મુંદરા ખાતે અદાણી વિલ્મરની લોક-સુનાવણી યોજાઈ

અર્થતંત્રને વેગ અને રોજગારી આપે એવા ઉદ્યોગોને અમે આવકારીએ છીએ: સ્થાનિકો

અદાણી વિલ્મરના વિસ્તરણ અંગેની પર્યાવરણીય લોક-સુનાવણી યોજાઇ હતી, મુંદરા ખાતે આવેલ અદાણી વિલ્મર લી. ના પ્લાન્ટના વિસ્તરણથી આકાર લેનાર પ્લાન્ટ અંગેની લોકસુનાવણીમાં આસપાસના લગભગ 21 ગામોના લોકો દ્વારા હાજરી આપવામાં આવી હતી તથા સમગ્ર લોકસુનાવણી યોજાઈ હતી.

આ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારી શ્રી કે.બી. ચૌધરી(પ્રાદેશિક અધિકારી શ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પૂર્વ કચ્છ) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમને યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી. લોકસુનાવણીના અધ્યક્ષ પદે કચ્છ કલેકટર વતી શ્રી હનુમંતસિંહ એમ. જાડેજા (રહેવાસી અધિક કલેક્ટર શ્રી, કચ્છ) ઉપસ્થિત રહી, તેઓ એ જણાવ્યું હતું કે લોકોને પોતાના વિચારો લેખિત અને મૌખિકમાં રજૂ કરી શકશે.

ત્યારબાદ લોકસુનાવણી શરૂ થયેલ અને આ લોકસુનાવણીમાં ઉપસ્થિત લોકો દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા જેની નોંધ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રને સીમિત રાખીને ચાલતું નથી પરંતુ લોક સુખાકારી દ્વારા જીવનના ધબકાર ઝીલતું વૈશ્વિક ગ્રુપ છે. આ ગ્રુપ અનેક દિશામાં પાંખો ફેલાવી છે સાથે સમાજને બેઠું કરવા પણ કૃતનિશ્ચયી છે.

અત્રે એ મહાન અને ધ્યાનાકર્ષિક કાર્ય છે કે અદાણી વિલ્મરએ કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના ભાગરૂપે દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોમાં કુપોષણ અને એનિમિયા સામેની લડાઈમાં અદાણી ગ્રુપ ની CSR શાખા અદાણી ફાઉન્ડેશન સાથે કાર્યરત છે.

મુન્દ્રા ખાતે અદાણી વિલ્મર દ્વારા પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અનેક ફાયદા છે. ઉત્પાદનથી દેશનું અર્થતંત્ર તો વેગવંતુ બનશે પરંતુ જન સમુદાયના એક વર્ગ માટે કરવામાં આવનાર કામ અને તેની જીવનદીશા બદલનારું કામ સામાજિક નવચેતનાની દિશામાં અદેકારું બની રહેશે.

પાણીનું વ્યવસ્થાપન:

અદાણી વિલમાર દ્વારા અત્યારે APSEZL પાસેથી પાણી મેળવવામાં આવી રહ્યું છે સાથે યોજના દ્વારા ઉત્પન્ન થનારા પાણીને રિસાઈકલ કરી કુલિંગ ટાવરમાં તથા બાગકામમાં ઉપયોગમાં લેવાશે, આજુબાજુ ના પર્યાવરણનું જતન થાય તે માટે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અને સેન્ટ્રલ બોર્ડના તમામ ધારા ધોરણ લાગુ કરવામાં આવ્યા છે.

પ્રોજેક્ટ ના લાભ :

મેક ઈન ઇન્ડિયા અંતર્ગત આધુનિક ટેક્નોલોજી દ્વારા ઉત્પાદન, પ્રોજેક્ટના બાંધકામ માટે કુશળ – બિનકુશળ શ્રમિકોને રોજગારી, આ ઉપરાંત ઉપર જણાવ્યા મુજબ સામાજિક રોકાણ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, સ્વચ્છતા, માળખાગત સુવિધા અને અન્ય ક્ષેત્રોને સુધારવામાં મદદ કરશે.

અત્રે ઉપસ્થિત લોકોના સૂચનોના કંપનીના એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી શાલિનભાઇ શાહે મુદ્દાસર અને સંતોષકારક જવાબો આપ્યા હતા. જ્યારે લોકોની આરોગ્ય-શિક્ષણની સુખાકારીના સૂચનોના પ્રત્યુત્તર ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે આપ્યા હતા.

આ પ્રસંગે અદાણી વિલ્મરના પ્લાન્ટ હેડ તથા કંપનીના જુદા-જુદા વિભાગમાંથી ઓફિસરો અને ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી. સમગ્ર લોકસુનાવણીની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આમ, મુન્દ્રા ખાતે અદાણી વિલમાર લિમિટેડના પ્રોજેક્ટ સાથે સ્થાનિક સુખાકારી તથા અર્થતંત્ર ધબકતું થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: