– જેને હાલમાં જ ભુજમાં મેડિકલ સાયન્સમાં સર્જરી ક્ષેત્રે ગોલ્ડ મેડલ મળ્યો છે.
ડૉ. મહિમા દવે, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS) કોલેજની વિદ્યાર્થીની છે. હાલમાં જ અહીં યોજવામાં આવેલ સ્નાતક સમારંભમાં તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
નાનપણથી ભણવામાં હોશિયાર તેવી મહિમાને દેશ માટે હંમેશાથી કંઇક કરવા ઇચ્છતી હતી. અને આજ કારણે તેમણે ડૉક્ટર તરીકે પોતાની કારકિર્દીને આગળ વધારવાનું નક્કી કર્યું. એટલું જ નહીં કોવિડ સમયે એક સમય તેવો પણ આવ્યો કે તેમના પિતાનું હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. અને બીજી તરફ તેની ડૉક્ટર તરીકે ફરજ નિભાવવા તેને હોસ્પિટલ જવું પડે તેમ હતું. આ સમય અંગે વાત કરતા મહિમા કહે છે કે “જો મારા પપ્પા જીવતા હોત તો તે આવા સમયે એજ કહેતા કે બેટા, હોસ્પિટલ જા અને તારી ફરજ પૂરી કર! કોવિડનો સમય, ડૉક્ટર તરીકે ખુબ જ પડકારકાર હતો. કારણે કે, તે સમયે જ્યાં જુઓ ત્યાં ખાલી બે પ્રકારના સફેદ રંગો મને દેખાતા હતા એક અમારી પીપીઇ કિટનો સફેદ રંગ અને બીજો મૃતદેહો પર પાથરવામાં આવતી સફેદ ચાદરનો. ડૉક્ટર તરીકે માની લેવામાં આવે છે કે તમે મૃતદેહને જોવા ટેવાયેલા હોવ છો પણ તેવું નથી! હું ક્યારેય નથી ઇચ્છતી કે આ મહામારી પાછી આવે.”
આ ઉપરાંત ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજથી ઓવરઓલ વિષયોમાં ગોલ્ડ મેડલ મેળવનાર ડૉ. નિરંજના સંજય ધનરાજાનીએ જણાવ્યું કે “અમારા ઇન્સ્ટિટ્યૂટમાં નવી ટેકનોલોજી અને સુવિધાઓ સાથે ભણાવવામાં આવે છે. જેનાથી ભણવાનું સરળ થઇ જાય છે.” પોતાના કોવિડ મહામારી સમયના અનુભવો વિષે જણાવતા ડૉ.નિરંજના કહે છે કે તેવું અનેક વાર થતું હતું કે કોઇ દર્દીની તબિયત વધુ બગડે, તેનું મન ના લાગે તો અનેક વાર અમે દર્દીને સારું લાગે તે માટે તેના ફોનથી તેના પરિવારજનો સાથે વાત કરાવીએ, આવું થાય ત્યારે સમજાય છે કે પરિવારનો સાથ આપણા જીવનમાં કેટલો મહત્વનો છે. તો બીજી તરફ કોવિડ સમયે અમે પરિવારજનોનો રોષ પણ સહન કર્યો છે, કારણ કે આ મુશ્કેલીના સમયમાં સરકારી ગાઇડલાઇન્સના કારણે તે દર્દીને મળી શકતા નહતા, આવી ભાવુક સ્થિતિમાં અમારે તેમના રોષનું કારણ બનવું પડતું હતું.” જો કે બંને ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીનીઓનું માનવું છે કે આ તમામ પડકારો વચ્ચે શિક્ષણની દ્રષ્ટ્રીએ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના પ્રોફેસર અને સંસ્થા દ્વારા તેમને શ્રેષ્ઠ તાલીમ અને શિક્ષણ આપવામાં આવ્યું છે. જેના થકી તે તેમના કારકિર્દી સાથે જીવન ધડતરના આ મહત્વના સમયમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શક્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી વર્ષ 2009માં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ GAIMSને શૈક્ષણિક વર્ષ 2009-10 માટે 150 સીટ વાળી મેડિકલ કોલેજ શરૂ કરવાની પરવાનગી મળી હતી. આ ઉપરાંત અહીં મેડિકલ ક્ષેત્રે PG કોર્સિસ પણ ચાલે છે. કચ્છ જેવા અંતરિયાળ અને રણ વિસ્તારમાં દર્દીઓને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળવી મુશ્કેલ છે. ત્યારે વર્ષ 2009થી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ અહીંથી ડૉક્ટરેટનું શિક્ષણ મેળવીને લોકોના સ્વાસ્થ્યને સુધારવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ
વર્ષ 2009માં ભુજમાં સ્થપાયેલી ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (GAIMS) એ અદાણી જૂથની કોર્પોરેટ સામાજિક જવાબદારી(CSR) પહેલનો એક ભાગ છે. આ સંસ્થાનું સંચાલન અદાણી ફાઉન્ડેશન હેઠળ અદાણી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા (KSKV) કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન GAIMS ને મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (MCI) દ્વારા બેચલર ઑફ મેડિસિન અને બેચલર ઑફ સર્જરી (MBBS)માં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની માન્યતા આપવામાં આવી છે. GAIMS પાસે 15 MD/MS અનુસ્નાતક અભ્યાસક્રમો માટે MCI મંજૂરી પણ છે. ગુજરાત સરકાર અને અદાણી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે આ પહેલી જાહેર-ખાનગી-ભાગીદારી (PPP) છે. GAIMS સાથે સંલગ્ન GK જનરલ હોસ્પિટલ (GKGH) મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ તમામ વર્ગના દર્દીઓને ખાસ કરીને ગરીબમાં ગરીબ લોકોને સારવાર પૂરી પાડે છે
Leave a Reply