– હોસ્પિ.માં આવતા દર્દીઓને સાંભળો, સમજો અને વિશ્વાસ સંપાદન કરો
– કોલેજમાં આવકાર સમારંભ યોજાયો
અદાણી મેડિકલ કોલેજમાં વર્તમાન સત્રથી ત્રણ વર્ષ માટે વિશિષ્ટ અને ઇચ્છિત વિષયમાં એમ.એસ.એમ.ડી થવા જોડાયેલા ૪૩ રેસિ. ડો.જી.કે. જનરલમાં દર્દીઓની સારવાર કરશે. અને કોલેજમાં અભ્યાસ (પી.જી) પણ કરશે. સમગ્ર ગુજરાતમાથી આવેલા તમામ ૪૩ તબીબોને આવકારવા આયોજિત કાર્યક્રમમાં દર્દીને ઉત્તમ સેવા આપવાની શીખ તેમને આપવામાં આવી હતી.
મેડિકલ કોલેજના લેકચર હોલમાં યોજાયેલા આ આવકાર સમારંભમાં જી.કે. જન.હોસ્પિ.ના મેડી.ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈએ હેલ્થકેર સિસ્ટમમાં રેસિ.ડો.ની ભૂમિકા સમજાવતા કહ્યું કે, હવે તેમને વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જે દર્દી પાસેથી મળશે. એટ્લે તેમની દ્રષ્ટિએ દર્દી પ્રથમ હોવા જોઈએ. દર્દીને સાંભળો, સમજો અને તેમનો વિશ્વાસ સંપાદન કરો. તેમજ જિજ્ઞાસાવૃત્તિ દાખવશો. તો પી.જી. અભ્યાસનો માર્ગ મોકળો બની જશે.
કાર્યક્રમના પ્રારંભમાં કોલેજના ડીન ડો.એ.એન.ઘોષે સ્વાગત પ્રવચન કરતાં સુંદર શિક્ષણ આપવાની ખાતરી આપી હતી. ચીફ મેડી.સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણી રેસિ.ડો.ને જે ક્ષેત્રમાં હોવ ત્યાં સો ટકા પ્રદાન આપવા કહ્યું હતું.જ્યારે ડીન ડો. એન.એન.ભાદરકાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કોલેજના શૈક્ષણિક વિભાગના સિની.એક્ઝિક્યુટિવ ડો. મોનાલી જાનીએ સંચાલન અને ગેઇમ્સની એકેડેમીક ટીમે આયોજન કર્યું હતું.
આ પ્રસંગે જી.કે. જન. હોસ્પિ.ના તમામ વિભાગોના હેડ ઉપસ્થિત રહ્યા હતા. આમ, ૪૩ તબીબો રેસિ. ડો. તરીકે મળતા દર્દીની સારવાર વધુ સઘન બનશે.
Leave a Reply