જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેની 13 ટકા એટલે કે લગભગ 600 બ્રાન્ચ કરવાની યોજના બનાવી રહી છે એવા અહેવાલ આવ્યા છે. અહેવાલ મુજબ સરકારી બેન્કે નાણાંકીય સદ્ધરતા સુધારવા માટે 13 ટકા બ્રાન્ચ બંધ કરાશે.
સુત્રોએ કહ્યુ કે, છેલ્લા ઘણા વર્ષોમાં બેન્કોની નાણાંકીય સ્થિતિ સારી નથી અને સદ્ધરતા વધારવા માટે બ્રાન્ચો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
100 વર્ષથી પણ વધારે જૂની આ બેન્કની દેશભરમાં 4,594 બ્રાન્ચો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાને જૂન 2017માં રિઝર્વ બેન્કે પીસીએના પ્રતિબંધાત્મક અંકુશો હેઠળ મૂકી હતી અને તે ત્રિમાસિકમાં તેણે રૂ. 7.50 અબજની ચોખ્ખી ખોટ કરવાની સાથે ગ્રોસ એનપીએ 17.27 ટકાની ઉંચી સપાટીએ પહોંચી ગઇ હતી.
એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, બેન્ક માર્ચ 2023ના અંત સુધી ખોટ કરી રહેલી 600 બ્રાન્ચોને બંધ કરવા કે મર્જર કરવાની યોજના ધરાવે છે. આર્થિક સદ્ધરતા સુધારવા માટે બેન્ક પાસે આ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. બેન્કની બ્રાન્ચો બંધ કર્યા બાદ રિયલ એસ્ટેટ જેવી નોન-કોર એસેટ્સનું વેચાણ કરાશે.
Leave a Reply