ગંગાવરમ પોર્ટ(GPL)ને‘ગ્રીન સિગ્નલ’: જંગી વિકાસનું કેન્દ્ર બનશે!

– આર્થિક અને કુદરતી દૃષ્ટિએ મહત્વપૂર્ણ બંદરને વિશ્લેષકોએ વખાણ્યું!    

હવે દક્ષિણ ભારતનું ગંગાવરમ પોર્ટ પણ મુંદ્રા પોર્ટની જેમ વિકાસની ક્ષિતીજો આંબશે. ભૌગોલિક પરિસ્થિતી અને આબોહવાની સાનુકુળતા સાથે વિશ્લેષકો તેમાં જંગી વિકાસની સંભાવનાઓ જોઈ રહ્યા છે. તાજેતરમાં અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડ (APSEZ) દ્વારા ગંગાવરમ પોર્ટ લિમિટેડ (GPL) માટે આયોજિત રોડ શોમાં ભાગ લીધા બાદ વિશ્લેષકોએ હકારાત્મક મત વ્યક્ત કર્યો છે. વિશ્લેષકોના મતે GPLનું મોભાનું સ્થાન અને અંતરિયાળ પહોંચના કારણે તેની ક્ષમતામાં જંગી વૃદ્ધિ થશે. ખાસકરીને પોર્ટની આસપાસ વિશાળ જમીનના કારણે બંદરનું મહત્વ અનેકગણુ વધી જાય છે.  

આંકડાઓની વાત કરીએ તો, નાણાંકીય વર્ષ 2022માં ~30 MMT કાર્ગો હેન્ડલ કરતું બંદર 2025 સુધીમાં 66 MMT એટલે કે વર્તમાન કરતાં અંદાજે બમણાથી વધુ કાર્ગો હેન્ડલ કરશે. જ્યારે વર્ષ 2023 માટે 40 MMT કરતાં વધુ કાર્ગો જથ્થાનું સંચાલન કરવાનુ લક્ષ્યાંક છે. હાલમાં 0.8 MTEUs ની નવી કન્ટેનર સુવિધા ચાલી રહી છે અને તે જુલાઈ 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. પહેલેથી જ કન્ટેનર કાર્ગો હેન્ડિંગના 150,000 TEU (~2 MMT) માટેના કરારો કરવામાં આવ્યા છે, જે 2025 સુધીમાં કન્ટેનરના ~400,000 TEU (~6 MMT) સુધી જવાની અપેક્ષા છે.

GPLની પ્રસ્તાવિત વૃદ્ધિ વિવિધ પરિબળોને આઘારે સૂચિત કરવામાં આવી છે. જેમાં નાણાકીય વર્ષ 2023 માં નાગરનાર ખાતે NMDC પ્લાન્ટની શરૂઆત, SAIL, RINL, JSW સ્ટીલ અને JSPL જેવા સંસ્થાનો દ્વારા GPLની અંતરિયાળ વિસ્તારોમાં કામગીરીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ઉત્તર ભારતમાંથી આવતા ઘઉં, આંધ્રપ્રદેશના ગુંટુરમાંથી આવતા ચોખા, તમાકુ અને મરચાં જેવા કૃષિ ઉત્પાદનોનો પણ સમાવેશ કરવામાં આવે છે. મધ્યમ ગાળાની વાત કરીએ તો RINLનું ખાનગીકરણ એ GPLની વૃદ્ધિ માટેનું મુખ્ય પરિબળ છે. RINL એ GPLનું એન્કર ક્લાયન્ટ છે, પોર્ટને સ્ટીલ પ્લાન્ટમાંથી વ્યવસાયના 20 ટકાથી વધુ કાર્ગો મળે છે.   

GPLની સૌથી નજીકના હરીફ વિઝગ પોર્ટને સિટી લૉક કરી દેવામાં આવ્યું હોવાથી GPLના ઔદ્યોગિક વિકાસની તકો વધુ ઉજળી બની છે. કુદરતી અને આર્થિક સબળ પાસાઓ ધરાવતું આ બંદર તેની વિવિધ ખાસિયતોના કારણે મોખરાનું સ્થાન બની રહ્યું છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો 50 વર્ષનો કન્સેશન સમયગાળો APSEZ બંદરોના સમગ્ર પોર્ટફોલિયો કરતાં વધુ સારી આવક વહેંચણીની ધરાવે છે. તદુપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના અંતરિયાળ વિસ્તારોમાં સ્ટીલ, ફેરો એલોય, એલ્યુમિનિયમ, થર્મલ પાવર અને સિમેન્ટ ઉદ્યોગોની નિકટતા પણ તેમાં નવું જોમ પૂરુ પાડે છે. હાલ પોર્ટના મુખ્ય કાર્ગો બાસ્કેટમાં કોલસો, સ્ટીલ અને અન્ય ખનિજો જેવા ડ્રાય કાર્ગોનો સમાવેશ થાય છે. જો કે,  APSEZ દ્વારા 800,000 TEUs કન્ટેનર ટર્મિનલના ઉમેરા સાથે પોર્ટની કુલ ક્ષમતામાં પ્રવેશ અને વિસ્તરણ સાથે કન્ટેનર કાર્ગો ટેક-ઓફ માટે તૈયાર છે.

APSEZ હાલ GPLમાં 41.9% હિસ્સો ધરાવે છે, બાકીના 58.1% મર્જરની સ્કીમ દ્વારા હસ્તગત કરવામાં આવી રહ્યા છે જે NCLTની મંજૂરી હેઠળ છે અને તે વર્તમાન ક્વાર્ટરમાં પૂર્ણ થવાની સંભાવના છે. મંજૂરી બાદ APSEZ સાથે GPLનું નાણાંકીય એકત્રીકરણ રેટ્રો અસરથી એટલે કે 1 એપ્રિલ 2021થી લાગુ થશે.

ગંગાવરમ પોર્ટ લિમિટેડ (GPL) વિષે વધુ:

ગંગાવરમ પોર્ટમાં 64 MMTPAની કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા સાથે નવ બર્થ ધરાવતા પાંચ ટર્મિનલ છે. 25 કિલોમીટરના વોટરફ્રન્ટ સાથે તેમાં 800 એકર સહિત 1,800 એકરની ફ્રી હોલ્ડ જમીન અને 1,052 એકરની વધારાની લીઝ્ડ જમીન છે. બંદર પાસે 200 MMTPAના માસ્ટર પ્લાન ક્ષમતામાં વિસ્તરણ માટે પૂરતો છે. આ વિસ્તરણ યોજનાને ટેકો આપતી એક મજબૂત વ્યવસ્થામાં NH-16 ચેન્નાઇ-કોલકાતા કોરિડોર સાથે બંદરને જોડતો 4 કિમી લાંબો 4-લેન રોડ અને 2.5 કિમીની ઇલેક્ટ્રિફાઇડ ડબલ રેલ લાઇનનો સમાવેશ થાય છે, જે પોર્ટને ચેન્નાઇ-કોલકાતા ટ્રંક રૂટ સાથે જોડે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: