પ્રવાસી ભારતીયોની એક સંસ્થાએ ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણને બિન-નિવાસી ભારતીયો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડધારકોને ભારતીય શેરબજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.
ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (એફઆઇઆઇડીએસ) અમેરિકા- એ જણાવ્યું કે આવા પગલાથી વૈશ્વિક ભારતીય સમુદાય તરફથી રોકાણ આકર્ષીને ભારતીય અર્થતંત્રને વધુ વેગ મળી શકશે.
ભારતીય નાણાંમંત્રી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં હાજરી આપ્યા બાદ હાલ પશ્ચિમના દેશોમાં છે. તાજેતરના સર્વેમાં લગભગ 88 ટકા પ્રવાસી ભારતીયોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
ઉપરાંત સંસ્થાએ નાણામંત્રીને ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ (ડીએટીટી)નુ વિસ્તરણ કરવા પણ આગ્રહ કર્યો છે, જેથી ભારતમાં કર (ભરેલી) આવક પર (કેટલાક નિયંત્રણો સાથે) અમેરિકામાં ટેક્સ ચૂકવવાથી બચી શકાય. વધુમાં સામાજિક સુરક્ષા મામલે પણ અમેરિકાની સરકાર સાથે કરાર કરવા વિનંતી કરતા સંગઠને જણાવ્યું કે છેલ્લાં કેટલાક વર્ષોમાં ઘણા આઇટી ઇમિગ્રન્ટ્સ ભારતમાં પરત ફર્યા છે.
Leave a Reply