– ઘરે બેઠા રોજગાર કરો, કચ્છી પરંપરાગત કળાઓનો ઓનલાઇન કોર્સ અને આ દ્વારા કરો તમારી આવકમાં વધારો. વધુ જાણો અહીં…
કચ્છની ભૂમિ કલા અને કલાકારોની ભૂમિ છે. કલા અહીંના લોકોના લોહીમાં વહે છે. કચ્છી ભરતકામ, કચ્છી મડ-વર્ક જેવી અનેક ભાતીગળ કળાઓને આ ભૂમિથી વિશ્વભરમાં ખ્યાતિ મળી છે. અને જો તમે આ રીતની કચ્છી કળા શીખી તમારી આવકના સાધન વધારવા માંગતા હોવ, તો આ ઓનલાઇન કોર્સ તમારી મદદ કરી શકે છે.
ભુજ પાસે આવેલા માધાપર ગામની રહેવાસી, નિકિતા પરમારની વાત પણ કંઇક આવી જ છે. નિકિતાએ M.A અને B.Ed કર્યું છે. તેના પતિ મેડિકલ રિપ્રેસન્ટેટિવ છે. જેના કારણે તેમને વારંવાર મુસાફરી પણ વધુ રહે છે. નિકિતાને ગ્લાસ પેન્ટિંગ અને માટીકામનો શોખ છે. કોરોના અને લોકડાઉનના ખાલી સમયમાં તેને પોતાના આ શોખને કમાણીના સાધન તરીકે વિકસાવવાનો વિચાર કર્યો. નિકિતાના પતિ રાજને તેને આ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્કિલ ડેવલેપમેન્ટ સેન્ટર, ‘સક્ષમ’ હેઠળ ચાલતા ઓનલાઇન ક્લાસમાં તેનું નામ નોંધવવા માટે કહ્યું.
નિકિતાએ આ ઓનલાઇન ટ્રેનિંગ દરમિયાન મડ-વર્ક, ગ્લાસ પેઇન્ટિંગ, રંગોળી, એમ્બોસિંગ વર્ક, બીડ વર્ક, M-સીલ આર્ટ અને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ વસ્તુઓ બનાવતા શીખી. એટલું જ નહીં તેણે આ ઓનલાઇન કોર્સમાં બહુ જલ્દી નિપૂણતા મેળવી લીધી અને બીજા જ દિવસે ગણેશજીની M-સીલ અને બીડ વર્ક વાળી મૂર્તિ બનાવી.
પોતાના ટ્રેનિંગ અનુભવ વિષે જણાવતા નિકિતાએ કહ્યું કે “અમારા ટ્રેનર શ્રીમતી ડિમ્પલબેન પીઠડિયાએ અમને ઓનલાઇન કોર્સમાં બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, માટીકામ અને ગ્લાસ પેઇન્ટિંગની ખૂબ જ સારી ટ્રેનિંગ આપી. તેમણે અમને જણાવ્યું કે કોઇ એક જ ટેકનિક પર નિર્ભર ના રહેવું જોઇએ. વળી, ગેસ્ટ લેકચર દરમિયાન અમે ઇમરાનભાઇને મળ્યા અને આ કળાની બજાર, તેની માંગ, તેની સાચી કિંમત કેવી રીતે લગાવવી તે વિષે મહત્વપૂર્ણ જાણકારી મેળવી. જેના કારણે જ, હું મારા શોખને વ્યવસાયમાં ફેરવી શકી.”
ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી સ્કિલ ડેવલેપમેન્ટ સેન્ટર, ‘સક્ષમ’ના કેન્દ્રો ભારતભરમાં આવેલા છે. જેના થકી અનેક મહિલાઓ અને પુરુષો નવા સ્કિલ્સ શીખી રહ્યા છે અને પગભર બની રહ્યા છે. છેલ્લા થોડા સમયથી અદાણી ફાઉન્ડેશન કચ્છની નાશપ્રાય થઇ રહેલી કળાઓને પુન:જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અને આ દ્વારા લોકોને આત્મનિર્ભર બનાવીને, આ કળાઓનો વૈશ્વિક અને સંસ્કૃતિ રીતે પ્રચાર-પ્રસાર કરી રહી છે.
અદાણી ફાઉન્ડેશન વિષે વધુ માહિતી :
અદાણી ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1996માં થઇ હતી, હાલ તે ભારતના 16 રાજ્યો અને તેમાં આવેલા 2,409 ગામોમાં કાર્યરત છે. જેમાં કામ કરતા પ્રોફેશનલ લોકોની ટીમ, લોક ભાગીદારી, સહયોગ અને નવીનતાના અભિગમ સાથે કામ કરે છે. શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સસ્ટેનેબલ આજીવિકાનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ચાર મુખ્ય ક્ષેત્રો પર જોશભેર કામ કરીને, અદાણી ફાઉન્ડેશન 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શે છે.
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સર્વસમાવેશક વિકાસ અને સસ્ટેનેબલ વિકાસની દિશામાં કામ કરી, રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.
Leave a Reply