અદાણી વૈશ્વિક મુખ્ય મથક ખાતે બોરીસ જોન્સનની મુલાકાત

અમે હાલ અમદાવાદના શાંતિગ્રામ ખાતે અદાણી સમૂહના મુખ્ય કાર્યાલય ખાતે છીએ કે જ્યાં બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોહન્સન અને દુનિયાના કોર્પોરેટ જગતનું સૌથી મોટું નામ એવા ભારતના અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણી વચ્ચે પ્રત્યક્ષ  બેઠક યોજાવા જઇ રહી છે.

અગાઉ અદાણી કોર્પોરેટ મધ્યસ્થે આવી પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન અને તેમના અધિકારીઓના કાફલાનું ભારતીય પરંપરા મુજબ શ્રી અદાણી અને અદાણી સમૂહના વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

300 થી વધુ વર્ષ બાદ બોરીસ જોહન્સન ગુજરાતની મુલાકાતે આવનાર પ્રથમ વડાપ્રધાન છે. યુનાઇટેડ કિંગ્ડમના લાંબા ઇતિહાસમાં પણ દેશના વર્તમાન વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હોય એકેય વખત આવ્યા હોય તેવું બન્યું નથી.

અહીંના અદાણી ગૃપના મુખ્યાલયે શ્રી જોહન્સન અને શ્રી ગૌતમ અદાણીએ બન્ને દેશોના હિત અને સંબંધોને સ્પર્શતી દ્વિપક્ષી બાબતોને આગળ લઇ જવા અને વધુ મજબૂત બનાવવા માટે વાટાઘાટો કરી હતી.

મુલાકાતી વડાપ્રધાન અને દેશના મોખરાના ઉદ્યોગપતિએ ખાસ કરીને એનર્જી ટ્રાનઝીશન, જલવાયુ પગલાઓ, એરોસ્પેસ અને સંરક્ષણ તેમજ માનવ મૂડીના વિકાસની ચાવીરુપ બાબતોને કેન્દ્રમાં રાખી મંત્રણા કરી હતી.

આજની બેઠક પૂર્વે અદાણી ગૃપના ચેરમેન ગયા વરસે ઓક્ટોબરમાં લંડનમાં યોજાયેલી વૈશ્વિક રોકાણ શિખર સમયે બ્રિટનના વડાપ્રધાનને મળ્યા હતા તે વેળા બન્ને મહાનુભાવો વચ્ચે હાલ સ્વચ્છ ઉર્જા તરફ ચાલી રહેલા સ્થાનાંતર માટે પોતાની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. આ મુલાકાત બાદ આ બાબતમાં  અદાણી ગૃપે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યાનું જણાય છે.

શ્રી જોહન્સનના વડપણ હેઠળના યુનાઈટેડ કિંગ્ડમે તેની મહત્વાકાંક્ષી યોજના ઘડી કાઢીને 2030 સુધીમાં 50 ગીગાવોટ ઓફશોર પવન ઊર્જા, 2035 સુધીમાં 70 ગીગાવોટ સૌર ઉર્જા અને 2030 સુધીમાં 10 ગીગાવોટ લો કાર્બન હાઇડ્રોજનનું ઉતપાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 2050 સુધીમાં યુ.કે. નવા 8 રીએકટર્સ 2030 સુધીમાં ઉમેરીને 24 ગીગાવોટ અણુ ઉર્જા પણ નિર્માણ કરશે. 2035 સુધીમાં ઉત્તરી સમુદ્રમાં વિકસી રહેલ ઇકો સિસ્ટમ કે જેમાં નવા તેલ અને વાયુ પ્રોજેક્ટ્સ સામેલ છે તેનાથી હાઇડ્રોજન પરિવહન અને સંગ્રહ મોડેલ અને કાર્યદક્ષ અને ફ્લેક્સીબલ નેટવર્કના કારણે 2035 સુધીમાં વાર્ષિક 10 બિલીઅન પાઉન્ડની દેશ બચત કરી શકશે. શ્રી જોહન્સનને આશા છે કે તેમની સરકારની ઉર્જા સલામતીની વ્યુહરચના ચાલુ દશકાના અંત સુધીમાં 4,80હજાર સ્વચ્છ નોકરીઓનું નિર્માણ કરશે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૭૦ સુધીમાં નોન ફોસિલ ઉર્જા ક્ષમતા સાથે  શૂન્ય ઉત્સર્જને લઇ જવાની કરેલી ઘોષણાના સંકલ્પરુપ ૨૦૩૦ના અંતે ૫૦૦ ગિગાવોટ સુધી લઇ જવાશે. અદાણી ગૃપ 70 બિલીઅન ડોલરનું રોકાણ કરવા પ્રતિબધ્ધ છે.  જે સૌર અને પવન ક્ષમતામાં ૪૦ ગીગાવોટનું યોગદાન આપશે. 2030 સુધીમાં ભારતના 50 લાખ ટનના વાર્ષિક ઉત્પાદનના લક્ષ્યાંકના 40 ટકા છે. અદાણી ગૃપની ત્રણ કંપનીઓ અદાણી પોર્ટસ એન્ડ સેઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી લિ.એ 1.5 ડીગ્રીના એસબીટીઆઇ પાથવે માટે હસ્તાક્ષર કર્યા છે. અદાણી સમૂહ ચાલુ દાયકાના

અંતે વાર્ષિક 20 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરશે જે ભારતના 2030 સુધીમાં વાર્ષિક 5 મિલિઅન ટન ઉત્પાદનના લક્ષયાંકના 40 ટકા બરાબર છે.

ભારતના 2070માં શૂન્ય કાર્બન ઉત્સર્જન લઇ જવાના લક્ષ્યની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા રહેવા સાથે રીન્યુએબલ્સ, ગ્રીન હાઇડ્રોજન અને સંગ્રહ માટે વિરાટ શ્રેણીબધ્ધ  રોકાણને જોતા અદાણી ગૃપ ભારત અને યુનાઇટેડ કિંગ્ડમના  બન્નેના જલવાયુ એજન્ડાને પ્રચંડ પીઠબળ આપનાર સૌથી મોટા  ઔદ્યોગિક જુથ તરીકે ઉભર્યુ છે.

આજની આ બેઠકમાં શ્રી અદાણીએ યુ.કે.સરકારની સૌથી પ્રખ્યાત આંતર રાષ્ટ્રીય સ્કોલરશિપ કેવેનિંગ સ્કોલરશિપ મારફત ભારતના યુવાનો માટે એકેડેમિક સગવડ માટેના પ્રોગ્રામની પણ જાહેરાત કરી હતી. યુ.કે.માં માસ્ટર ડીગ્રીના અભ્યાસ માટે દર વર્ષે ભારતના સ્નાતક વિદ્યાર્થીઓને ૫ સ્કોલરશિપ મારફત અદાણી ગુપ ૨ લાખ પાઉન્ડ પુરા પાડશે.   

બ્રિટીશ વડાપ્રધાન અને અદાણી ગૃપના ચેરમેન વચ્ચેની આજની બેઠકના એજન્ડમાં સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ સાધવાનો મુદ્દો સૌથી અગ્ર ક્રમે હતો. આત્મ નિર્ભર ભારત અભિયાનના ભાગ રુપે એરોસ્પેસ અને ડીઝાઇન ટેકનોલોજીમાં અદાણી ગૃપ અને જાણીતી બ્રિટીશ કંપનીઓ કેવી રીતે સહયોગ કરી શકે તેની શક્યતા બન્ને પક્ષો ચકાસશે. ભારતે ૩૦૦થી વધુ અલગ અલગ શ્રેણીઓના સંરક્ષણ સાધનોની આયત ઉપર પ્રતિબંધ મૂકીને સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબી થવા માટેનો પોતાનો ઇરાદો દર્શાવ્યો છે.  ભારતની આ હીલચાલને સંરક્ષણ નિષ્ણાતો એક સકારાત્મક સ્વદેશી  ચાલ તરીકે જોઇ રહ્યા છે

૨૦૩૦ સુધીમાં ભારતીય શસ્ત્રદળોને અદ્યતન કરવા માટે ભારતે નિર્ધાર કરેલા ૩૦૦ બિલિઅન ડોલરના રોકાણ સાથે અદાણી ગૃપ રડાર્સ, જાસૂસી, હવાઇ સંરક્ષણ, માનવવિહીન અને રોટરી પ્લેટફોર્મ્સ તેમજ હાઇપરસોનિક એન્જીન સહીતના અસંખ્ય ક્ષેત્રો ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરી રહ્યું છે. ટેકનોલોજીની વાસ્તવિક અદલાબદલી (ટ્રુ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી) આધારીત ખાનગી ક્ષેત્રે વિશ્વકક્ષાની ડિઝાઇન અને ઉત્પાદન મારફત સંરક્ષણ ક્ષેત્ર માટે ભારતને નિકાસના હબમાં પરીવર્તિત કરવાનું શ્રી અદાણીનું લક્ષ્ય છે.

અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ચાલુ વર્ષે જૂનમાં અદાણીના સહયોગથી લંડનમાં યોજાનાર આગામી ભારત-યુ.કે. જલવાયુ પરિવર્તન અને ટેકનોલોજી શિખરમાં ભાગ લેવા માટે બ્રિટનના વડાપ્રધાનને આમંત્રણ પણ આપ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: