– વયસ્કોની સરખામણીમાં નવજાત શિશુને કૃત્રિમ શ્વાસ આપવામાં વિશેષ સંભાળ રાખવી પડે
વયસ્કોની સરખામણીમાં નવજાત શિશુને શ્વાસોછવાસ આપવાની પ્રક્રિયા વધુ નાજુક અને તકેદારી માંગી લેતી હોવાથી જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ વિભાગ અને ગાયનેક વિભાગના પ્રસૂતિ કરાવતા કર્મચારીઓને નવજાત શિશુમાં શ્વાસ સબંધી જટિલતા(કોંપ્લિકેશન) ઊભા થાય તો તેમને કૃત્રિમ શ્વાસોછવાસ આપી પુન; જીવિત કરવાની અલગથી તાલીમ આપવામાં આવી હતી.
જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. રેખાબેન થડાનીએ કહ્યું કે, ૨૮ દિવસ સુધી નવજાત શિશુમાં પછી તે NICUમાં હોય તો પણ શ્વાસ બંધ થઈ જવાના બનાવો બનતા હોય છે. ત્યારે નિષ્ણાંત તબીબો સિવાય હાજર હોય તે સ્ટાફનર્સ પણ બાળકને કૃત્રિમ શ્વાસોછવાસ(ન્યૂનેટલ રિસેસીટેશન)ની તાલીમ આપવામાં આવી હતી.
જેમાં પ્રત્યક્ષ માર્ગદર્શન, લેવાની થતી તકેદારી અને સંભાળ માટે તાલીમાર્થીઓનું જ્ઞાન ચકાસવા તાલીમ પહેલાની અને તાલીમ પછીની ટેસ્ટ લઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અદાણી મેડિકલ કોલેજના એસો. પ્રો. અને ડો. એક્તા આચાર્ય, આસી. પ્રો. ડો. લાવણિયા તેમજ તેમની સાથે ડો. કરણ પટેલ અને ડો. ઋષિ ઠક્કર જોડાયા હતા.
નવજાત શિશુમાં કૃત્રિમ શ્વાસ આપતી વખતે શું સંભાળ લેવી:
નવજાત શિશુમાં કૃત્રિમ શ્વાસોછવાસ આપતી વખતે રાખવાની થતી સંભાળ અંગે તબીબોએ કહ્યું કે, બાળકમાં હાથને બદલે અંગૂઠાથી અથવા બે આંગળીથી છાતીમાં પ્રેસર અપાય છે. જો બાળક જન્મ પછી રડે નહીં, શ્વાસ ન લે અથવા હ્રદયના ધબકારા અત્યંત ઓછા હોય ત્યારે આ કૃત્રિમ શ્વાસોછવાસની જરૂર પડે છે.
Leave a Reply