‘વર્લ્ડ અર્થ ડે’ ને સાર્થક કરતુ અદાણી ફાઉન્ડેશનનું સરાહનીય કદમ!

– મુંદ્રામાં હોમ બાયોગેસ કીટનું વિતરણ કરી ‘વર્લ્ડ અર્થ ડે’ ઉજવાયો

કચ્છના મુંદ્રામાં વિશ્વ પૃથ્વી દિવસને સાર્થક કરતી અનોખી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાંતિવિહાર ખાતે આયોજીત કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને ‘હોમ બાયો-ગેસ કિટ્સ’નું વિતરણ કરવામાં આવ્યું. આ બોયોગેસ કીટ મેળવનાર ધરતીપૂત્રોએ ‘મા ધરતી’ને સાનુકૂળ એવા પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કર્યો. બાયોગેસ કીટ મેળવનાર ખેડૂતોએ ઈંધણ મામલે આત્મનિર્ભર થવાની પહેલ પોતાના ઘરેથી જ શરૂ કરી છે. હોમ બાયોગેસ કીટના ઉપયોગથી લોકોને સામાજીક, આર્થિક અને ઈકોલોજીકલ ત્રણેય ક્ષેત્રે બહુઆયામી લાભ થશે.

ખેડૂતોને ઘરઆંગણે ઉપલબ્ધ અને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહક આ હોમ બાયોગેસ કીટના વિતરણથી તેમની જીવનશૈલીમાં સુધારો થશે. હાલ રસોઈ માટે તેઓ કેરોસીન કે લાકડા આધારિત સ્ટોવ કે ચૂલાનો ઉપયોગ કરતા હતા તેઓ હવે બાયોગેસનો ઉપયોગ કરશે. એટલે કે સ્ટોવ કે ચૂલાના ધુમાડાથી વાતાવરણમાં ઝેરીવાયુઓ અને તેનાથી થતી પ્રતિકુળ અસરો અટકશે. હોમ બાયોગેસ કીટમાંથી સ્વયં બનાવેલી ઉર્જાનો ઉપયોગ રસોઈ સહિતના કાર્યોમાં કરી શકાય છે, જેને પગલે ઈંધણ મામલે આત્મનિર્ભર થઈ શકાશે. વળી ઈંધણનો ખર્ચ ઘટવાથી આર્થિક ફાયદો પણ નિસ્ચિત છે.

આ કાર્યક્રમમાં APSEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ, અદાણી ફાઉન્ડેશનના યુનિટ CSR હેડ પંક્તિ શાહ રામકૃષ્ણ મિશનનના મનોજભાઈ સોલંકી, કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પ્રો. મૃગેશ ત્રિવેદી, સાત્વિક સંસ્થાના ડાયરેક્ટર શૈલેષભાઈ શાહ, આત્માના પ્રોજેક્ટ ઓફિસર કલ્પેશ મહેશ્વરી, ડૉ. યુ.એન. ટાંકી સહિત વિવિધ ક્ષેત્રના  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાગાયત અધિકારી શાંતિલાલ પટેલ તેમજ વિસ્તરણ અધિકારી રિદ્ધિબેન પટેલે ખેડૂતોને સરકારી યોજનાઓ અંગે માહિતી પ્રદાન કરી હતી.  

APSEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે “જો ખેતીલાયક જમીન જીવંત હશે, તો જ જમીનની ફળદ્રુપતા વધશે. ગાયના છાણ અને ગૌમુત્રનો સંપૂર્ણ ઉપયોગ જો બાયોગેસમાં કરવામાં આવે તો ઘર આંગણે જ રસોઈ ગેસ અને જમીન માટે દેશી ખાતર પણ મળે“ તેમણે જમીનની ફળદ્રુપતા વધે તેવા તમામ કાર્યોમાં અદાણી ફાઉન્ડેશન તરફથી કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યુ હતું કે “ખેતીની ફળદ્રુપતા અને સ્વસ્થ સમાજ માટે બાયોગેસ અતિ ઉપયોગી છે. અમે ખેડૂતોને વધુમાં વધુ બાયોગેસ મળે તેવા પ્રયત્નો કરીશું”.

હોમ બાયોગેસ એટલે શું?

હોમ બાયોગેસ એ આપણે ત્યાં વપરાતા ગોબર ગેસનું જ નાનું સ્વરૂપ છે. જેમાં આપણાં ઘર વપરાશના ફૂડવેસ્ટ, એનીમલ વેસ્ટ વગેરે ઊર્જાના ઈનપુટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમ ઊંચી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકની જાડી તાડપત્રી જેવા મટીરીયલથી બનેલી હોય છે. તે એટલી સરળ હોય છે કે તેને તાડપત્રીની જેમ પાથરી અને ફિટ કરી શકાય છે. આ સિસ્ટમ આપણાં ફળિયામાં, બેકયાર્ડ, ટેરેસમાં, મોટી બાલ્કનીમાં કે કોઈપણ જગ્યાએ જ્યાં સીધો તડકો આવતો હોય ત્યાં રાખી શકીએ છીએ.

દુનિયાભરમાં લોકો પૃથ્વીનું મહત્વ સમજે અને પર્યાવરણ અંગે જનજાગૃતિ કેળવાય તે હેતુથી દરવર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. હોમ બાયોગેસના ઉપયોગથી ધરતી અને પર્યાવરણને થતું નુકશાન અટકશે અને પ્રાકૃતિક ઉર્જાના સદુપયોગને મહત્વ પ્રાપ્ત થશે.   

અદાણી ફાઉન્ડેશન વિશે

1996માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન આજે 18 રાજ્યોમાં વ્યાપક કામગીરી ધરાવે છે, જેમાં દેશના 2,409 ગામડા અને શહેરોનો સમાવેશ થાય છે. સંસ્થામાં તજજ્ઞોની ટીમ નવીનતા, લોકભાગીદારી અને સહયોગને મૂર્ત સ્વરૂપ આપવાના અભિગમ સાથે કામ કરે છે. 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતા અને ચાર મુખ્ય ક્ષેત્રો – શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, ટકાઉ આજીવિકા, વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજને સમૃદ્ધ બનાવવા તરફ જુસ્સાપૂર્વક કામ કરે છે. અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: