– ઇમરજન્સીમાં સીપીઆર દર્દી માટે જીવનદાયિની સમાન
ઘણીવાર સાંભળવા અગર તો, વાંચવા મળે છે કે, કોઈ સુરક્ષા કર્મચારી, એલ્ઝીક્યુટીવે અગર તો ડોક્ટર્સો સીપીઆર આપી દર્દીનો જીવ બચાવ્યો. સીપીઆર(કાર્ડિયાક પલ્મોનરી રિસેસીટેશન) એ કોઈ દવા કે ઈંજેકશન નથી પરંતુ, એક પ્રક્રિયા છે. જેમાં વ્યકતિનો શ્વાસ અટકી જાય અને પુન: શ્વાસ શરૂ થાય ત્યાં સુધી છાતી ઉપર પ્રેસર કરવામાં આવે છે.
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના હેડ અને આસી. પ્રો. ડો. આયેશાખાને જણાવ્યુ હતું કે, સીપીઆર(કાર્ડિયાક પલ્મોનરી રિસેસીટેશન) કોઈ વ્યક્તિને અચાનક એકાએક હદય બંધ થઈ જાય તો ડોકટર સુધી અને મેડિકલ સેવા સુધી પહોંચતા પહેલા આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. જેથી દર્દીનો જીવ બચાવી શકાય. અને પ્રક્રિયા જીવનદાયિની સાબિત થઈ શકે.
જી.કે. જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજના નાની પાયરીના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીને આ સીપીઆરની તાલીમ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ઈમરજન્સીમાં આ પ્રયોગ કરવામાં આવે છે. સીપીઆર કોને અપાય એ પ્રશ્નના જવાબમાં ડો. આયેશાખાને કહ્યું કે, એકાએક કોઈ વ્યક્તિ પડી જાય અને બેહોશ થઈ જાય, શ્વાસ અને ધડકન અટકી જાય, કરંટ લાગી જાય, ડૂબી જાય, દવા પીધી હોય, ધુમાડાના સંપર્કમાં આવવાથી શ્વાસ અટકી જાય ત્યારે અપાય છે.
મોટી વ્યક્તિ અને બાળકોને સીપીઆર અલગ રીતે આપવામાં આવે છે. જેની તાલીમ આપવામાં આવે છે. છાતી દબાવવા ઉપરાંત મોઢાથી અને નાકથી શ્વાસ આપવાની તાલીમ આપવામાં આવે છે. આ પ્રક્રિયા આમ તો પ્રાથમિક ચિકિત્સા છે. તાલીમ લેનાર વ્યક્તિએ જ આ સારવાર કરવી હિતાવહ છે. આમ પણ આવું થાય ત્યારે તુરંત જ ડોકટર અને હોસ્પિટલનો સંપર્ક કરવો.
Leave a Reply