કોરોના મહામારીને કારણે ભારતના છેવાડાના માનવી સુધી ઓનલાઈન પ્લેટફોર્મની પહોંચ વધી છે. કોરોના બાદ પણ હવે સ્થિતિ સામાન્ય બનતા ઓનલાઈન ખરીદારી કે ઓનલાઈન ઓર્ડરિંગનો ક્રેઝ વધતો જ જઈ રહ્યો છે. આ ડિજિટલ ભારતનો ફાયદો અમેરિકન ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમાઝોનને પણ થઈ રહ્યો છે. એમાઝોનની એપ્લિકેશન્સનું ભારતમાં ડાઉનલોડ 500 મિલિયન એટલેકે 50 કરોડને પાર નીકળ્યું છે. છેલ્લા 2 વર્ષોમાં એમેઝોને માત્ર ટાયર-1 અને ટાયર-2 શહેરોમાં જ નહિ પણ નાના નગરો અને ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ ઘણા બધા ગ્રાહકો ઓનલાઈન આવતા જોયા છે.
કોવિડ-૧૯ રોગચાળાએ ઈ-કોમર્સ તરફ પરિવર્તનને વેગ આપ્યો અને વધુ ગ્રાહકો ઓનલાઈન રિટેલરના પ્લેટફોર્મ પર ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. કંપનીએ કહ્યું કે એમાઝોનના પ્લેટફોર્મ જેવા કે એમાઝોન ડોટ ઈન શોપિંગ એપ અને પ્રાઇમ વિડીયો એપના ડાઉનલોડ લગભગ 50 કરોડને પાર નીકળ્યું છે. રસપ્રદ વાત એ છે કે એમાઝોનના એપ્લિકેશન ડાઉનલોડ હાલમાં દેશમાં રજિસ્ટર્ડ ઇન્ટરનેટ યુઝર્સના લગભગ 75 ટકા છે.
એમાઝોન હાલના 45થી 50 અબજ ડોલરના બજારથી 2030 સુધીમાં 350 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના ધરાવતા ભારતના ઈ-કોમર્સ માર્કેટમાં વોલમાર્ટની માલિકીની કંપની ફ્લિપકાર્ટ, રિલાયન્સના જિયોમાર્ટ અને ટાટાને હંફાવી રહી છે.
એમેઝોન ઇન્ડિયાના કન્ઝયુમર એક્સપિરિયન્સ અને માર્કેટિંગના ડિરેક્ટર કિશોર થોટાએ જણાવ્યું કે એમાઝોન ડોટ ઈનપરના 86 ટકાથી વધુ નવા ગ્રાહકો ટાયર 2 અને તેનાથી નીચેના ભૌગોલિક વિસ્તારોમાંથી આવે છે. જરૂરિયાતો માટે એમેઝોન એપ પર રીવિઝિટ કરનાર ગ્રાહકોની સંખ્યામાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી છે. ભારતમાં યુઝર્સ ખરીદી, બિલ ભરવા, પૈસા મોકલવા, ફ્લાઇટ ટિકિટ ખરીદવા, રેસ્ટોરાંમાંથી ઓર્ડર, ફાર્મસીઓમાંથી દવાઓ, ગેમ્સ રમવા અને પ્રાઇમ મ્યુઝિક અને વીડિયો અથવા મિની ટીવીનો ઉપયોગ કરવા અમારી પાસે આવે છે.
Leave a Reply