– યુ.કે PMની બાયોટેકનોલોજી યુનિ.માં વિઝિટ
– આ રીસર્ચ યુનિ.સાથે જોડાણ દ્વારા ગુજરાતમાં ઈન્ટરનેશનલ રીસર્ચ સ્ટાન્ડર્ડ તૈયાર કરાશે
યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ ગાંધીનગરની ગુજરાત બાયોટેકનોલોજી યુનિ.ની મુલાકાત લીધી હતી.બાયોટેકનોલોજી યુનિ.નું યુ.કેની એડિનબર્ગ યુનિ.સાથે જોડાણ કરવાની આ પ્રસંગે જાહેરાત કરવામા આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી સાથે યુ.કેના વડાપ્રધાને બાયોટેકનોલોજી યુનિ.ની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથે કોલોબ્રેશન કરવામા આવ્યુ છે. જે રાજ્યની રિસર્ચ પ્રોફાઈલને મજબૂત કરશે અને એક ઈન્ટરનેશનલ કક્ષાના સ્ટાન્ડર્ડ રાજ્યમા ઉપલબ્ધ થશે.
બાયોટેકનોલોજી યુનિ.દ્વારા વિદ્યાર્થીઓને પ્રોડકટ ડેવલપમેન્ટ માટે ઈન્ટરનેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવામા આવશે.આ યુનિ.ખાતે આગામી સમયમાં ટેકનિકલ ટેસ્ટિંગ ફેસિલિટી, કન્ટેઈનમેન્ટ ગ્રીન હાઉસ અને રિસર્ચ બિલ્ડીંગ માટેની સુવિધાઓ ઉભી કરાશે.
Leave a Reply