LIC IPO : 902-949 રૂપિયાના પ્રાઈસ બેન્ડમાં ન્યૂનતમ 15 શેરની મર્યાદા

– તમે કોઈ પણ ટ્રેડિંગ એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશો, માત્ર KYCની જરૂર પડશે

આજે રોકાણકારો માટે દેશનો સૌથી મોટો IPO ખુલવા જઈ રહ્યો છે જેને લઈ બજારના ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર IPOમાં ભાગીદારી માટે કેટલું ન્યૂનતમ અને મહત્તમ રોકાણ કરી શકાય વગેરે પ્રકારના સવાલ-જવાબની પણ આપ-લે થઈ રહી છે. 

LICએ એન્કર રોકાણકારો પાસેથી 5,627 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે જેમાં મોટા ભાગની ઘરેલુ કંપનીઓ છે. એન્કર રોકાણકારો માટે 949 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના દર પર 5.92 કરોડ શેર આરક્ષિત રાખવામાં આવ્યા હતા. LIC પોતાના 3.5 ટકા શેરનું વેચાણ IPO દ્વારા કરવાની છે જેના દ્વારા 20,557 કરોડ રૂપિયા એકઠા થાય તેવી આશા છે. 

પોલિસીધારકોને મળશે છૂટ

ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સે અગાઉ આશરે 2,100 રૂપિયા જેટલી પ્રાઈસ બેન્ડ નિર્ધારીત કરી હતી પરંતુ માર્કેટ ડાઉન થયા બાદ તે 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડમાં આવી ગયું છે. આ કારણે નાના રોકાણકારો પણ પૈસા લગાવી શકશે. ઉપરાંત પોલિસીધારકોને છૂટ મળશે અને LIC કર્મચારીઓને 45 રૂપિયાની છૂટ મળશે. 

ઓનલાઈન પણ થઈ શકશે રોકાણ 

તેમાં સાધારણ ઓનલાઈન પદ્ધતિ દ્વારા રોકાણ કરી શકાશે. તમે કોઈ પણ ટ્રેડિંગ એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશો. માત્ર KYCની જરૂર પડશે. બેંક અને ડીમેટ એકાઉન્ટની જરૂર રહેશે. કોઈ પણ ઓનલાઈન ટ્રેડિંગ એપ દ્વારા થોડા સમયમાં જ KYC થઈ જશે. તે માટે કોઈ ચાર્જ વગેરે નથી લાગતું. 

ન્યૂનતમ રોકાણ

કોઈ પણ સામાન્ય રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર IPOમાં ખરીદવા પડશે. જો 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડમાં છૂટ જેવા લાભને અલગ કરીને ગણીએ તો કોઈ પણ વ્યક્તિએ ઓછામાં ઓછું 13-14 હજાર રૂપિયાનું ન્યૂનતમ રોકાણ કરવાનું રહેશે. 

IPO Oversubscribeનો અર્થ

ધારો કે, સમગ્ર ઈસ્યુ 21 હજાર કરોડ રૂપિયાનો છે અને જો તેમાં બમણું રોકાણ થયું તો બમણું ઓવરસબસ્ક્રાઈબર્સ થશે. આમ તે અનેકગણું થઈ શકે છે. જો એક લાખ કરોડ રૂપિયા જેટલું થાય તો 5 ગણું માનવામાં આવશે. રિટેલનો શેર એટલે કે, છૂટક રોકાણકારોનો હિસ્સો આશરે 35 ટકા છે. ગ્રોસ ઓવરસબસ્ક્રીપ્શન, રીટેલ ઓવરસબસ્ક્રીપ્શન અને HNIનું અલગ. 

કેટલા શેર મળશે તે પછી ખબર પડશે

LICના 3.5 ટકાના હિસાબથી 22 કરોડ 13 લાખ 74 હજાર જેટલા શેર છે. જો તે ઓવરસબસ્ક્રાઈબ થાય તો શેર વિતરણની પદ્ધતિ સમજો. જો કોઈએ 100 શેર માટે એપ્લાય કર્યું હોય તો તેને 15 શેર મળશે. 200 માટે અરજી કરી હશે તો 20-25 આપશે. ઈસ્યુ પૂરા થયા બાદ એલોટમેન્ટ સ્કીમ કાઢવામાં આવે છે. મર્ચન્ટ બેંકર રજિસ્ટ્રારને મળીને સ્કીમ નક્કી કરે છે અને તે પ્રમાણે શેરની વહેંચણી થાય છે. જે વધુ શેર માટે અરજી કરે છે તેને વધારે ફાયદો થાય છે. ઘણી વખત સૌને ન્યૂનતમ શેર જ આપવામાં આવે છે. જોકે તેમાં નાના રોકાણકારોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. 

શું ઈસ્યુ સમય પહેલા બંધ થઈ શકે?

તે 9મી ડિસેમ્બર બાદ જ એલોટ થશે. IPOને સમય પહેલા ક્લોઝ કરી શકાય પરંતુ સામાન્ય રીતે તેમ નથી કરવામાં આવતું. IPOનો સમય વધારી ન શકાય. જોકે પહેલા તેમ કરવામાં આવતું હતું. સમય વધારવા માટે તમામ મંજૂરીઓ મેળવવી અનિવાર્ય છે. 

વહેલા તે પહેલાની નીતિ

પહેલા ઈસ્યુ માટે અરજી કરનારાને વધુ શેર મળે તેવું નથી હોતું. જ્યાં સુધી ઈસ્યુ ક્લોઝ ન થઈ જાય ત્યાં સુધી શેરનું એલોટમેન્ટ નથી થતું. તેવામાં IPO ઈસ્યુના 5-6 દિવસ દરમિયાન કોઈ પણ સમયે રોકાણ કરી શકાય. 

ખાતામાંથી આવી રીતે કપાય છે પૈસા

જે દિવસે ઈસ્યુ ખુલશે તે દિવસે તમારી બેંક દ્વારા અથવા તો ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા તમારા પૈસા જમા થશે. તમારી બેંક એટલા રૂપિયા IPOના ખાતામાં લોક કરી દેશે. પછી એલોટમેન્ટ બાદ તેટલા રૂપિયા કપાઈ જશે અને બાકીના ખાતામાં પરત આવી જશે. IPO ઈસ્યુ 9 તારીખે બંધ થશે. 

– IPO દ્વારા આશરે 21 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે. 

– LICનો IPO રોકાણકારો માટે 4 મેના રોજ ખુલશે, 9 મેના રોજ બંધ થશે.

– તેના માટે શેરની પ્રાઈસ રેન્જ 902-949 રૂપિયા રહેશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: