– ગ્રા.પં.ની ચૂંટણીઓ હાલના તબક્કે નહિં યોજાય!
– ડિસેમ્બર માસમાં જિલ્લાની ૬૩૨ પૈકી ૪૦૦ ગ્રા.પં.ની ચૂંટણીઓ યોજાઈ હતી
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અંતર્ગત ગ્રામપંચાયતોની ચૂંટણીઓ હાલના તબકકે નહીં યોજાય જેના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પણ વહેલી યોજવાની વાતને સમર્થન મળતું હોવાનું રાજકીય પક્ષો માની રહ્યા છે. રાજયમાં વિભાજીત થયેલી ૨૩૮ ગ્રામ પંચાયતો અને જુન ૨૦૨૨ની ૫ વર્ષની મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે મહત્વનો નિર્ણય લેવાયો છે. જે ગ્રામ પંચાયતની મુદત પુરી થઇ રહી છે. અથવા થઇ ચૂકી છે તેવી તમામ જગ્યાએ વહીવટદાર મુકવા માટે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે.
આ બાબતે વિકાસ કમિશ્નર દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓની વહીવટદારની નિમણુંક કરવા માટે ખાસ પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે, કચ્છ જિલ્લામાં પણ ૭૬ ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણુંક માટે ગતિવિધિઓ તેજ બની છે.તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાયા બાદ ગ્રામ પંચાયતોનો વહીવટ વિસ્તરણ અધિકારીને સોંપવા માટેની તૈયારીઓ શરૃ કરાઈ છે. કચ્છ જિલ્લામાં ૬૩૨ ગ્રામ પંચાયતો આવેલી છે જે પૈકી ડિસેમ્બર માસમાં ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જયારે બીજા તબક્કાની ૭૬ ગ્રામ પંચાયતોની જવાબદારી વિસ્તરણ અધિકારીને સોંપવા માટેની હિલચાલ શરૃ થઈ છે. ગત ડિસેમ્બર મહિનામાં ૬૩૨ પૈકી ૪૦૦થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી જયારે ૭૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી બીજા તબક્કામાં યોજાનાર હતી.
Leave a Reply