એરપોર્ટના વિકાસ માટે અદાણીએ૨૫૦ મિલી ડોલરનું ધિરાણ મેળવ્યું

દેશના ૬ એરપોર્ટમાં મુસાફર જનતાને શ્રેષ્ઠ સગવડો આપવાના ધ્યેયથી ધિરાણ મેળવ્યું

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) દ્વારા સંપ્રાપ્ત અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) સમગ્ર ભારતમાં મુખ્ય એરપોર્ટનો વિકાસ અને સંચાલન કરે છે.

અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.એ વધારાના ૨૦૦ મિલી.યુએસ ડોલર એકત્ર કરવાના વિકલ્પ ખુલ્લો રાખી બે આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી ૩-વર્ષની ECB સુવિધા મારફત ૨૫૦ મિલી.ડોલર એકત્ર કર્યા છે.

આ ધિરાણનો ઉપયોગ દેશના ૬ વિમાન મથકોના વિકાસ અને મૂડીખર્ચ માટે થશે

આ ટ્રાન્ઝેક્શન એએએચએલની મૂડી વ્યવસ્થાપન યોજનાના પ્રથમ પગલાની પૂર્ણતાની નિશાની છે

તાજેતરમાં અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ્સ લિ.એ મુંબઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (MIAL) એપોલો સાથે  ૭૫૦ મિલી.યુએસ ડોલર પ્રાઈવેટ પ્લેસમેન્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. ણણણ .(NMIAL) નું ૨.૭૪ બિલીઅન ડોલરનું  ફાઇનાન્સિયલ ક્લોઝર આખરી કર્યું છે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)એ કંપનીના સંચાલન હસ્તકના દેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી આજે ​​સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (SCB) અને બાર્કલેઝ બેંક PLCના કન્સોર્ટિયમમાંથી ૩-વર્ષની ECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે ૨૫૦ મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતાપૂર્વક આખરી કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સુવિધામાં વધારાના ૨૦૦ મિલીઅન ડોલર એકઠા કરવાનો વિકલ્પ છે.આ નાણાકીય ઢાંચો સમયની માંગને અનુરુપ વિમાની મથકના માળખામાં પરિવર્તનશીલ પ્લેટફોર્મ પુરુ પાડવાના અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.ના દ્રષ્ટીકોણને અનુરૂપ વિશ્વના મૂડી બજારોને ટેપ કરવા માટે સાનુકૂળતા સાથે સ્કેલેબલ મૂડી ઉકેલને સક્ષમ કરે છે.

B2C ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ. (AAHL)અદાણી પોર્ટફોલિયોનું તેજતરાર  નેતૃત્વ કરી રહી છે. ભૌતિક અને ડિઝીટલ ચેનલો મારફત કંપનીના વ્યવસાયમાં ગ્રાહકોની સુખાકારીનું હિત કેન્દ્ર સ્થાને છે. 

કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે “અમે અમારા ગ્રાહકોને ભૌતિક અને ડિજિટલ ચેનલો દ્વારા ઉચ્ચ ગુણવત્તાની માળખાકીય સુવિધા પૂરી પાડવા ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે,” ” અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.,મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. અને નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.ના ભંડોળ સાથે મૂડી વ્યવસ્થાપનની અમારી યોજનાનો પ્રથમ તબક્કો હવે સૂનિશ્ચિત દીશામાં ગતિમાં છે, અમારું હવેનું લક્ષ્ય વિશ્વ કક્ષાએ એરપોર્ટના વ્યવસાયને  વિશાળ એરપોર્ટ પ્લેટફોર્મ્સ પૈકીના એકમાં ઉમેરો કરવા ઉપર રહેશે. આ તકે અમે અમારા હિતધારકો અને પ્રવાસી જનતાનો સતત સહકાર અને અમારા પરના અતૂટ ભરોસા માટે તેમના આભારી છીએ.”

અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.(AAHL) દ્વારા આ ફાળવણી તેના મૂડી વ્યવસ્થાપનની તેની યોજનાનું સૌ પ્રથમ સીમાચિહ્નરૂપ છે. તાજેતરમાં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.એ એપોલોનું ૭૫૦

 મિલી.યુએસડોલરની માતબર રકમનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ અને નવી મુબંઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.(NMIAL) માટે ડોમેસ્ટિક બેંકિંગ સિસ્ટમમાંથી ૧.૭૪ બિલી. યુએસ ડોલરનું ફાઇનાન્સિયલ ક્લોઝર કર્યુ હતું. આ સાથે, અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ. (AAHL)એ યુએસ ડોલર ૨.૭૪ બિલીઅન સુધીની મૂડીના ત્રણ અલગ-અલગ પૂલને ટેપ કર્યા છે. જાહેર મૂડી બજારોને ટેપ કરવા અને માળખાગત વિકાસ માટે લાંબા ગાળાના મૂડી સ્ત્રોતોમાં દાખલ થવાની કાબેલિયત પ્રાપ્ત કરવા તેમજ  બાંધકામની વધુ સુવિધાઓને સમાવતી બાબતો માટે કંપની હવે  મૂડી વ્યવસ્થાપનની તેની યોજનાના આગામી તબક્કા માટે સજ્જ છે.

અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ. (AAHL)  એક સંકલિત એરપોર્ટ નેટવર્ક છે જેમાં શહેરની મધ્યમાં આસપાસ આવેલા આઠ એરપોર્ટનો સમાવેશ થાય છે જે ટોચના ૧૦ સ્થાનિક રૂટના ૫૦%, કુલ ભારતીય હવાઈ ટ્રાફિકના ૨૩% અને ભારતના હવાઈ કાર્ગોના ૩૦%ને નિયંત્રિત કરે છે. અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.ના સંચાલન હસ્તકના એરપોર્ટ ઉપરથી ૨ કરોડ પ્રવાસી જનતાના આવાગમનનું સંચાલન સંભાળે છે જેમાં બિન-પ્રવાસીઓ પણ સામેલ છે.

કંપની સંયુકત રાષ્ટ્ર સંઘના ટકાઉ વિકાસના લક્ષ્યો જેમાં પોષણક્ષમ અને સ્વચ્છ ઊર્જા, ટકાઉ શહેરો અને સમુદાયો, જલવાયુ પગલાનો સૌર ઉર્જા ઇન્સ્ટોલેશન પ્રોજેકટ્સ, ઇલેકટ્રિક વાહનનો ઉપયોગ, ગ્રીન બિલ્ડીંગ્સ, LED lampsમાં રુપાંતર જેવી પહેલ મારફત ચોક્કસ ધ્યાન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

અદાણી એરપોર્ટસહોલ્ડીંગ્સ લિ. (AAHL)

સંકલિત આંતર માળખું  અને પરિવહન  વ્યવસાયમાં વૈશ્વિક સ્તરે સરાહનિય અગ્રણી બનવાના તેના વિઝનને અનુરૂપ અદાણી ગ્રુપે સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ માટે સૌથી વધુ બોલી લગાવનાર કંપની તરીકે ઉભરીને એરપોર્ટ સેક્ટરમાં તેનું પહેલું સાહસ કરીને અમદાવાદ,લખનવ, મેંગલુરુ, જયપૂર ગૌહતી અને તિરુવનંતપુરમ હસ્તગત કરીને આ ૬ વિમાન મથકો માટે એરપોોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીઆ સાથે કન્સેસન એગ્રીમેન્ટ કર્યા છે.અદાણી સમૂહે આ છ એરપોર્ટ પૈકી અગાઉ થી જ  અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એરપોર્ટના સંચાલન અને વ્યવસ્થાપનની કામગીરી સંભાળી લીધી છે. ગ્રૂપના સમગ્ર એરપોર્ટ બિઝનેસને સાંકળવા માટે, અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને ૨જી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની ૧૦૦% અનલિસ્ટેડ પેટાકંપની તરીકે સામેલ કરવામાં આવી હતી.

અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ્સ લિ (AAHL) મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડમાં ૭૩% હિસ્સો ધરાવે છે, જે બદલામાં નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.(NMIAL)માં ૭૪% ધરાવે છે.તેના મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ સાથે  કંપની હવે ભારતની સૌથી મોટી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની છે, જે એરપોર્ટ ફૂટફોલનો ૨૫% હિસ્સો ધરાવે છે અને ભારતના ૩૩% એર કાર્ગો ટ્રાફિક ઉપર વર્ચસ્વ ધરાવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: