– ૮મી મે ‘વિશ્વ થેલેસેમિયા ડે’
– નવા મશીનથી ૧૦ કલાકમાં ૧૧૦ સેમ્પલનું પરીક્ષણ કરી શકાશે
– વર્તમાન યુગમાં થેલેસેમિયા ટેસ્ટ જરૂરી
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટ્લમાં વિવિધ ટેસ્ટ માટે ચાલતી સેંટ્રલ લેબમાં થેલેસેમિયાના સચોટ પરીક્ષણ માટે વધુ એક નવું એચ-૧૧૦ ટ્રીવિટોન મશીન ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. આ યંત્ર એક સાથે ૧૦ કલાકમાં ૧૧૦ સેમ્પલ્સ(નમૂના) ટેસ્ટ કરી શકાશે.
જી.કે. જનરલ હોસ્પિટલના લેબ ઇન્ચાર્જ અને પેથલોજીના પ્રો. ડો. ભુષણ તથા લેબ-કોર્ડિનેટર અને આસી.પ્રો. ડો. નિકિતા મોઢે ૮મી મે વિશ્વ થેલેસેમિયા ડે નિમિત્તે કહ્યું કે, થેલેસેમિયાના HPLC(હાઇ પર્ફોર્મન્સ લિક્વિડ-ક્રોમોટોગ્રાફી) ટેસ્ટ માટે લેબમાં ૧૦ સેમ્પલનું પરીક્ષણ કરી શકે તેવું એક યંત્ર કાર્યાન્વિત હતું જ હવે નવું મશીન ઉપલબ્ધ બનતા આ પ્રક્રિયામાં ઝડપ આવશે.
થેલેસેમિયા ટેસ્ટ વર્તમાન યુગમાં અત્યંત જરૂરી છે. એમ જણાવી બંને તબીબોએ કહ્યું કે, થેલેસેમિયાએ લોહીમાં હિમોગ્લોબિન બનવાની ઉણપ ધરાવતો વારસાગત રોગ છે. જેના બે પ્રકાર છે. એક મેજર અને બીજો થેલેસેમિયા માઇનોર. મેજરમાં જીનેટીક(રંગસૂત્રો) સમસ્યા વધુ હોવાથી હિમોગ્લોબિન બિલકુલ બનતું નથી. યા ઓછું બને છે. જેથી તેનું નિદાન સચોટ છે.
જ્યારે થેલેસેમીયા માઇનોરમાં જીનેટીક(રંગસૂત્રો)ની સમસ્યા ઓછી માત્રામાં હોવાથી મોટા ભાગના દર્દીમાં લોહીની ટકાવારી જળવાયેલી રહે છે. જેથી દર્દી પોતાના રોગથી અજાણ રહે છે. અને તેમાં મોટી સમસ્યા તો ત્યારે સર્જાય કે જ્યારે આવા માઇનોર થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિ વચ્ચે લગ્ન થાય તો આવનાર બાળકને થેલેસેમિયા મેજર થવાની શક્યતા ૮૦ ટકા હોય છે. એટ્લે જ થેલેસેમિયાનું પરીક્ષણ આવશ્યક છે. જેથી થેલેસેમિયા માઈનોર દર્દીનુ પણ નિદાન થાય.
મેજર થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિને દર ત્રણ મહિને લોહી ચઢાવવાની જરૂર પડે છે. જ્યારે માઇનોરમાં દર્દી તણાવમાં આવી જાય ત્યારે ટકાવારી ઓછી થાય ત્યારે લોહી ચઢાવવું પડે છે.
Leave a Reply