોલ્ડીંગ કંપની ઓપરેશનલ સિનર્જી સાથે ખર્ચ કાર્યક્ષમતાને ઉંચે લઇ જાય છે.કંપની સીધી માલિકી દ્વારા રોકાણની તકોનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખવા સાથે અમિરેટ્સ અને વિદેશમાં ભાગીદારી કરે છે. વૈશ્વિક પરિવર્તન સાથે ઉભી થતી નવી તકો સાથે તાલમેલ સાથીને કંપની સ્થિતિસ્થાપકતા, નવીનતા અને પોતાના તેમજ તેના ગ્રાહકો અને તેના ભાગીદારો માટે બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા પર કેન્દ્રિત રહેતી આવી છે.
અદાણી ગ્રીન એનર્જી લિ. વિષેઃ
ભારત સ્થિત અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), ૨0.૪ GW 4 ના એકંદર પોર્ટફોલિયો સાથે સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો પૈકનો એક ધરાવે છે, જેમાં ઓપરેટિંગ, નિર્માણ હેઠળ, એવૉર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, બનાવે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને વિવિધ રાજ્ય ડિસ્કોમનો સમાવેશ થાય છે. 2018 માં લિસ્ટેડ, અદાણી ગ્રીન એનર્જી લિ. મેરકોમ કેપિટલ, યુએસ સ્થિત થિંક ટેન્કે તાજેતરમાં અદાણી જૂથને વૈશ્વિક સોલાર પાવર જનરેશન અસ્ક્યામતોના માલિક નં.૧ તરીકે ગણાવી છે.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ:
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) એ ભારતના સૌથી મોટાં ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ગણના પામતા અદાણી જૂથની વીજળી ટ્રાન્સમિશન અને વિતરણ વેપારની પાંખ છે. ATL ૧૮૮૭૫, ckm નું એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવતી દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, આ પૈકી ~૧૪,૨૭૯ ckm કાર્યરત છે અને ૪,૫૯૬ ckmનું કાર્ય નિર્માણના વિવિધ તબક્કામાં છે. કંપની મુંબઈમાં આશરે ૧૨ મિલીઅનથી વધુ ગ્રાહકોને વીજ સેવા પૂરી પાડી રહી છે. આગામી વર્ષમાં ભારતની ઉર્જા જરૂરિયાત ચાર ગણી થવાની છે ત્યારે ATL મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનવા માટે સજ્જ છે. વર્ષ 2022નું ‘પાવર ફોર ઓલ’નું ધ્યેય સાકાર કરવા માટે છુટક ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાની કામગીરી પૂરા જોશ અને ઉત્સાહ સાથે કરી રહી છે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અંગેઃ
ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL) એક ફ્લેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ લિ. અને અદાણી વિલ્મર લિ.જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં નોંધપાત્ર પ્રમાણમાં કામ કર્યું છે. તેના વ્યૂહાત્મક મૂડીરોકાણો, એરપોર્ટ મેનેજમેન્ટ, રોડ, ડેટા સેન્ટર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આસપાસ કેન્દ્રિત થયા છે, જે મૂલ્યના બંધનોને ખોલવા માટેનો ઉલ્લેખનિય વ્યાપ ધરાવે છે.
Leave a Reply