– આગામી દિવસોમાં સો કરોડ ના ખર્ચે નવી ગટર અને પાણી યોજના પાસ કરાવવાનું લક્ષ્ય
– 1.80 કરોડ ના ખર્ચે ગૌરવપથના નિર્માણ સાથે
– રોડની બંન્ને બાજુ વૉકિંગ ટ્રેકનું નિર્માણ કરાશે
– સો કરોડ ના ખર્ચે ગટર અને પાણી યોજના
મુન્દ્રા બારોઇ ને સુધરાઈ નો દરજ્જો મળ્યા બાદ વિકાસ કાર્યો ના ભાગરૂપે કોટ અંદરના લારીધારકો નું આઝાદ મેદાનમાં સ્થળાંતર ઉપરાંત પેવર બ્લોકના આરોપણ ની મોટા ભાગ ની પ્રક્રિયા પૂર્ણ કરી હવે 1.80 કરોડના ખર્ચે આકાર લેવા જઈ રહેલા ગૌરવ પથ સાથે ધારાસભ્ય ની ગ્રાંટ માંથી માર્ગ મકાન વિભાગ હસ્તક રેલ્વે ફાટક થી લુણી સુધીના માર્ગ ને 12.5 કરોડના ખર્ચે આધુનિક ઓપ આપવાની જાહેરાત કરાતાં ઉપસ્થિત નગરજનો માં આનંદ નું મોજું ફરી વળ્યું હતું.
સ્થાનિકેના શાસ્ત્રી મેદાન નજીક આવેલા ઉદ્યાન માં મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના વરદ હસ્તે દિપપ્રાગટય કરી ગૌરવપથ નું ખાતમુહર્ત કર્યા બાદ સર્વે આગેવાનો એ પોતાના વક્તવ્ય માં એકસૂરે મુન્દ્રા ને પાલિકા નો દરજ્જો મળ્યો તેનો શ્રેય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ને આપી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
ત્યાર બાદ વિકાસકાર્યો ની રૂપરેખા વર્ણવતા પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે પ્રથમ ફેઝ માં જુના બંદર રોડ સ્થિત પોર્ટ કોલોની થી બસ સ્ટેન્ડ સુધી અંદાજીત 1.80 કરોડ ના ખર્ચે થનારા ગૌરવપથ ના નિર્માણ પર પ્રકાશ પાડી રોડ ની બંન્ને બાજુ જગ્યા મળે ત્યાં ટ્રેક,પાર્કિંગ અને વૃક્ષારોપણ સાથે ની સુવિધા ઉભી કર્યા બાદ 1.50 કરોડ ના ખર્ચે બીજા ફેઝ માં બસ સ્ટેન્ડ થી બારોઇ ના શિશુ મંદિર સુધી ના વિસ્તાર ને આવરી લઈ તમામ ગતિવિધીઓ એક વર્ષ ના સમયગાળા માં આટોપી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વિશેષ માં નગરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી વરસાદી પાણી ના ભરાવા ની કાયમી સમસ્યા ચોમાસા પહેલાં પાણી ના નિકાલ માટે પાઇપ નાંખી હલ કરવા અંગે લોકો ને માહિતગાર કર્યા હતા.કાર્યક્રમ માં કચ્છ જિલ્લા પંચાયત ના કા ચે મહેન્દ્ર ગઢવી સદસ્ય વિરમ ગઢવી સતા પક્ષ ના સર્વે નગર સેવકો,સંગઠન ના હોદેદારો ઉપરાંત નગર ના વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વિકાસકાર્યો માં સહકાર આપનાર તમામ જ્ઞાતિના પ્રમુખો નું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
ધારાસભ્ય ની ગ્રાંટમાંથી 12.5 કરોડ ના ખર્ચે નગર ના મરીન પોલીસ સ્ટેશન પાસે આવેલા રેલ્વે ફાટક થી લુની સુધી આઠ કિમી માર્ગ નું આર એન્ડ બી સાથે સંકલન સાધી ગૌરવપથ જોડે નિર્માણ કાર્ય હાથ ધરાશે.જેમાં રોડ ની બંન્ને બાજુ વૉકિંગ ટ્રેક નું નિર્માણ કરાશે.
કાર્યક્રમ માં અંદાજીત 70 કરોડ ના ખર્ચે નવી ગટર લાઈન ઉભી કરવાનો ડીપીઆર તૈયાર કરી રાજ્ય સ્તરે દરખાસ્ત મુકાઈ હોવા ઉપરાંત 30 કરોડ ના ખર્ચે પાણી યોજના ને આકાર આપવા બાબત થી અવગત કરી ટૂંક સમય માં સો કરોડ ની ગ્રાંટ મેળવી ગટર અને પાણી ની કાયમી સમસ્યા માંથી છુટકારો મેળવવા ની ખાત્રી ઉચ્ચારાઇ હતી.
Leave a Reply