– ભાડાએ ૨૦ વર્ષમાં બાંધકામ મંજુરી સિવાય કોઈ કામગીરી કરી નથી
– ભૂકંપગ્રસ્ત વેપારીઓને રિલોકેશન સાઈટની દુકાનો ઔજે તે સમયના ભાવે ભાડે કે વેચાણે આપવા માંગણી
ભુજ ખાતે તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશનની બેઠક મળી હતી. જેમાં ભુકંપગ્રસ્ત વેપારી અને લોકોના અટકેલા કામોને તત્કાલ પુરા કરવા તંત્ર સમક્ષ માંગ કરવાની ચર્ચા કરાઈ હતી. જે બાદ વહીવટીતંત્રને લેખિત અને મૌખિક રજુઆત કરાઈ હતી.
વહીવટી તંત્ર સમક્ષ આ બાબતે કરાયેલી રજુઆતમાં જણાવાયું હતું કે, ભુકંપ બાદ ટીપી અને ડીપીનો અમલ ભાડા દ્વારા કરવામં આવેલો છે. પરંતુ પ્લાનીંગ મુજબનું કાર્ય વર્ષોથી વિલંબમાં છે. પાર્કિગ પ્લોટ, ગાર્ડન, રીઝર્વ રાખેલા પ્લોટનો વિકાસ, રીલોકેશન સાઈટમાં રીઝર્વ પ્લોટનો વિકાસ હોય કે પ્લાનમાં દર્શાવેલા સુચીત રસ્તા હજુસુાધી બન્યા નાથી. તો પડી ગયેલી ઈમારતમાં ધંધો કરનારા વેપારીઓના પ્રશ્નો હોય કે, ૨૦ વર્ષાથી પ્રિફેબમાં વેપાર કરતા વેપારીના પ્રશ્નો હોય તમામ અધૃધરતાલ છે. આ અગાઉ ગત વર્ષે પણ ગાંધીનગર સુાધી રજુઆતો કરાઈ હતી. પરંતુ હજીસુાધી દાદ મળ્યો નાથી. ભાડા દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં બાંધકામ મંજુરી સિવાય કોઈ કામગીરી કરાઈ નાથી. ટીપીમાં કપાતમાં આવી ગયેલી દુકાનોના વળતર કે જમીન આપવામાં આવી નાથી. ઉપરાંત ભુકંપ પિડીત વેપારીઓ માટે રીલોકેશન સાઈટમાં દુકાનો બનાવાઈ હતી જે આજદિન સુાધી ફાળવણી કરાઈ નહતી.ઉલ્ટાનું તેનું વેપારીકરણ કરીને ઈ-ઓકશનમાં બજારકિંમતે આપવા નિર્ણય લીધો છે.જેની સામે ચેમ્બર રોષ વ્યકત કર્યો હતો. આ દુકાનોમાંથી ૬૦ ટકા ઓકશન અને ૪૦ ટકા દુકાનો ભુકંપ પિડીત વેપારીઓને જ મળવી જોઈએ તે પણ જે તે સમયના ભાવાથી ભાડે કે વેચાણાથી આપવી જોઈએ. જો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય રસ્તો નહીં કઢાય તો ચેમ્બર કોર્ટના દ્વાર ખખડાવશે તેવી ચીમકી અપાઈ હતી.
Leave a Reply