– ભાજપના પ્રદેશ અધ્યક્ષના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થશે
કચ્છ યુનિવર્સિટી ખાતે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા ભુજ સમસ્ત જૈન સંઘના સહકારથી આચાર્ય મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજી ગાંધી આઇએએસ ટ્રેનિંગ સેન્ટરનું તા. 14/5ના લોકાર્પણ કરાશે. આ અવસરે ખાસ ઉપસ્થિત રહેનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષની રજત તુલા કરાશે.
કચ્છ યુનિવર્સિટી ખાતે સવારે યોજાનારા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાશે. આ તકે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, કચ્છના પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલા, સાસંદ વિનોદ ચાવડા, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, બુધ્ધિસાગર સમાધિ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુખ્ય દાતા મેહુલ ગાંધી, જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા, મહેન્દ્ર પટેલ, હિતેશ ચૌધરી, ધારાસભ્યો વાસણભાઈ આહિર, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો. જયરાજસિંહ જાડેજા, નગર પ્રમુખ ઘનશ્યામ ઠક્કર તથા સંતો મહંતો ઉપસ્થિતિ રહેશે.
આ અવસરે એમ્બ્યૂલન્સનું લોકાર્પણ અને ભુજ શહેર તથા તાલુકાની આંગણવાડીના કુપોષિત 740 જેટલા બાળકોને સુપોષિત કીટ વિતરણ પણ કરાશે. બુધ્ધિસાગર સૂરીશ્વરજી સમાધિ ટ્રસ્ટ દ્વારા 51 લાખનું અનુદાન કચ્છ યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે તેમ માધાપર જૈન સમાજના પ્રમુખ અને તેરા તુજકો અર્પણનાં અધ્યક્ષ હિતેશ ખંડોરે જણાવ્યું હતું.
Leave a Reply