– કચ્છની ૩૫૯ ખાનગી સ્કૂલોમાં આરટીઈ પ્રવેશ કાર્યવાહી
– ૧૬ એપ્રિલ સુધી ફોર્મ ચકાસણી એપ્રૂવ અને રિજેકટની કામગીરી કરાશેઃ પ્રથમ યાદી ર૬ એપ્રિલે જાહેર કરાશે
– ધો. ૧થી ૮માં મફત અભ્યાસ માટે ર૪૭૦ જગ્યા
રાજ્ય સરકાર દ્વારા આરટીઈ પ્રવેશ અંતર્ગત બિનઅનુદાનીત ખાનગી શાળાઓમાં રપ ટકા મુજબ વિનામૂલ્યે ધો. ૧માં આિાર્થક નબળા અને વંચિત જુાથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ ર૦રર-ર૩ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ૩૦મી માર્ચાથી ૧૧ એપ્રિલ સુાધી ચાલી હતી. આ સમયગાળામાં જિલ્લામાં કુલ્લ પ૩૭૮ ફોર્મ ભરાયા છે.
આ અંગેની વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધો. ૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. જેા માટે સરકાર દ્વારા શાળાઓને મહત્તમ રૃા. ૧૩ હજાર સુાધીની ફી ચૂકવવામાં આવે છે ધો. ૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ધો. ૮ સુાધી ખાનગી શાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરી શકે છે. જે અંતર્ગત કચ્છમાં ધો. ૧માં શૈક્ષણિક વર્ષ ર૦રર-ર૩ માટે પ્રવેશ મેળવવા હેતુસર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ૧૧ એપ્રિલે સંપન્ન થઈ ગઈ છે.
કચ્છ જિલ્લાની ૩પ૯ ખાનગી શાળાઓની ર૪૭૦ બેઠકો જાહેર કરવામાં આવી છે. જે માટે કુલ પ૩૭૮ ફોર્મ ભરાયા છે. ૧૬ એપ્રિલ સુાધી ફોર્મ ચકાસણી, એપ્રુવ અને રિજેકટની કામગીરી ચાલનારી હોઈ તે બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને આરટીઈ પ્રવેશ પામનારની પ્રાથમ યાદી ર૬ એપ્રિલે જાહેર કરવામાં આવશે. આ તમામ બેઠકો પર રાઉન્ડ વાઈઝ પ્રવેશ ફાળવવામાં આવશે. ગત વર્ષે જિલ્લામાં આરટીઈ હેઠળ રપ૦૦ બેઠક જાહેર કરાઈ હતી. ત્રણ રાઉન્ડના અંતે ૧૯૮૪ બાળકોને ખાનગીશાળાઓમાં પ્રવેશ મળ્યો હતો.
Leave a Reply