ચોમાસા પૂર્વે આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ

– ચોમાસા પૂર્વે કચ્છનું તંત્ર સાબદુ બન્યુ

– પૂર્વ તૈયારી અને આયોજન બાબતે કલેક્ટરે માર્ગદર્શન આપ્યુ

– પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસરોને તેમના સ્તરેથી પૂર્વ તૈયારી, વ્યવસ્થા આયોજન સ્થાનિકે લાયઝન નીમી કરવા જણાવાયું 

આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને વર્ષાતુ 2022ના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 30 મુદાઓ પર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરઓ અને સબંધિત અધિકારીઓને પૂર્વ તૈયારી માટેની તૈયારી, આયોજન અને વ્યવસ્થા અંગે પૃચ્છા કરવામાં આવી હતી.

ચોમાસામાં સંદેશાવ્યવહાર માટે બીએસએનએલ અને સબંધિતોને તમામ સરકારી કચેરીઓ અને કન્ટ્રોલરૂમના લેન્ડલાઇન ફોન, ફેક્ષ મશીન ચાલુ રહે તેવું કહેવાયું બચાવ સાધનોની વર્કીંગ કન્ડીશન, નીચાણવાળા વિસ્તારો, અસરગ્રસ્ત વિસ્તારો લોકોની બચાવ કામગીરી, પુરરાહત બાબતના કન્ટ્રોલરૂમ, કાયદો વ્યવસ્થા, જિલ્લાના 20 ડેમોની, નદીઓ કેનાલની સફાઇ, સ્થળાંતર માટેની તૈયારી, વરસાદી સ્થિતિમાં પીવાના પાણીની વ્યવસ્થા, કેનાલ પાઇપલાઇન, જર્જરીત રોડ રસ્તાઓ અને મકાનો બિલ્ડીંગની ચકાસણી, પાણી નિકાલ વ્યવસ્થા સબંધિતોને કરવા, નડતરરૂપ વૃક્ષો કાપવા, ઘાસ સાચવણી, રોગચાળો ન ફેલાય તેની તકેદારી બાબત, દરિયો તોફાની બને તેવા સંજોગોમાં કરવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા જળવાય તે માટે આયોજન, પશુઓમાં રોગચાળા ના ફેલાય, આંગણવાડીની તકેદારી અંગે, નગરપાલિકાઓના ચીફ ઓફિસરએ નહેરો,ગટરો, પાણીના ટેન્કરોની વ્યવસ્થા, પાણી નિકાલ વ્યવસ્થા, પૂર્વ તૈયારી બાબતે ચર્ચા કરાઇ હતી.

જિલ્લાના નીચાણવાળા ગામ, વિસ્તારોમાં કેરોસીન, ખાધ સામગ્રીનો બે માસનો જથ્થો અગાઉથી પહોંચાડવો, અવિરત વીજ પુરવઠો જળવાય તે  અંગેની વ્યવસ્થા, જિલ્લા પંચાયતનો આપત્તિ વ્યવસ્થાપન, આપત્તિ સમયે પ્રસાર પ્રસાર માધ્યમોથી લોકોને જાગૃત, સચેત રાખવા, સાવચેતીના સૂચનો વગેરે મીડીયા માધ્યમોથી પ્રસારીત કરવા, જો પુરની સ્થિતિ સર્જાય તો લોકોના સ્થળાંતરની શાળાની માહિતી, લોકોની રહેવા, જમવાની વ્યવસ્થા કરવી તેમજ અસરગ્રસ્તોને તકલીફ ના પડે તેની વ્યવસ્થા, જેસીબી, ટ્રક, સરકારી વાહનોની સ્થિતિ, તૈયારી, કામદારોની વિગતો, ગ્રામ પંચાયત કક્ષાએ આફતની સ્થિતિ વ્યવસ્થા અંગે વરસાદ માપક યંત્રની કાર્યક્ષમતા ચકાસણી,  DDMP, TDMP, VDMP, SDRN અપડેટ કરવા તેમજ કોઇ ઘટના બનતા પ્રથમ જાણકારી જિલ્લા કન્ટ્રોલ રૂમ નં. 02632-252347 તથા કચ્છ ડીઝાસ્ટર મેનેજમેન્ટ વોટસએપ ગ્પમાં કરવા સૂચના અપાઇ હતી.

કલેકટર પ્રવિણા ડી.કે. અને નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ સબંધિત સર્વેને સૂચનો માર્ગદર્શન આપ્યું હતું તેમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ પણ માહિતી પુરી પાડી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસરોને તેમના સ્તરેથી પૂર્વ તૈયારી, વ્યવસ્થા આયોજન સ્થાનિકે લાયઝન નીમી કરવા જણાવાયું હતું. જરૂર પડે ગામદીઠ એક અને નગરપાલિકા વોર્ડ દીઠ-1 વ્યકિત અને સંપર્ક ડિઝાસ્ટર શાખાને કરવા પણ આ તકે જણાવાયું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: