બાળકોમાં કોવિડ કેસ વધી રહ્યા છે

– બાળકોમાં કોરોનાના લક્ષણો: આ 7 લક્ષણોને અવગણશો નહીં

વિશ્વભરમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના નવા XE વેરિએન્ટના વધતા જતા કેસના કારણે ચિંતા વધી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2000થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાની બાકીની લહેરમાં બાળકો પર તેની અસર બહુ ગંભીર નહોતી પરંતુ હવે બાળકો પણ આ નવા XE વેરિએન્ટની ઝપેટમાં આવી રહ્યા છે. ખાસ કરીને શાળા ખુલ્યા બાદ આ કેસોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, છેલ્લા 2 સપ્તાહમાં બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં જો બાળકને કોરોના વાયરસ હોય તો પણ માતાપિતાએ ગભરાવાની જરૂર નથી કારણ કે બાળકોમાં કોરોનાના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અને બાળકોને સમયસર સારવાર મળવાથી તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. 

– બાળકોમાં કોરોનાના XE વેરિએન્ટના લક્ષણો

XE વેરિએન્ટ કોવિડ-19ના અગાઉના વેરિએન્ટ કરતાં વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બાળકોને આ નવા વેરિએન્ટના સંક્રમણથી સુરક્ષિત રાખવા જરૂરી છે. જો તમને બાળકોમાં કોરોનાના લક્ષણ દેખાય છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

– બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ 

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાના આ નવા વેરિએન્ટથી સંક્રમિત બાળકોના શરીરમાં પણ સોજો આવી શકે છે. બાળકોના શરીરમાં બળતરાની આ સ્થિતિને મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) કહેવામાં આવે છે. તેના સામાન્ય લક્ષણોમાં તાવ, ગરદનનો દુખાવો, ફોલ્લીઓ, ઉલટી અથવા ઝાડા, લાલ આંખો, થાકની લાગણી, ફાટેલા હોઠ, હાથપગમાં સોજો, ગળામાં સોજો અને પેટમાં દુખાવો છે. નિષ્ણાતો કહે છે કે, જો તમારા બાળકમાં આવા કોઈ લક્ષણ જોવા મળે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

– મલ્ટિસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) શું છે?

બાળકોમાં મલ્ટિસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) એ એવી સ્થિતિ છે જેમાં જઠર, હૃદય, ફેફસાં, કિડની, મગજ, ત્વચા, આંખો અથવા શરીરના વિવિધ ભાગોમાં બળતરા થઈ શકે છે. MIS-Cનું ચોક્કસ કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આવી સ્થિતિમાં તેના પરિણામો ગંભીર અને ઘાતક પણ હોઈ શકે છે. COVID-19ને કારણે મોટાભાગના બાળકોમાં MIS-Cના લક્ષણો જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના મતે જો બાળકોને યોગ્ય સમયે સારવાર મળે તો MIS-C સિન્ડ્રોમમાંથી પણ ઠીક થઈ શકે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: