ભારતના ઈતિહાસના સૌથી મોટા જાહેર ભરણાં LIC IPOને પ્રથમ દિવસે શાનદાર પ્રતિસાદ મળ્યાં બાદ બીજા દિવસે સાંજ પડતા કંપનીનું ભરણું સંપૂર્ણ ભરાઈ ગયું છે.
ગુરૂવાર મોડી સાંજે એલઆઈસીનો આઈપીઓ સંપૂર્ણ ભરાયા બાદ દિવસના અંતે સબસ્ક્રિપ્શન 103% રહ્યું છે. જોકે હજી સુધી રિટેલ રોકાણકારોનો હિસ્સો 100% નથી ભરાયો. રિટેલ કેટેગરી 93%, QIB કેટેગરી 40%, NIB કેટેગરી 47% ભરાઈ છે. સૌથી વધુ ઘસારો પોલિસીધારકો તરફથી આવી રહ્યો છે. પોલિસીધારકોની કેટેગરી 311% ભરાઈ છે જ્યારે કર્મચારીઓની કેટેગરી 222% ભરાઈ ગઈ છે.
LIC IPO વિશે જરૂરી બાબતો :
LIC પોતાના 3.5 ટકા શેરનું વેચાણ IPO દ્વારા કરવાની છે જેના દ્વારા 20,557 કરોડ રૂપિયા એકઠા થાય તેવી આશા છે.
પોલિસીધારકોને મળશે છૂટ
ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સે અગાઉ આશરે 2100 રૂપિયા જેટલી પ્રાઈસ બેન્ડ નિર્ધારીત કરી હતી પરંતુ માર્કેટ ડાઉન થયા બાદ તે 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડમાં આવી ગયું છે. આ કારણે નાના રોકાણકારો પણ પૈસા લગાવી શકશે. ઉપરાંત પોલિસીધારકોને છૂટ મળશે અને LIC કર્મચારીઓને 45 રૂપિયાની છૂટ મળશે.
ન્યૂનતમ રોકાણ :
કોઈ પણ સામાન્ય રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર IPOમાં ખરીદવા પડશે. જો 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડમાં છૂટ જેવા લાભને અલગ કરીને ગણીએ તો કોઈ પણ વ્યક્તિએ ઓછામાં ઓછું 13-14 હજાર રૂપિયાનું ન્યૂનતમ રોકાણ કરવાનું રહેશે.
– LICના 3.5 ટકાના હિસાબથી 22 કરોડ 13 લાખ 74 હજાર જેટલા શેર છે.
– IPO દ્વારા આશરે 21 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે.
– LICનો IPO રોકાણકારો માટે 4 મેના રોજ ખુલશે, 9 મેના રોજ બંધ થશે.
– તેના માટે શેરની પ્રાઈસ રેન્જ 902-949 રૂપિયા રહેશે.
– છૂટક રોકાણકારો, LICના કર્મચારીઓને 45 રૂપિયા અને પોલિસીધારકોને 60 રૂપિયા પ્રતિ શેરની છૂટ મળશે.
– વેચાણ માટે 22.13 કરોડ ઈક્વિટી શેરની રજૂઆત થશે.
– LICનો શેર 17 મેના રોજ માર્કેટમાં લિસ્ટેડ થાય તેવી શક્યતા છે.
– LICએ એન્કર રોકાણકારો પાસેથી 5,627 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. – એન્કર રોકાણકારો માટે 949 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના દરે 5.92 કરોડ શેર આરક્ષિત રાખવામાં આવ્યા હતા.
Leave a Reply