– ટ્વિટરનું હાલનું વેલ્યુએશન 34.94 અબજ ડોલરની આસપાસ છે.
– મસ્કે તાજેતરમાં ટ્વિટરમાંમાં હિસ્સો ખરીદ્યો હતો
વિશ્વના સૌથી ધનાઢ્ય એલોન મસ્કે ટ્વિટરને હસ્તાંતરણ કરવા માટે 43 અબજ ડોલરની ઓફર કરી રહી છે. ટેસ્લા અને સ્પેસએક્સના સંસ્થાપક પ્રમોટર એલન મસ્કે ટ્વિટરનું હોસ્ટાઈલ ટેકઓવર કરવાનો પ્રયાસ કર્યો છે.
એક રેગ્યુલેટરી ફાઈલિંગ અનુસાર એલોન મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 43 અબજ ડોલરની ઓફર કરી છે. 14મી એપ્રિલની ફાઈલિંગ અનુસાર આ ઓફરમાં મસ્કે ટ્વિટરને 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે રોકડમાં ખરીદવાની ઓફર કરી છે.
મસ્ક દ્વારા ઓફર કરવામાં આવેલ ભાવ 54.20 ડોલર પ્રતિ શેર 1લી એપ્રિલના ટ્વિટરના બંધ જ્યારે મસ્કે 9% પરોક્ષ હિસ્સો ખરીદ્યો હતો તે દિવસના બંધ ભાવથી 38% પ્રીમિયમે છે. આ ઓફર નોનબાઈડિંગ છે અને તમામ સરકારી રેગ્યુલેટરી મંજૂરીઓને આધીન છે.
એલન મસ્ક કંપનીમાં પોતાનું મૂડીરોકાણ કરતા રહે છે અને જરૂર પડ્યે તેમાં વધારે શેરની ખરીદી કરે છે અને ઘટાડી પણ શકે છે. આ અંગે ટ્વિટરના બોર્ડ સાથે ચર્ચા શરૂ કરી છે. 5મી એપ્રિલે મસ્ક દ્વારા આ ઓફર કરવામાં આવી હતી અને 11મી એપ્રિલે આ પ્રસ્તાવિત સોદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટરમાં નોંધપાત્ર હિસ્સેદારી ખરીદી છે. સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન (એસઇસી) દ્વારા કરાયેલી ફાઇલિંગ અનુસાર એલન મસ્ક રિવોકેબલ ટ્રસ્ટ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરમાં 734,86,938 શેર અથવા 9.2 ટકા હિસ્સો ધરાવે છે.
મસ્કે આ હિસ્સો પરોક્ષ રોકાણકાર તરીકે ખરીદ્યો છે એટલેકે મસ્ક કંપનીના કારોબારમાં હસ્તક્ષેપ નહિ કરે, ના તેનું સંચાલન કરશે તે માત્ર રોકાણકાર તરીકે કંપની સાથે જોડાશે. તેમણે અંત સમયે બોર્ડમાં સ્થાન મેળવવાની પણ ના પાડી હતી.
શેર 12% ઉંચકાયો:
ટ્વિટરના હોસ્ટાઈલ ટેકઓવરના અહેવાલ બાદ શેરભાવમાં એકાએક ઉછાળો જોવા મળ્યો છે. શેર 12%ના ઉછાળે 51.11 ડોલર સુધી ઉછળ્યો છે.
Leave a Reply