નિર્મલા સીતારામણે વિદ્યાર્થીઓ માટે NSDLના રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ ‘માર્કેટ કા એકલવ્ય’નો શુભારંભ કર્યો

– નિર્મલા સીતારામણે જ્યારે NSDL પ્રમુખને આપ્યું પાણી, લોકોએ તાળીઓથી વધાવી લીધા

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)ના મેનેજિંગ ડિરેક્ટરને પાણી આપતા જોવા મળી રહ્યા છે. 

હકીકતે NSDLના એમડી પદ્મજા ચુંદરૂ એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા જેમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણ પણ ઉપસ્થિત હતા. ભાષણ આપતી વખતે ચુંદરૂએ સ્ટાફ પાસે પાણી માગ્યું હતું. તે વખતે નિર્મલા સીતારામણ તેમના પાસે ગયા હતા અને તેમને પાણી આપ્યું હતું. 

વીડિયોમાં નાણા મંત્રી પોતાની બેઠક પરથી ઉભા થતા જોવા મળે છે અને કાર્યક્રમને સંબોધિત કરી રહેલા પદ્મજા ચુંદરૂને પાણીનો ગ્લાસ આપતા દેખાય છે. નિર્મલા સીતારામણના આ વ્યવહારે ત્યાં ઉપસ્થિત લોકોનું દિલ જીતી લીધું હતું અને લોકોએ ભારે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.  શનિવારે મુંબઈ ખાતે યોજાયેલા NSDLના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમ ખાતે આ ઘટના બની હતી. કાર્યક્રમમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણે હિંદી અને અન્ય ક્ષેત્રીય ભાષાઓના વિદ્યાર્થીઓ માટે NSDLના રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ ‘માર્કેટ કા એકલવ્ય’નો શુભારંભ કર્યો હતો. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: