‘નરેન્દ્રા, માય ખાસ દોસ્ત!’ : બોરિસ જોનસન

– PM મોદીને ખાસ અંદાજમાં મળ્યા બોરિસ જોનસન

– વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બંને દેશની ટીમ Free Trade Agreementના વિષય પર કામ કરી રહી છે

ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આજે ખાસ અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તા થઈ હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે કરાર થયા હતા. 

સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ભારત અને UKના સંબંધોને મજબૂત કરવામાં વડાપ્રધાન જોનસનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. હાલ ભારત જ્યારે પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન બોરિસ જોનસનનું ભારતમાં આગમન પોતાની રીતે એક ઐતિહાસિક પળ છે. 

આ તરફ વડાપ્રધાન બોરિસ જોનસને પણ જોરદાર અંદાજમાં સંબોધન કર્યું હતું. તેમણે ‘નરેન્દ્રા, માય ખાસ દોસ્ત!’ (Narendra, My Khaas Dost!)થી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આ પડકારજનક સમયમાં મારૂં માનવું છે કે, આપણે ખાસ મિત્રો વધુ નજીક આવીએ. ગુજરાતમાં અદ્ભૂત સ્વાગત થયું. મને સચિન તેંડુલકર જેવું લાગ્યું. મારો ચહેરો અમિતાભ બચ્ચનની માફક ખીલી ઉઠ્યો હતો. 

વધુમાં જણાવ્યું કે, આજે શાનદાર રીતે અમારી વાતચીત થઈ અને અમારા સંબંધોને દરેક રીતે મજબૂત બનાવ્યા છે. ભારત અને બ્રિટન વચ્ચેની ભાગીદારી આપણા સમયની પારિભાષિત મિત્રતા પૈકીની એક છે. બ્રિટિશ PMએ જણાવ્યું કે, બ્રિટન નોકરશાહીને ઘટાડવા અને સંરક્ષણ ખરીદી માટે ડિલિવરીના સમયને ઘટાડવા માટે ભારત એક વિશિષ્ટ ઓપન સામાન્ય નિકાસ લાઈસન્સ બનાવી રહ્યું છે.  

આ મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બંને દેશની ટીમ Free Trade Agreementના વિષય પર કામ કરી રહી છે. વાતચીતમાં સારી પ્રગતિ થઈ રહી છે. અમે આ વર્ષના અંત સુધીમાં FTAના સમાપનની દિશામાં સંપૂર્ણ પ્રયત્ન કરવાનો નિર્ણય લીધો છે. અમે ભારતમાં ચાલી રહેલા વ્યાપક reforms, અમારા infrastructure modernization plan અને National Infrastructure Pipeline અંગે પણ ચર્ચા કરી. અમે ભારતમાં વધી રહેલા UKની કંપનીઓના રોકાણનું સ્વાગત કરીએ છીએ. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે અમારા વચ્ચે Global Innovation Partnershipના implementation arrangementsનું સમાપન એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. તે અન્ય દેશો સાથેના અમાર વિકાસ સહભાગીદારીપણાને વધુ મજબૂતાઈ પ્રદાન કરશે. તેના અંતર્ગત ત્રીજા દેશોમાં ‘Made in India’ innovationsના transfer અને scaling-up માટે ભારત અને UK 100 મિલિયન ડોલર સુધી co-finance કરશે. 

વડાપ્રધાને જણાવ્યું કે, ‘અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને સમસ્યાના સમાધાન માટે ડાયલોગ અને ડિપ્લોમેસી પર ભાર આપ્યો. અમે તમામ દેશોની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાના સન્માનના મહત્વને પણ દોહરાવ્યું છે.’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: