– પંજાબ, હરિયાણા, ઉ.પ્રદેશ, મ.પ્રદેશ અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી
– જો કે 13 થી 17 એપ્રિલ દરમિયાન આસામ, મેઘાલય, અરૂણાચલ, કેરળ, તમિલમનાડુ, પુડુચેરીમાં વરસાદની શક્યતા
ચાલુ વર્ષે દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ગરમીના રેકોર્ડ તૂટી રહ્યાં છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરીથી નવી ચેતવણી જારી કરી જણાવ્યું છે કે બે દિવસ પછી ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં હીટ વેવ જોવા મળશે. આ પાંચ રાજ્યોાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પણ સામેલ છે.
ભારતીય હવામાન વિભાગે ટ્વિટર પર જણાવ્યું છે કે પંજાબ, દક્ષિણ હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ૧૫ એપ્રિલ, ૨૦૨૨થી હિટ વેવ શરૂ થશે.
હવામાન વિભાગના અંદાજ મુજબ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ૧૫ એપ્રિલે લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
રાજસ્થાનના જયપુરમાં લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ રહેશે. તેના પછીના બીજા દિવસે જયપુરનું લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ રહેશે.
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ૧૫ અને ૧૬ એપ્રિલે લઘુતમ તાપમાન ૨૩ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ રહેશે. પાંચ રાજ્યોમાં રહેતા લોકો માટે આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલ રહેશે.
જો કે કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ૧૩ થી ૧૭ એપ્રિલ દરમિયાન આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડવાની અગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઇ છે.
Leave a Reply