– મુંદ્રા અને નખત્રાણાની 42 શાળાઓના 10,000 બાળકોએ ભાગ લીધો
ઉનાળાની કાળજાળ ગરમીમાં વિદ્યાર્થીઓને નવતર પ્રવૃત્તિઓથી ઠંડક મળી રહે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત બે સત્રોમાં આયોજીત આ સમર કેમ્પમાં મુન્દ્રા અને નખત્રાણા તાલુકાના 25 ગામોની 42 શાળાઓના 10,000 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કેમ્પમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પૂરતી તાલીમ સાથે તૈયાર કરવામાં આવ્યા હતા.
સમર કેમ્પ સેશન-1 ની શરૂઆત વેકેશન પડતાની સાથે 29 એપ્રિલથી અને 9-મે દરમિયાન કરવામાં આવી. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા નકલ લેખન, ઓરીગામી, ગ્રુપ વાંચન, પુસ્તક સમિક્ષા, પપેટ રચના, ટેબલ લેખન, પેઇન્ટિંગ, ક્રોસ શબ્દ, ફેમલેસ રસોઈ, સ્પેલેથોન, પેપર બેગ / ગ્રીટિંગ કાર્ડ નિર્માણ, ટેલેન્ટ શો અને ડોક્યુમેન્ટરી જેવી અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી. સમર કેમ્પમાં બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાકાર કરી શકે તેવો ભરસક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉત્થાન સહાયકો દ્વારા બાળકોમાં રહેલા ટેલેન્ટ પારખી તેને નિખારવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી બાળકોમાં નવું શીખવાની એક આદત કેળવાઈ હતી. બાળકોની મોટર સ્કિલ, વ્યક્તિત્વ ઘડતર, અને ઇમોશનલ ઇન્ટેલિજન્સની દિશામાં પ્રગતિ થાય તે માટે “ઉત્થાન સહાયકો” એ બાળકોને માર્ગદર્શન કર્યુ હતું.
10 દિવસીય સમર કેમ્પના અંતિમ દિવસે વિદ્યાર્થીઓએ કરેલી વિવિધ પ્રવૃત્તિઓનું ડિસપ્લે કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ, પંચાયતી સભ્યો, અગ્રણીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. ઉત્થાન દ્વારા કરવામાં આવેલ આયોજનમાં શાળાના શિક્ષકો, વાલીઓ અને વડીલોએ સાથ-સહકાર આપ્યો હતો.
બાળકની આસપાસનું વાતાવરણ તેના સર્વાંગી વિકાસમાં સૌથી મહત્વનું ભૂમિકા ભજવતું હોય છે! જો તેમને સતત કાંઈક નવીનત્તમ મળતું રહે તો બાળકોનો બહુમુખી વિકાસ થઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં આ બંને મળવું ખૂબ મુશ્કેલ છે. તેવામાં આ સમર કેમ્પની પહેલે બાળકોના જીવનમાં એક નવો ઉત્સાહ અને દિશા આપી છે. ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા પ્રાથમિક શિક્ષણને ઉચ્ચત્તમ કરવા અવારનવાર શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.
Leave a Reply