– વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બે દિવસ અસર રહેશે
– તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે
બે દિવસ માટે હવામાન પલ્ટાની અસર સાથે સૌરાષ્ટ્ર-કચ્છનાં અમુક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન કચેરીએ કરી છે. ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થઇ જશે જેથી લોકોને બે દિવસ માટે ગરમીમાં રાહત રહેશે.
હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ આવતીકાલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ખાસ કરીને અમરેલી, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છના અમુક વિસ્તારોમાં ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે અને મહતમ તાપમાનમાં પણ ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં રાહત અનુભવશે.
બપોરે ૨.૩૦ કલાકે શહેરનું તાપમાન ૪૦.૨ ડિગ્રી નોંધાયુ હતું અને બપોરે હવામાં ભેજ ૨૨ ટકા રહ્યો હતો તેમજ પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિ કલાક રહેતા આજે પણ આગ ઝરતી લૂંનો અહેસાસ થયો હતો. લઘુતમ તાપમાન ૨૩.૫ ડિગ્રી નોંધાયુ હતું. તેમજ સવારે હવામાં ભેજ ૭૭ ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ ૧૭ કિ.મી. રહેવા પામી હતી.
Leave a Reply