– રાજ્યના ૫૧૮ જિલ્લા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે : આ વર્ષે ૧.૧૦ લાખથી ઓછા વિદ્યાર્થી
ધો.૧૨ સાયન્સ પછીના ઈજનેરી અને ફાર્મસીના કોર્સીસમાં પ્રવેશ માટે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરના કેન્દ્રોમાં ગુજકેટ પરીક્ષા લેવાનાર છે.આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા રાજ્યભરમાંથી ૧.૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ આવતીકાલે ૧૮મી એપ્રિલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ લેવામા આવનાર છે. સવારે ૧૦થી બપોરના ૪ વાગ્યા દરમિયાન પરીક્ષા લેવાશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના ૪૦-૪૦ પ્રશ્નો સાથે ૧૨૦ મીનિટનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેશે અને બાયોલોજી તેમજ ગણિતનું પેપર અલગ રહેશે.જેમાં ૪૦-૪૦ માર્કસના ૪૦-૪૦ પ્રશ્નો રહેશે અને આ પેપરો ૬૦-૬૦ મીનિટના રહેશે. આ વર્ષે રાજ્યભરમાંથી ૧.૧૦ લાખથી ઓછા વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષ કરતા ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.રાજ્યના જિલ્લા કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે અને ૫૧૮ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે.ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની આ ગુજકેટ પરીક્ષા એ,બી અને એબી એમ ત્રણેય ગુ્રપના વિદ્યાર્થી આપે છે.સૌથી વધુ ગુજરાત બોર્ડના અને ત્યારબાદ સીબીએસઈના તેમજ સૌથી ઓછા આઈસીએસઈ બોર્ડના વિદ્યાર્થી છે.ગુજરાત બહારના પણ ઘણા વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે.
Leave a Reply