સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યના ટ્યુશન અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસિસના સંચાલકોના 54 સ્થળોએ પાડેલા રાજ્યવ્યાપી દરોડામાં રૂ. 42 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે.
જીએસટી વિભાગ દ્વારા 10 કોચિંગ-ટ્યુશન સંચાલકોના 54 સ્થળોએ પાછલા સપ્તાહે રાજ્યવ્યાપી દરોડા પાડીને તેમના દસ્તાવેજો જપ્ત કરીને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ કોચિંગ સંસ્થાઓના રૂ. 42 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા અને તેની ઉપર યોગ્ય રીતે કરવેરાની ચૂકવણી ન કરાઇ હોવાનું જણાયુ હતુ. આવા વ્યવહારો ઉપર કોચિંગના સંચાલકોએ ભરવાપાત્ર રૂ. 6 કરોડના કરવેરાની સામે માત્ર રૂ. 1.85 કરોડનો જ ટેક્સ ચૂકવ્યો છે. બાકી ટેક્સ અને દંડની વસૂલાત માટે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ કેસમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે.
જીએસટી વિભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરાવતા અને ધોરણ 10થી 12ના વિદ્યાથીઓને ટ્યુશન આપતા એકમો પર એક સાથે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. જેમાં જીએસટી વિભાગે અમદાવાદ, ગાંધીનગર, સુરત, સુરેન્દ્ર નગર, આણંદ, જૂનાગઢ, નવસારી, મહેસાણા, ભાવનગર, ગોધરા, હિંમતનગર ખાતેના ટ્યૂશન સંચાલકો પર રેડ પાડીને તપાસ કરી હતી. આ કોચિંગ ક્લાસિસના સંચાલકોએ કરચોરી કરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સર્વિસ સેક્ટર સંશોધન હાથ ધર્યુ છે, જેમાં સર્વિસ સેક્ટર અન્વયે વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડતા વ્યાવસાયિકો દ્વારા યોગ્ય રીતે પુરતો જીએસટી ચૂકવવામાં આવે છે કે નહીં? તેનું સિસ્ટમ આધારિત એનાલિસિસ અને માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેથી 13 કોચિંગ અને ટ્યુશન ક્લાસિસના સંચાલકોના રાજ્યવ્યાપી 48 ઠેકાણાંઓ પર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
ક્રમ | કોચિંગ ક્લાસિસનું નામ | ક્યાં શહેરમાં દરોડા પાડ્યા |
1 | વર્લ્ડ ઇનબોક્સ નોલેજ શેરિંગ પ્રા.લી. | ભાવનગર, ગાંધીનગર અમદાવાદ, મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગર, સુરેન્દ્રનગર, જામનગર, દાહોદ, મોરબી, વડોદરા, સુરત અને વ્યારા |
2 | વર્લ્ડ ઇનબોક્સ એડ્યુ. પેપર પ્રા.લિ. | ભાવનગર |
3 | વર્લ્ડ ઇનબોક્સ એકેડમી | ભાવનગર, અમદાવાદ, રાજકોટ, હિંમતનગર |
4 | સ્વામી વિવેકાનંદ એકેડમી | ગાંધીનગર, ભાવનગર |
5 | વિવેકાનંદ એકેડમી | ગાંધીનગર |
6 | કિશોર ઇન્સ્ટિટ્યૂટ | ગાંધીનગર |
7 | યુવા ઇપનિષદ ફાઉન્ડેશન | સુરત, નવસારી |
8 | વેબસંકુલ પ્રા.લિ. | ગાંધીનગર, અમદાવાદ, જામનગર, ભાવનગર |
9 | જીપીએસસી ઓનલાઇન | ગાંધીનગર |
10 | વેબસંકુલ કોમ્પ્યુટર ક્લાસિસ | ગાંધીનગર |
11 | કોમ્પિટિટિવ કેરિયર પોઇન્ટ | જૂનાગઢ |
Leave a Reply