ભારતની ઓઇલ કંપનીઓ સાયબર એટેકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે કારણ કે માત્ર મહિનામાં જ 3.6 લાખ સાયબર એટેક થયા છે એવુ એક વિશ્લેષ્ણમાં જાણવા મળ્યુ છે.
જેમાં તાજેતરમાં ઓક્ટબર 2021 અને 12 એપ્રિલ, 2022ના રોજ ઓઇલ ઇન્ડિયા લિમિટેડના આસામ સ્થિર હેડક્વાર્ટર પર થયેલા સાયબર એટેકે સૌનું ધ્યાન ખેંચ્યુ છે. આ સાયબર એટેકમાં હેકરોએ બિટકોઇનમાં રૂ. 57 કરોડની ખંડણી માંગી હતી.
આ વિશ્લેષ્ણમાં જણાવાયુ છે કે, ભારતની ઓઇલ કંપનીઓ પર સાયબર એટેકની સંખ્યા માત્ર છ મહિનામાં 3.6 લાખે પહોંચી ગઇ છે જે અત્યંત ગંભીર બાબત છે અને સાયબર સુરક્ષાને વધારે કડક બનાવવાની આવશ્યકતા પર ભાર મૂકે છે.
મહિના પ્રમાણે જોઇએ તો ગત ઓક્ટોબર મહિનામાં 11,763, નવેમ્બરમાં 55,871, ડિસેમ્બરમાં 20,714, જાન્યુઆરી 2022માં 52,598, ફેબ્રુઆરીમાં 19,342 અને માર્ચમાં 69,998 સાયબર એટેકની ઘટનાઓ ઘટી રહી છે. તો ચાલુ એપ્રિલ મહિનાના શરૂઆતના માત્ર 12 દિવસમાં જ 23,833 સાયબર એટેક થયા છે. વિતેલ છ મહિનામાં માર્ચ મહિનામાં સૌથી વધારે સાયબર એટેક થયા છે અને તે ફેબ્રુઆરીની તુલનાએ ત્રણ ગણા છે.
સાયબર અપરાધીઓ એટેક માટે મોટાભાગે એફટીપી, એચટીટીપી, s7comm, Modbus, SNMP અને BACnet નો એટેક વેક્ટર્સ તરીકે ઉપયોગ કરે છે.
રિસર્ચ ટીમે તેમના વિશ્લેષ્ણમાં નોંધ્યુ છે કે, કંપનીઓ પર ફિશિંગ અને સોશિયલ – એન્જિનિયરિંગ એટેકની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. ઇન્ડિયન ઓઇલની ખોટી ઓફરથી લોકોને લલચાવતા વોટ્સઅપ મેસેજના પણ સબૂત મળ્યા છે. આવી ‘ઓફર’ સત્તાવાર ડોમેન્સથી અલગ થર્ડ-પાર્ટી સર્વર પર હોસ્ટ કરવામાં આવી હતી.
Leave a Reply