3જી મે ‘વિશ્વ અસ્થમા દિવસ’ અદાણી જી.કે. જન. હોસ્પિ.ના પલ્મોનોલોજિસ્ટ તબીબોએ દમ અંગે આપી ચિકિત્સકીય સલાહ

દમને બચાવ અને ઉપચાર જ નિયંત્રણમાં રાખશે

અસ્થમા હવે દર્દીના નાકે દમ લાવી દે એવી બીમારી નથી રહી, પરંતુ, તબીબોની ચિકિત્સકીય સલાહથી અને દવાથી તથા જેના કારણે દમ જેવા રોગ થાય છે. તેનાથી ચોક્કસ દૂરી અપનાવવામાં આવે તો તેને નિયંત્રણમાં લાવી શકાય છે. એમ, અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના પલ્મોનોલોજીસ્ટોએ જણાવ્યુ હતું.

વિશ્વમાં પ્રતિવર્ષ મે મહિનાના પ્રથમ મંગળવારે WHO દ્વારા લોકોમાં અસ્થમા અંગે જાગૃતિ લાવવા અને અસ્થમાને અટકાવવા માટે લેવાના થતાં આગોતરા ઉપચાર અંગે જનમાનસને તૈયાર કરવા ઉજવવામાં આવે છે. અસ્થમા આનુવંશિક રોગ છે. જેમાં રોગીની શ્વસનનલિકાઓ અતિસંવેદનશીલ હોય છે. જેથી દમને કારણો તેમાં સોજો આવી જાય છે. અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

અદાણી જી.કે. જન.ના પલ્મોનોલોજિસ્ટ ડો. કલ્પેશ પટેલ અને ડો તૃપ્તિબેન ગઢવીએ આ કારકોની વિગતો આપતા કહ્યું કે, ધૂપ, પેવરડસ્ટ,રસોઈનો ધુમાડો,ભેજ,મોસમ પરીવર્તન શરદી,ખાંસી, ધૂમ્રપાન ફાસ્ટફૂડ, ચિંતા, પાલતુ જાનવર, ફૂલોના પરાગકણ,અત્તર, પરફ્યુમ અગરબતી, ધૂપબત્તી ફાસ્ટફૂડ, વાયરસ અને બેક્ટેરિયાના સંક્રમણ જવાબદાર છે.

તબીબોના જણાવ્યા અનુસાર દમના કુલ દર્દી પૈકી ૭૦ ટકાને નાનપણથી જ દમ લાગુ પડી જાય છે. જેમાં બાળકોને ઉધરસ, શ્વાસ ચડવો, છાતીમાં દબાણ,છીંક આવવી વિગેરે લક્ષણ હોય છે. તેમજ છાતીમાથી સિસોટી વાગવા જેવો અવાજ આવે છે. તેનો શ્રેષ્ઠ ઈલાજ ઇનહેલર ચિકિત્સા છે. કેમ કે, તેમાં દવાની માત્રાનો પ્રયોગ ઓછો હોય છે. અને દવાની અસર સચોટ અને દવાનો દુષ્પ્રભાવ બહુ જ ઓછો હોય છે. નિદાન અંગે તેમણે કહ્યું કે, ફેફસાની ક્ષમતા શૂન્ય સ્પાયમેટ્રી કરાય છે. ઉપરાંત રક્ત, છાતી તથા સાઇનસનો એક્સ-રે કરાય છે.આ ઉપરાંત ડો. કલ્પેશ પટેલના જણાવ્યા મુજબ દમ માટે એલર્જી પણ જવાબદાર હોવાથી ડિસેન્સીટાઈઝેશન માટે એલર્જી પ્રિક-ટેસ્ટ પણ કરવામાં આવે છે. જેને ઇમ્યુનોથેરાપી કહેવામા આવે છે.  

બચાવ અંગે તબીબોનું કહેવું છે કે, મોસમ પરીવર્તન પહેલા સાવધ થઈ જવું, ધુમાડાથી દૂર રહેવું, શરદી ખાંસી થાય તો તાત્કાલિક દવા લેવી. વ્યાયામ પહેલા ઇનહેલર લેવું. ઘરમાં હવાની અવર-જવર થવી જોઈએ. ઘરની સફાઈ થાય ત્યારે દર્દીએ દૂર રહેવું. ઘરમાં વંદા ન થાય તે જોવું. તબીબની સલાહ મુજબ દમને અસરકર્તા ખાધ પદાર્થોથી દૂર રહેવું.   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: