– વિશ્વ રસીકરણ સપ્તાહ(૨૪થી ૩૦ એપ્રિલ)
– રસીકરણ દરેક બાળકનો જન્મસિધ્ધ અધિકાર
– ગયા વર્ષે ૭ હજાર ઉપરાંત રસી અપાઈ
કોરોના પછી ફરી એક વખત રસીકરણ(ઇમ્યુનાઈઝેશન,ટીકાકરણ) તરફ વિશ્વનું ધ્યાન ગયું છે. જનમાનસમાં રસીકરણ પરત્વે જાગૃતિ લાવવા એપ્રિલના અંતિમ અઠવાડિયામાં ૨૪થી ૩૦ એપ્રિલ દરમિયાન વિશ્વ રસીકરણ દિવસ ઉજવાય છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રાજ્ય સરકાર અને નગરપાલિકાના સહકારથી ચાલતા રસીકરણ કેન્દ્રમાં ગયા વર્ષે ૭ હજાર ઉપરાંત જુદી જુદી ૧૦ રસીના ૭ હજાર ઉપરાંત બાળકને ડોઝ આપવામાં આવ્યા હતા.
અદાણી મેડિકલ કોલેજ અને જી.કે. જનરલના વિવિધ ક્ષેત્રના તબીબોના જણાવ્યા મુજબ બાળકોની જિંદગી અને તેમના સુરક્ષિત ભવિષ્ય માટે તેમજ અન્ય સ્વસ્થ સમાજમાં નિર્માણ માટે રસીકરણ એક પ્રભાવશાળી હથિયાર છે. કોરોનાકાળમાં રસોકરણને અસર થઈ હતી પરંતુ, ફરી એક વખત બાળક અને ગર્ભવતી મહિલાઓને રસિકરણની ઝુંબેશ જોરશોરથી ઉપાડવામાં આવી છે.
રસીકરણ દરેક બાળકનો અધિકાર છે. અને દરેક બાળક સુધી રસી પહોંચવી જોઈએ. વેક્સિનેશનથી બાળકને સુરક્ષિત કરવું જોઈએ. જી.કે.માં રોજરોજ મમતા દિવસની ઉજવણીના સ્વરૂપે વેક્સિનેશન થાય છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા આરોગ્ય કેન્દ્રોમાં આ ઉપલબ્ધ હોવાથી દરેકે પોતાના બાળકને રસીકરણથી સુરક્ષિત રાખવું જોઈએ. એમ તબીબોએ જણાવ્યુ હતું.
અત્રે જી.કે.માં બી.સી.જી., પોલિયો, હિપેટાઇટસ-બી(જે જ્ન્મ સમયે અથવા એક મહિના સુધી આપવી જોઈએ). ઉપરાંત ન્યુમોનિયા (જે જન્મના દોઢ મહિને),એમ.આર. વિટામિન-એ (૯-મહિને), ડી.પી.ટી. બુસ્ટરના ડોઝ (૧૮ મહિને), બીજો ડી.પી.ટી. બુસ્ટર(૫ વર્ષ), ડી.ટી.(૫ વર્ષ, ૧૬ વર્ષ)જેવા ડોઝ બાળકોએ અચૂક લેવા જોઈએ. આ ઉપરાંત પંચ ગુણી રસી દોઢ, અઢી અને સાડા ત્રણ મહિને, ઓરી અને રૂબેલા (૯ મહિને અને ૧૬ મહિને) તેમજ ૧૦ વર્ષ અને ૧૬ વર્ષનાને ડીપથેરીયા અને ટીટેનસ રસી આપવામાં આવે છે. એમ અત્રે જી.કે.ના વેક્સિનેશન યુનિટમાં ફરજ બજાવતા હેલ્થ વિઝિટર ભાવિની પરમાર, ફિમેલ હેલ્થ વર્કર, રાનું ચાવડા, અને ઓક્સિલરી નર્સ મીડવાઈફ વૈશાલી રામજિયાણીએ જણાવ્યુ હતું, દર ફેબ્રુ.અને ઓગષ્ટમાં વિટામીન્સ રાઉન્ડ ૫ વર્ષ સુધીના બાળકને આપવામાં આવે છે. રસી આપવાથી આંખની નબળાઈ સામે રક્ષણ મળે છે.
Leave a Reply