PM મોદી આજે આસામ મુલાકાતે

– અનેક પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ

– વડાપ્રધાન સવારે 11:00 વાગ્યે કાર્બી આંગલોંગ જિલ્લાના દિફુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દીફુ અને ડિબ્રુગઢમાં મુખ્ય કાર્યક્રમો માટે આસામની મુલાકાત લેશે જેનો હેતુ આ અદભુત રાજ્યના વિકાસનો માર્ગ વિકસાવવાનો છે. વડાપ્રધાન સવારે 11:00 વાગ્યે કાર્બી આંગલોંગ જિલ્લાના દિફુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર કાર્યક્રમ દરમિયાન PM મોદી શિક્ષણ ક્ષેત્રે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

વડાપ્રધાન વેટરનરી કોલેજ (દીફુ), ડિગ્રી કોલેજ (પશ્ચીમ કાર્બી આંગલોંગ) અને એગ્રીકલ્ચર કોલેજ (કોલોંગા, પશ્ચીમ કાર્બી આંગલોંગ)નો શિલાન્યાસ પણ કરશે. 500 કરોડથી વધુ કિંમતના આ પરિયોજનાઓ ક્ષેત્રમાં કૌશલ્ય અને રોજગાર માટે નવી તકો લાવશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન 2950થી વધુ અમૃત સરોવર પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. રાજ્યમાં આ અમૃત સરોવરોને આશરે 1150 કરોડના સંચિત ખર્ચે  વિકસાવવામાં આવશે.

PMOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્ષેત્રની શાંતિ અને વિકાસ માટે વડા પ્રધાનની અતૂટ પ્રતિબદ્ધતા ભારત સરકાર અને આસામ સરકાર દ્વારા 6 કોર્બી બળવાખોર સંગઠનો સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoS) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. MoSએ પૂર્વોત્તરમાં શાંતિના નવા યુગની શરૂઆત કરી છે. ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’માં વડાપ્રધાનનું સંબોધન સમગ્ર ક્ષેત્રમાં શાંતિની પહેલને વેગ આપશે.

વડાપ્રધાન લગભગ 01:45 વાગ્યે આસામ મેડિકલ કોલેજ, ડિબ્રુગઢ પહોંચશે અને ડિબ્રુગઢ કેન્સર હોસ્પિટલને રાષ્ટ્ર માટે સમર્પિત કરશે. ત્યારબાદ લગભગ 03:00 વાગ્યાની આસપાસ તે ડિબ્રુગઢના ખનિકર મેદાન ખાતે એક જાહેર સમારંભમાં હાજરી આપશે જ્યાં તે રાષ્ટ્રને વધુ 6 કેન્સર હોસ્પિટલો સમર્પિત કરશે અને 7 નવી કેન્સર હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે.

ડિબ્રુગઢમાં દક્ષિણ એશિયાનું સૌથી મોટું સસ્તું કેન્સર કેર નેટવર્ક બનાવવા માટે આસામ કેન્સર કેર ફાઉન્ડેશન, આસામ સરકાર અને ટાટા ટ્રસ્ટનું સંયુક્ત એન્ટરપ્રાઈઝ રાજ્યભરમાં ફેલાયેલી 17 કેન્સર કેર હોસ્પિટલો સાથે એક પરિયોજના ચલાવી રહ્યું છે. પરિયોજનાના પ્રથમ તબક્કા હેઠળ 10 હોસ્પિટમાંથી 7 હોસ્પિટલોનું બાંધકામ પૂર્ણ થયું છે. 

આ કેન્સર હોસ્પિટલો ડિબ્રુગઢ, કોકરાઝાર, બારપેટા, દરાંગ, તેજપુર, લખીમપુર અને જોરહાટમાં આવેલી છે. તેઓ પરિયોજના બીજા તબક્કા હેઠળ ધુબરી, નલબારી, ગોલપારા, નાગાંવ, શિવસાગર, તિનસુકિયા અને ગોલાઘાટ ખાતે  બાંધવામાં આવનારી 7 નવી કેન્સર હોસ્પિટલોનો શિલાન્યાસ પણ કરશે. PM મોદીની આસામ મુલાકાતને કારણે આસામ સરકારે ખાસ કરીને બંને જિલ્લામાં 28 એપ્રિલે એટલે કે આજે રાજ્યની રજા જાહેર કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: