– ડેમોમાંથી પોણા ભાગનું પાણી ખલાસ
– આકરી ગરમી વચ્ચે પાણી તેમજ ઘાસચારાની અછતને કારણે કચ્છ જિલ્લામાં પશુઓની દયનીય હાલત
ઉનાળો પીછેહઠ કરવાનું નામ લઈ રહ્યો નાથી અને ગરમી દિવસેને દિવસે જોર પકડી રહી છે જેના કારણે પાણીની માંગમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. આ સાથે જ ભારે ગરમીને કારણે જળાશયોમાંથી પાણી પણ સૂકાવા લાગતાં ચિંતામાં વાધારો થઈ રહ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે ભારે ગરમીને કારણે કચ્છના ડેમોમાંથી પોણાભાગનું પાણી ખલ્લાસ થઈ જતાં હવે વરસાદ જ તારણહાર બની રહેશે.
બીજી બાજુ રાજ્યને પાણી પૂરું પાડનારા ૧૭ જેટલા મુખ્ય ડેમોમાં અત્યારે માત્ર ૪૬% પાણી જ બચ્યું છે એટલા માટે જો વરસાદ ‘મહેરબાન’ નહીં રહે તો ગંભીર જળસંકટના ભણકારા પણ વાગી રહ્યા છે. પાછલા દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની મોકાણ સર્જાઈ હતી ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ જળસંકટના ડાકલાં વાગવા લાગ્યા છે. ગુજરાતના ૨૦૭ ડેમોમાં અત્યારે ૪૬% જેટલો પાણીનો જથૃથો બાકી રહ્યો છે. સૌથી વાધુ કફોડી હાલત ઉત્તર ગુજરાતની છે જ્યાંના ૧૫ ડેમોમાં માંડ ૧૩.૬૯% ટકા જેટલું જ પાણી બાકી રહ્યું છે. આવી જ રીતે કચ્છના ૨૦ ડેમોમાં ૧૬.૯૦% જેટલો જળજથૃથો બાકી રહ્યો છે.
અત્યારે રાજ્યના અનેક ગામડાઓ એવા છે જ્યાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને તેના લીધે જ અત્યારે ટેન્કોરોના ફેરામાં પણ વાધારો જોવા મળી રહ્યો છે. આકરી ગરમી વચ્ચે પાણી તેમજ ઘાસચારાની અછતને કારણે પશુઓના પણ ટપોટપ મોત નિપજી રહ્યા છે
ત્યારે આવનારા દિવસોમાં જો સૂરજદાદા હળવા નહીં થાય તો સિૃથતિ વાધુ વણસી જશે. આ બાધાની વચ્ચે ચિંતાની વાત એ પણ છે કે હવામાન વિભાગ તેમજ ખાનગી હવામાન એજન્સી દ્વારા પણ આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે ત્યારે જો ચોમાસું આગાહી પ્રમાણે જ સામાન્ય રહેશે તો પાણીની ગંભીર અછત સર્જાશે.
Leave a Reply